WhatsApp ગ્રૂપમાં જોડાવો!

PGVCL Requirement 2024 : એપ્રેન્ટીશનની 668 જગ્યાઓ માટે ભરતી, જાણો પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત અને અરજી કરવાની તારીખ.

PGVCL Requirement 2024 : પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા એપ્રેન્ટીસ લાઈનમેન માટે 668 જગ્યાઓ માટે નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર જઈ સતાવાર જાહેરાતને વાંચી જાહેરાતમાં દર્શાવેલ સ્થળ અને તારીખે રૂબરૂ હાજર રહેવાનું થશે . પીજીવીસીએલ ની આ ભરતી માટે વિગતવાર માહિતી જેમકે શૈક્ષણિક લાયકાલ પગાર ધોરણ ઉંમર મર્યાદા સિલેક્શન પ્રોસેસ અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી અહીં નીચે આપવામાં આવેલી છે. પીજીવીસીએલ ની નવીનતમ અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટની નિયમિત મુલાકાત લેવી.

PGVCL Requirement 2024

ભરતી સંસ્થા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ
કુલ જગ્યા668
પોસ્ટ એપ્રેન્ટીસ લાઇનમેન
જગ્યાનો પ્રકાર એપ્રેન્ટીસ તાલીમાર્થી
તાલીમનો સમયગાળો એક વર્ષ

ખાલી જગ્યાઓ ની વિગતવાર માહિતી :

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે તેમાં કયા જિલ્લામાં કેટલી ખાલી જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે તેની વિગતવાર માહિતી નીચે કોષ્ટકમાં આપેલી છે.

ક્રમ સર્કલ ઓફિસનું નામ ખાલી જગ્યા
1 ભાવનગર22
2 મોરબી09
3જુનાગઢ12
4 બોટાદ07
5 સુરેન્દ્રનગર19
6 રાજકોટ ગ્રામ્ય 179
7 રાજકોટ શહેર136
8 અમરેલી30
9 પોરબંદર11
10 ભુજ93
11 અંજાર42
12 જામનગર108
કુલ 668

શૈક્ષણિક લાયકાત

પીજીવીસીએલ દ્વારા બહાર પાડવામાં આવેલ લાઈનમેન એપ્રેન્ટીસની આ તાલીમ માટે માન્યતા પ્રાપ્ત ઉદ્યોગિક તાલીમ સંસ્થામાંથી બે વર્ષનો રેગ્યુલર વાયરમેન અથવા ઇલેક્ટ્રિશિયન નો કોર્સ પાસ કરેલો હોય તેવા વિદ્યાર્થીઓ આ જગ્યા માટે અરજી કરી શકે છે તેમજ માનનીય બોર્ડમાંથી રેગ્યુલર મોડથી ધોરણ 10 પાસ કરેલ હોવું જરૂરી છે .

ઉંમર મર્યાદા

  • જાહેરાત ની તારીખ 14 8 2024 ની સ્થિતિએ ઉંમર મર્યાદા 18 વર્ષથી 25 વર્ષ
  • અનામત ઉમેદવારો ને સરકારશ્રીના નિયમો અનુસાર ઉપલી ઉંમર મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે

પગારધોરણ

  • સરકારશ્રીના ધારા ધોરણ અનુસાર

જરૂરી ડોક્યુમેન્ટ બે સેટમાં

  • તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ ચાર
  • તારા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર
  • જાતિ અંગેનો પ્રમાણપત્ર
  • તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો
  • આઈટીઆઈ ની માર્કશીટ
  • ફોટો આઈડી પ્રુફ

અરજી કેવી રીતે કરશો

ઈચ્છુક ઉમેદવારોએ ઓફિશિયલ જાહેર જાહેરાતમાં દર્શાવેલ જેતે જિલ્લાના નામ સામે દર્શાવેલા વર્તુળ કચેરી ખાતે શારીરિક ક્ષમતા ની કસોટી માટે નિયત તારીખે સમય સવારે 9:30 થી સાંજે પાંચ વાગ્યા સુધીમાં જે તે જિલ્લાના નામ સામે દર્શાવેલા વર્તુળ કચેરી ની સામે જણાવેલ સ્થળે હાજર રહેવાનું થશે

સિલેક્શન પ્રોસેસ

સારી રીતે ક્ષમતાની કસોટી સફળતાપૂર્વક પસાર કરનાર ઉમેદવારોની પસંદગી યાદી તેમના આઈ.ટી.આઈ ની પરીક્ષામાં મેળવેલા કુલ ગુણની ટકાવારીને આધારે તૈયાર કરવામાં આવશે.

અગત્યની સૂચના:

અરજી કરતા પહેલા કૃપા કરીને શૈક્ષણિક લાયકાત અનુભવ ઉંમરમાં છૂટછાટ જોબ પ્રોફાઈલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચીને જ અરજી કરવી. અહીં મૂકવામાં આવેલ તમામ જાણકારી અને આ લેખ માત્ર આપણે માહિતી મળે તે હેતુથી વિવિધ માધ્યમો માંથી માહિતી એકત્રિત કરીને મૂકવામાં આવેલ છે. વિગતવાર માહિતી વાંચવા માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશનને ડાઉનલોડ કરી અવશ્ય વાંચો.

અગત્યની લિંક

ઓફિસિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment