WhatsApp ગ્રૂપમાં જોડાવો!

આંધી-ગાજવીજ-તોફાન….આ તારીખ મેધરાજા ગુજરાતમાં કરશે બેટિંગ, અંબાલાલની મોટી આગાહી.

Ambalal Patel Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં 10મી જૂનની આસપાસ ચોમાસું શરૂ થશે.

Ambalal Patel Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં 10મી જૂનની આસપાસ ચોમાસું શરૂ થશે. સાથે જ તેમણે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ કચ્છમાં આંધી આવી શકે છે.

ભારેથી અતિભારે વરસાદની આગાહી

અંબાલાલ પટેલે કહ્યું કે, ગુજરાતમાં 10મી જૂનની આસપાસ ચોમાસું શરૂ થશે. અંબાલાલના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ કચ્છમાં આંધી આવી શકે છે. અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહને લઈને મહત્ત્વની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને આગામી સાત દિવસના ગુજરાતના હવામાન અંગેની આગાહીમાં જણાવવામાં આવ્યુ છે. આ તરફ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલની આગાહી મુજબ દરિયા કિનારાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. અરબ સાગરમાં 10 થી 12 જૂન દરમિયાન લો પ્રેશર બનશે અને 12 જૂન સુધી દક્ષિણ- મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે કેટલીક જગ્યાએ વરસાદની આગાહી છે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી શકે. આજે 6 જૂને દાહોદ, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં આગાહી છે. 7 જૂને દાહોદ, છોટા ઉદેપુર, વલસાડ, તાપી, નર્મદામાં આગાહી છે. 8 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલમાં આગાહી છે. તો દાહોદ,નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં પણ આગાહી છે. 9 જૂન 11 જૂને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment