Google Read Along App: બાળકો દ્વારા મોબાઈલ નો ઉપયોગ દિવસેને દિવસે ખૂબ વધતો જાય છે. દરેક વાલી ચિંતા છે કે તેમનો બાળક મોબાઈલ નો આટલી હદે ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ વાલી ધારે તો બાળકને મોબાઇલનો સદુપયોગ પણ કરાવી શકે છે. મોબાઇલમાં બાળકોને લખતા અને વાંચતા સરળતાથી શીખી શકે તેવી એક મોબાઇલ એપ્લિકેશન એટલે કે Google Read Along App. આ એપ્લિકેશન google દ્વારા બનાવવામાં આવેલી છે અને તે સરળતાથી વાંચતા શીખવી શકે છે. આ એપ્લિકેશન તમારા બાળકને વાંચતા શીખવાડવામાં કેવી રીતે મદદ કરશે અને આ એપ્લિકેશન કેવી રીતે કાર્ય કરશે તે વિશે વિગતવાર માહિતી આજે આપણે આ આર્ટિકલ દ્વારા જાણીશું.
Learn to Read with google
હાલ દરેક વાલી ઈચ્છે છે કે તેમનું બાળક ખૂબ જ ટેલેન્ટેડ થાય અને તેમની દરેક ક્રિયાઓ એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય. આજના યુગમાં વિશ્વભરના દરેક વાલીઓ પોતાના બાળકોને સરળતાથી વાંચતા શીખવવા માટે અને તેના વાંચન કૌશલ્યને વધારવાના વિવિધ માર્ગો શોધી રહ્યા છે. એવામાં google દ્વારા આ એપ્લિકેશન ખાસ બાળકોને વાંચન શીખડવા અને તેના વાંચનના કૌશલ્ય અને વધારવા માટે તૈયાર કરવામાં આવેલી છે.
આ એપ્લિકેશન google ની સ્પીચ રેકગનીશન ટેકનોલોજી નો ઉપયોગ કરે છે. અને ભારતમાં સૌપ્રથમ લોન્ચ કરવામાં આવી છે. વાલીઓ તરફથી પણ આ એપ્લિકેશનને ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે. google માં આ એપ્લિકેશનને રેન્કિંગ પણ ખૂબ સારું મળ્યું છે.
Google Read Along App હવે 180 થી વધુ દેશોમાં અને અંગ્રેજી સ્પેનિશ પોર્ટુગીઝ તેમજ હિન્દી સહિતની વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ એપ્લિકેશન સાથે અનેક વાલીઓ જોડાઈ ચૂક્યા છે અને પોતાના બાળકોને મોબાઇલમાં youtube તેમજ ગેમ જેવી આદતોથી દૂર આ એપ્લિકેશન વડે વાંચન કૌશલ્ય અને વધારવા માટે ઉપયોગ કરી રહ્યા છો.
Highlight
આર્ટીકલ નું નામ | Learn to Read with google |
એપ્લિકેશનનું નામ | Read Along App |
એપ્લિકેશનનો ચાર્જ | આ એપ્લિકેશન બિલકુલ ફ્રી છે |
એપ્લિકેશનનો હેતુ | બાળકોને સરળતાથી વાંચતા શીખવવું |
એપ્લિકેશન સોર્સ | google play store |
Read Along App કેવી રીતે કામ કરે છે?
- આ એપ્લિકેશન બાળકોને સ્વતંત્ર રીતે શીખવામાં અને તેનું વાંચન કૌશલ્ય બનાવવામાં મદદ કરે છે.
- જેમ જેમ બાળક વાંચતું જશે તેમ તેમ googleની ટેક્સ ટુ સ્પીચ અને સ્પીચ રેગ્નિશન ટેકનોલોજી નો ઉપયોગ કરે છે.
- શું વિદ્યાર્થી સંઘર્ષ કરી રહ્યો છે અથવા સફળતાપૂર્વક વાંચી રહ્યો છે તેને આ એપ્લિકેશન દ્વારા પ્રતિસાદ આપવામાં આવે છે.
- બાળકો વાંચતો હશે અને સાચું પડશે તો તેને સ્ટાર મળશે.
- એટલે બાળકને વાંચવામાં રસ પડશે અને બાળક વધુને વધુ આગળ વધશે અને તેના કૌશલ્યમાં વધારો થશે.
શું આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવી સેફ છે?
- આ એપ્લિકેશન બાળકોની સલામતી અને ગોપનીતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.
- વધુમાં આ એપ્લિકેશનમાં કોઈપણ જાતની જાહેરાતો આવતી નથી.
- એક વખત આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કર્યા બાદ તે વાઇફાઇ અથવા ડેટા વગર ઓફલાઈન કાર્ય કરે છે.
- વધારાનું કાર્ય ડાઉનલોડ કરવા માટે વાલીઓએ સમયાંતરે વાઇફાઇથી કનેક્ટ કરી ડાઉનલોડ કરવું પડશે.
- આ એપ્લિકેશનમાં સાઇન ઇન કરવાની પણ જરૂર નથી.
કેટલા વર્ષ સુધીના બાળકો આ એપ્લિકેશનનો યુઝ કરી શકે છે?
- આ એક મફત અને મનોરંજક ભાષણ આધાર રીત રીડિંગ ટ્યુટર એપ્લિકેશન છે.
- પાંચ વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકો માટે આ એપ્લિકેશન રચાયેલી છે.
આ એપ્લિકેશન કેવી રીતે કાર્ય કરે છે?
- આ એપ્લિકેશન હિન્દી અંગ્રેજી અને વિવિધ અન્ય નવ ભાષાઓમાં રચાયેલી છે.
- આ એપ્લિકેશનમાં દિયા બાળકોને સાંભળે છે જ્યારે તેઓ વાંચે છે અને જ્યારે બાળકો સારી રીતે વાંચે છે ત્યારે રીયલ ટાઈમ હકારાત્મક પ્રતિસાદ આપે છે.
- અને જ્યારે બાળક અટવાઈ જાય છે ત્યારે તેને દિયા મદદ કરે છે.
- અને તે પણ ઓફલાઈન હોય કે ડેટા વગર હોય તોપણ.
Google Read Along એપ્લિકેશનને ડાઉનલોડ કેવી રીતે કરવી?
- આ એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ ગુગલ પ્લે સ્ટોર પર જઈ.
- Read Along App લખી અને સર્ચ કરવાનું રહેશે.
- તમારી સામે આ એપ્લિકેશન આવી જશે ત્યાંથી તમે તેને સરળતાથી ઇન્સ્ટોલ કરી શકો છો.
- આ ઉપરાંત નીચે આપેલા લિંક પર ક્લિક કરીને તમે ડાયરેક્ટ આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકો છો.
અગત્યની લિંક
Read Along App Download | Click Here |
Home page | Click Here |