બમ્પર સરકારી ભરતી જાહેર: ધોરણ 10 પાસ થયેલા એ ગ્રેજ્યુએશન કરેલ તમામ લોકો માટે સરકારે નોકરી કરવાની ખૂબ મોટી તક આવી ગઈ છે. સરકારે નોકરી કરવા ઈચ્છતા ઉત્સુક ઉમેદવારો આ વિવિધ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરી શકે છે. આ તમામ પોસ્ટ માટે અલગ અલગ યોગ્યતાઓ નક્કી કરવામાં આવેલી છે. જો તમે પણ આ યોગ્યતા માં આવો છો તો તમે સરકારી નોકરી કરવા માટે અરજી કરી શકો છો. જો આ તમામ વિભાગની પોસ્ટને જોડવામાં આવે તો લગભગ 55 હજાર પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતીની તમામ વિગતવાર માહિતી નીચે મુજબ છે.
ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2024 : પોસ્ટ વિભાગમાં 35 હજાર ભરતી.
ભારતીય પોસ્ટ વિભાગમાં લગભગ 35000 પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે. અગત્યની વાત એ છે કે આ પોસ્ટ માટે એજ્યુકેશન માત્ર 10 પાસ હોય તે ઉમેદવારો પણ ઓનલાઇન અરજી કરી શકે છે. આ ઉપરાંત અડધી કરનાર ઉમેદવારને કમ્પ્યુટર ચલાવતા આવડવું હોવું જરૂરી છે ઉપરાંત તેને સાયકલ ચલાવતા પણ આવડતું હોવું જોઈએ. અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર 18 વર્ષથી 40 વર્ષની વચ્ચે હોવી જરૂરી. ઉમેદવારની પસંદગી મેરીટ ના આધારે કરવામાં આવશે. આ ભરતી માટે ઓનલાઇન અરજી હાલ શરૂ છે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15 જુલાઈ 2024 છે. આ પોસ્ટ માટે ઈચ્છા ધરાવતા ઉમેદવારો ઇન્ડિયન પોસ્ટ વિભાગની ઓફિસિયલ વેબસાઈટ indiapostgdsonline.gov.in પર જઈ ઓનલાઇન અરજી કરી શકે છે.
સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024 :
સ્ટાફ સિલેક્શન કમિશનર દ્વારા 8,326 પોસ્ટ માટે નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. ધોરણ 10 પાસ કરેલ લોકો પણ આ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરી શકે છે. આ પોસ્ટ માટે અરજી કરનાર ની ઉંમર 18 વર્ષથી 27 વર્ષ હોવી જરૂરી છે. આ ભરતી માટે ઉમેદવારે લેખિત પરીક્ષા પાસ કરવી પડશે. આ ઉપરાંત તેમની ફિઝિકલ. પસંદગી પામેલ ઉમેદવારને દર મહિને 18 થી બાવીસ હજાર સેલેરી મળવા પાત્ર થશે. આ ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારોએ સ્ટાફ સિલેક્શન કમિશનની ઓફિસિયલ વેબસાઈટ ssc.gov.in પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે. દરેક ઉમેદવારોએ ધ્યાનમાં રાખો કે આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 છે.
IBPS ભરતી 2024 : IBPS માં બમ્પર ભરતી જાહેર
ibps માં લગભગ 6,128 ખાલી જગ્યા માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. આ પોસ્ટ માટે અરજી કોઈપણ ડિગ્રીમાં ગ્રેજ્યુએશન કરેલ હોય તે ઉમેદવાર ઓનલાઇન અરજી કરી શકે છે. અગત્યની વાત એ છે કે આ પોસ્ટ માટે સેલેરી 19,900 થી લઈ 47,920 મહિનાના મળી શકે છે. આ પોસ્ટ માટે પસંદગી પ્રિલિમ્સ એક્ઝામ અને મેન એક્ઝામ ના મેરીટ આધારિત કરવામાં આવશે. આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર વધુમાં વધુ 27 વર્ષ હોવી જોઈએ. આ ભરતી માટે ઓનલાઇન અરજી 21 જુલાઈ 2024 સુધી કરી શકે છે. ઉમેદવારે ઓનલાઈન અરજી કરવા માટે ibps ની સત્તાવાર વેબસાઈટ ibpsonline.ibps.in પર જવાનું રહેશે.
HSSC JOB : HSSC માં મોટી ભરતી જાહેર
HSSC માં 6000 પોસ્ટ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. આ ભરતી માટે ઓનલાઇન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અરજી કરનાર ઉમેદવાર ના એજ્યુકેશનમાં ઓછામાં ઓછું ધોરણ 10 અથવા 12 પાસ હોવું જરૂરી છે. વધુમાં આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર 18 વર્ષથી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ પોસ્ટ માટે સિલેક્શન કોલિફાઇગ ટેસ્ટ અને સ્ક્રીન ટેસ્ટના આધારે કરવામાં આવશે. આ ભરતી માટે વિગતવાર માહિતી વાંચવા માટે ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ hssc.gov.in પર જવાનું થશે.
અગત્યની લિંક
ઇન્ડિયા પોસ્ટ GDS | ઓફિસિયલ વેબસાઈટ |
સ્ટાફ સિલેક્શન કમિશન | ઓફિસિયલ વેબસાઈટ |
IBPS ભરતી 2024 | ઓફિસિયલ વેબસાઈટ |
HSSC JOB | ઓફિસિયલ વેબસાઈટ |