WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ITI એડમિશન 2024 શરૂ : ગુજરાતમાં આઈટીઆઈ માં એડમિશન ફોર્મ ભરવાનું શરૂ, આવી રીતે કરો ઓનલાઇન રજીસ્ટ્રેશન.

ITI એડમિશન 2024 : ગુજરાત રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12 નું પરિણામ જાહેર થતા ની સાથે જ વર્ષ 2024 25 માટે આઈ.ટી.આઈ માં એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે. જે વિદ્યાર્થી મિત્રો આઈ.ટી.આઈ માં એડમિશન લેવા ઇચ્છતા હોય તેમણે 13 જૂન સુધીમાં ઓફિસિયલ વેબસાઈટ મારફતે ઓનલાઈનના રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આઈ.ટી.આઈ એડમિશન 2024 લગત તમામ માહિતી અહીં મૂકવામાં આવેલી છે.

ITI એડમિશન 2024

જો તમે આઈટીઆઈમાં એડમિશનને લેવા ઇચ્છતા હોવ તો તમારે ઓફિશિયલ વેબસાઈટ પર જઈ 13 જુન 2024 સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. આઈ.ટી.આઈ એડમિશન 2024 માટે ઓનલાઇન અરજી કરતી વખતે કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની માહિતી નીચે મૂકવામાં આવેલી છે આ ઉપરાંત આ અરજી ફોર્મ ભરવા માટે તમારે ₹50 ની ફી ઓનલાઈન ચૂકવવાની રહેશે જે રિફંડડેબલ નથી.

એડમિશન માટે પાત્રતાના નિયમો

જે વિદ્યાર્થી મિત્રો iti માં એડમિશન મેળવવા ઈચ્છે છે તેઓ આઈ.ટી.આઈ ના વિવિધ કોર્ષો માંથી રસ હોય તે પસંદ કરવાની રેસે પરંતુ તે પહેલા તમારે નીચે મુજબની પાત્રતા ચકાસવી પડશે.

  • વિદ્યાર્થીએ ધોરણ 10 પાસ કરેલો હોવું જરૂરી છે
  • વિદ્યાર્થીની ઉંમર ઓછામાં ઓછી 14 વર્ષની હોવી જરૂરી છે
  • વિદ્યાર્થી પાસે ડોમીસાયેલ સર્ટી હોવું જરૂરી છે.

એડમિશન માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જરૂરી છે

જો તમારે આઈ.ટી.આઈ માં વર્ષ 2024 25 માટે એડમિશન મેળવવું હોય તો તમારી પાસે નીચે મુજબના ડોક્યુમેન્ટ હોવા જોઈએ.

  • ધોરણ 10 ની માર્કશીટ
  • જાતિ અંગેનું પ્રમાણપત્ર
  • વિદ્યાર્થીનું આધાર કાર્ડ
  • નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ
  • શાળા છોડિયા અંગેનું પ્રમાણપત્ર
  • જો ઉમેદવાર દિવ્યાંગ હોય તો તે અંગેનું પ્રમાણપત્ર
  • આવકનો દાખલો
  • હાલ ચાલુ હોય તેવા મોબાઈલ નંબર
  • તાજેતરના બે પાસપોર્ટ સાઇઝના ફોટા

આ રીતે કરો ઓનલાઇન અરજી

જે વિદ્યાર્થી મિત્રોએ આઇટીઆઇમાં એડમિશન મેળવવું હોય તેમણે 13 જૂન સુધી નીચે મુજબની પ્રક્રિયા કરી ઓફિસિયલ વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

  1. સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ https://itiadmission.gujarat.gov.in/ પર જવું
  2. હોમ પેજ પર આઈટીઆઈ એડમિશન 2024 25 apply પર ક્લિક કરો
  3. આઈટીઆઈ એડમિશન ફોર્મ ખુલશે તેમાં ભાષા પસંદ કરો અને માગવામાં આવેલ જરૂરી તમામ માહિતી ભરો.
  4. જો તમારી પાસે યુનિક આઈડી નંબર છે તો તેને દાખલ કરીને ગેટ ડીટેલ બટન પર ક્લિક કરશો તો તમારી સંપૂર્ણ માહિતી ઓટોમેટીક ભરાઈ જશે
  5. ત્યારબાદ તમામ વિગતો દાખલ કરીને શૈક્ષણિક લાયકાત અંગેની વિગતો ભરો
  6. ત્યારબાદ છેલ્લે તમને એક રજીસ્ટ્રેશન નંબર મળશે જેને સેવ કરી અને તેના આધારે ફરીથી તમે આ પોર્ટલ પર લોગીન થઈ તમારી જરૂરી માગ્યા મુજબના દસ્તાવેજ અપલોડ કરી શકો છો.
  7. તમારો અરજી ફોર્મની તમામ વિગતો દાખલ કરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ફોર્મને કન્ફર્મ કરો.
  8. છેલ્લે રજીસ્ટ્રેશન ફ્રી અંગેનું ઓપ્શન દેખાશે જેમાં તમે ઓનલાઇન માધ્યમથી ફી ભરીને તમારું એડમિશન ફોર્મ સંપૂર્ણ રીતે સબમિટ કરી શકો છો.

અગત્યની લીંક

ઓનલાઇન એડમિશન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment