WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Google Pay પર્સનલ લોન ઓનલાઇન લાગુ કરો : 50000 રૂપિયા સુધીની લોન સરળતાથી google પર્સનલ લોન દ્વારા મેળવો, જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રોસેસ.

google pay પર્સનલ લોન : જ્યારે આપણે બેંકમાંથી લોન માટે અરજી કરીએ છીએ અત્યારે સામાન્ય રીતે દરેક બેંકમાં લોન લાગુ કરવા માટે 15 થી 20 દિવસનો સમય લાગતો હોય છે. પરંતુ જ્યારે વ્યક્તિના સમયમાં એવી પરિસ્થિતિ ઉભી થાય કે તેમને તાત્કાલિક પૈસાની જરૂર થાય અને તેઓને અન્ય કોઈ વ્યક્તિ કે સગા સંબંધી પાસેથી ઉધાર પૈસા માગવા ના હોય ત્યારે તેઓ માટે google pay પર્સનલ લોન ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમે ઇમર્જન્સીના સમયમાં કે પૈસાની કટોકટીના સમયમાં ગમે ત્યારે 50000 રૂપિયા સુધીની પર્સનલ લોન ઇન્સ્ટન્ટ મેળવી શકો છો. google પર્સનલ લોન ઓનલાઇન અરજી કરવા માટે સંપૂર્ણ પ્રોસેસ અને જરૂરી તમામ માહિતી અહીં મૂકવામાં આવેલી છે. માહિતી સારી લાગે તો દરેક ગ્રુપમાં આગળ શેર કરવાનું ભૂલશો નહીં કોઈ વ્યક્તિને ઇમર્જન્સીના સમયમાં ઉપયોગી સાબિત થઈ શકે છે.

10000 થી 8 લાખ સુધીની લોન.

google પે દ્વારા તમે પાત્રતાના આધારે 10000 રૂપિયા થી ૮ લાખ સુધીની પર્સનલ લોન મેળવી શકો છો. google pay નો ઉપયોગ કરતા હોવ તો તમે તેમાં સીબીલ સ્કોર પણ તપાસી શકો છો. અને પર્સનલ લોન માટે તમે અરજી પણ કરી શકો છો. તમને કેટલા રૂપિયા સુધીની પર્સનલ લોન મળી શકે છે તે તમારા સીબીલ સ્કોર ઉપર આધારિત છે. google pay પર્સનલ લોન માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી અને ઘરે બેઠા કેવી રીતે તમે પર્સનલ લોન ના પૈસા તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી શકો છો તે વિશેની માહિતી નીચે મુજબ છે.

google pay પર્સનલ લોન ઓનલાઈન અરજી પ્રોસેસ.

  • જો તમારા મોબાઇલમાં google પે એપ ડાઉનલોડ ના હોય તો સૌ પ્રથમ પ્લે સ્ટોર પર જઈ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
  • હવે તમારું એકાઉન્ટ બનાવો અને યુપીઆઈ આઈડી ક્રિએટ કરો.
  • જો અગાઉથી તમે google pay એપ વાપરતા હોવ અને યુપીઆઈ આઈડી બનાવેલ હોય, તો એપને ઓપન કરો
  • એપ્લિકેશનમાં “ઇન્સ્ટન્ટ પેપર લેસ પર્સનલ લોન” વિકલ્પ હશે તેના ઉપર ક્લિક કરો.
  • અરજી ફોર્મ માં ખુલશે જેમાં તમામ માહિતી ભરો અને આગળ વધો.
  • તમારા પાનકાર્ડ ની વિગતો દાખલ કરવાનો કહેશે તેને દાખલ કરો અને આગળ વધો.
  • અરજી ફોર્મ સંપૂર્ણ ભરાઈ ગયા બાદ સબમીટ બટન પર ક્લિક કરો.
  • પર્સનલ લોન ની રકમ સીધી તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ જશે.

google pay પર્સનલ લોન માટે પાત્રતાના નિયમો.

  • google pay પર્સનલ લોન મેળવનાર વ્યક્તિની ઉંમર 21 વર્ષથી 57 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • google pay એકાઉન્ટમાં યુપીઆઈ એકાઉન્ટ સક્રિય હોવું જોઈએ.
  • તમારો ક્રેડિટ સ્કોર ઓછામાં ઓછો 600 થી વધુ હોવો જોઈએ.

ઓનલાઇન અરજી કરવા માટે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે.

  1. આધારકાર્ડ
  2. પાનકાર્ડ
  3. છેલ્લા છ મહિનાનું બેંકનું સ્ટેટમેન્ટ.
  4. પાસપોર્ટ સાઇઝ નો ફોટો અને મોબાઈલ નંબર.

google pay પર્સનલ લોન માટે અગત્યની સૂચનાઓ.

  • જો તમે અગાઉ કોઈ અલગ એપ અથવા બેંક નો ઉપયોગ કરીને લોન લીધી હોય અને હજુ સુધી તેની ચુકવણી કરેલી ન હોય તો જ્યાં સુધી અગાઉની લોન પૂરી ન થાય ત્યાં સુધી google પર્સનલ લોન મળવાપાત્ર થશે નહીં.
  • તમે જે લોન ની રકમ મેળવી શકો છો તે તમારા ક્રેડિટ સ્કોરના આધારે બદલાઈ શકે છે. ક્રેડિટ સ્કોર સારો હશે તો લોન ની રકમ મોટી અને ન્યૂનતમ ક્રેડિટ સ્કોર હશે તો લોનની રકમ મર્યાદિત થઈ શકે છે.

અગત્યની લિંક

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment