WhatsApp ગ્રૂપમાં જોડાવો!

GTKDC Loan Sahay Yojna Online Apply : સીધી ધિરાણ યોજના હેઠળ ઓનલાઇન અરજી કરવાની જાહેરાત, વાંચો સંપૂર્ણ માહિતી.

સીધી ધિરાણ યોજના : ગુજરાત રાજ્યના ઠાકોર અને કોળી વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા ઠાકોરો અને કોળી સમુદાયના લોકોને આર્થિક રીતે સહાય પૂરી પાડવા માટે સીધા ધિરાણ યોજનાને અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત ગુજરાતના આર્થિક રીતે પછાત વર્ગના લોકોને વિવિધ વ્યવસાયોમાં મદદરૂપ થવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના અંતર્ગત કેટલા રૂપિયાની નાણાકીય સહાય મળશે? સહાય મેળવવા માટેની પાત્રતા, સહાય મેળવવા માટે ડોક્યુમેન્ટ કેટલા જોશે? અને ઓનલાઇન અરજી કેવી રીતે કરશો? તેની સંપૂર્ણ માહિતી અહીં મૂકવામાં આવેલી છે.

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હથક દ્વારા આ યોજના બહાર પાડવામાં આવેલ છે. આ યોજના વિકસિત જાતિ કલ્યાણ ગાંધીનગર તથા રાષ્ટ્રીય પછાત વર્ગ નાણાં અને વિકાસ નિગમ નવી દિલ્હીના સહયોગથી ચલાવવામાં આવે છે. યોજના અંતર્ગત વિવિધ યોજનાઓનો સમાવેશ થાય છે.

GTKDC Loan Sahay Yojna અંતર્ગત કઈ કઈ યોજનાઓનો સમાવેશ થાય છે?

ગુજરાત ઠાકોર અને કોરી વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા એક નવું પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે જેનું નામ GTKDC online છે, આ પોર્ટલ અંતર્ગત નીચે મુજબની યોજનાઓની ઓનલાઈન અરજી કરી શકાય છે.

  • મુદ્દતે લોન ( ટર્મ લોન )
  • માઈક્રો ફાઇનાન્સ
  • મહિલા સમૃદ્ધિ યોજના
  • ન્યુ સ્વર્ણિમ યોજના
  • સ્વયં સક્ષમ યોજના.

હાઈલાઈટ

શીર્ષકવિગતો
યોજના નામસીધા ધિરાણ યોજના (GTKDC Online Loan Yojana)
યોજનાનો હેતુઠાકોર અને કોળી સમુદાયના આર્થિક રીતે પછાત લોકો માટે આર્થિક સહાય પૂરી પાડવી
યોજનાઓ1. મુદતી લોન (ટર્મ લોન)
2. માઇક્રો ફાયનાન્સ
3. મહિલા સમૃદ્ધિ યોજના
4. ન્યુ સ્વર્ણિમ યોજના
5. સ્વયં સક્ષમ યોજના
પાત્રતા1. ઉંમર મર્યાદા: 21 થી 50 વર્ષ (સ્વયં સક્ષમ: 18 થી 35 વર્ષ)
2. વાર્ષિક આવક મર્યાદા: રૂ. 3,00,000/-
3. લોનનું ફાયદો કુટુંબના એક જ સભ્યને મળવાનો રહેશે
અરજી પ્રક્રિયા1. “GTKDC Online” પોર્ટલ પર ઓનલાઇન અરજી
2. વ્યક્તિગત અને શૈક્ષણિક માહિતી ભરવી
3. દસ્તાવેજો PDF ફોર્મેટમાં અપલોડ કરવા
અગત્યની તારીખઅરજી કરવાની તારીખ: 26/09/2023 થી 25/10/2023 સુધી
સંપર્કગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગાંધીનગર

યોજનાની પાત્રતા.

આ યોજના અંતર્ગત અરજી કરવા માટે નીચે મુજબની પાત્રતા ધરાવતા હોવા જોઈએ.

  1. યોજનાની પાત્રતાની વિગતો નિગમ ની વેબસાઈટ પર ઉપલબ્ધ છે જે ધ્યાનમાં રાખીને અરજી કરવી.
  2. સ્વરોજગારની લોન યોજનામાં અરજદારની ઉંમર મર્યાદા 21 વર્ષથી 50 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે.
  3. સ્વયં સક્ષમ લોન યોજના અંતર્ગત અરજદારની ઉંમર 18 વર્ષથી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  4. અરજદારની વાર્ષિક આવક 3 લાખની હોવી જોઈએ.
  5. સ્વરોજગારની લોન યોજના નો લાભ લેવા માટે કુટુંબમાંથી કોઈપણ એક જ વ્યક્તિને એક જ વાર સહાય મળવા પાત્ર રહેશે.
  6. અરજી કરતી વખતે આધાર નંબર સાથે લિંક હોય તે બેંક ખાતાની વિગત આપવાની રહેશે.
  7. અરજીમાં ઉમેદવારે પોતાનો જ મોબાઈલ નંબર આપવાનો રહેશે અને આ મોબાઈલ નંબર ચાલુ સ્થિતિમાં હોવો જોઈએ.
  8. અરજીમાં સંપૂર્ણ વિગતો ભરેલી નહીં હોય અથવા અધૂરી વિગત વાળી અરજીઓ રદ પાત્ર ગણાશે.

કાયદાકીય શરતો.

  • આ યોજના હેઠળની સહાય માત્ર અમુક કાયદાકીય નિયમો હેઠળ જ ઉપલબ્ધ થશે.
  • અરજી કરતા એ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી શરતોનો ભંગ ન કરવો જરૂરી રહેશે.
  • ધિરાણ યોજના હેઠળ મેળવેલ લોન અને સહાયનો ઉપયોગ માત્ર નિયત હેતુ માટે જ કરવાનો રહેશે.

અગત્યની સૂચના.

  • છેલ્લી તારીખ પછી કોઈપણ અરજી માન્ય રહેશે નહીં.
  • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 25.10. 2024 છે.
  • જે કોઈ અરજદાર આ યોજનામાં લાભ લેવા ઈચ્છે છે તે ઓનલાઈન પોર્ટલ પર યોગ્ય રીતે નોંધણી કરાવી શકે છે.
  • ન્યુ આકાંક્ષા યોજના અંતર્ગત આપવામાં આવતી શૈક્ષણિક લોન માટે આ પોર્ટલ 365 દિવસ ખુલ્લુ રાખવામાં આવે છે.
  • ઉપરોક્ત આપવામાં આવેલ જાહેરાત સંદર્ભમાં મળેલ અરજીઓ નાણાકીય જોગવાઈ ને ધ્યાનમાં લઇ મંજૂર અને ના મંજૂર કરવાનો આખરે નિર્ણય સરકારશ્રીના નીતિ નિયમોને આધીન ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમ ગાંધીનગર નો રહેશે.

How to GTKDC Loan Sahay Yojna Online Apply : સીધી ધિરાણ લોન યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવારે સૌ પ્રથમ સત્તાવાર પોર્ટલ http://gtkdnconline.gujarat.gov.in પર જવુ.
  • હોમપેજ પર વિવિધ યોજનાઓ આપેલી હશે તેમાંથી જે યોજના પર અરજી કરવાની હોય તેના ઉપર ક્લિક કરો.
  • અરજી ફોર્મ ખુલશે જેમાં તમારે તમામ માહિતી ભરો.
  • ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ સેવ બટન પર ક્લિક કરો અને અરજીની પ્રિન્ટ મેળવો.
  • વધુ માહિતી માટે આ વેબસાઈટ sje.gujarat.gov.in પર જાઓ.

અગત્યની તારીખ

  • અરજી શરૂ થયા તારીખ : 26/09/2024
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 25/10/2024

અગત્યની લિંક

ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment