WhatsApp ગ્રૂપમાં જોડાવો!

BA, Bcom, Bsc, Bed એડમિશન 2024 અંગે અગત્યની સૂચના, ધોરણ 12 ના પરિણામ બાદ બે અઠવાડિયા સુધી કરી શકાશે ઓનલાઇન નોંધણી. જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ.

BA, Bcom, Bsc, Bed એડમિશન 2024 : GCAS રજીસ્ટ્રેશન પ્રક્રિયા બીએ બીએસસી બીકોમ બી.એડ 2024 અંગે સરકારશ્રી દ્વારા 19 માર્ચ 2024 ના રોજ એક પરિપત્ર જાહેર કરી અગત્યની સૂચનાઓ બહાર પાડવામાં આવેલી છે જેમાં જણાવ્યા અનુસાર ધોરણ 12 પાસ ના રીઝલ્ટ આવ્યા બાદ બે અઠવાડિયા સુધી ઓફિસિયલ વેબસાઈટ https://gcas.gujgov.edu.in/ પર ઓનલાઇન નોંધણી કરવાની રહેશે જે વિદ્યાર્થીઓ ધોરણ 12 પાસ બાદ બીએ બીકોમ બીએસસી કરવા ઈચ્છતા હોય તેવા તમામ વિદ્યાર્થી ઓએ આ પોર્ટલ પર જઈ પોતાની ઓનલાઈન નોંધણી કરવાની રહેશે.

GCAS હોટલ પર નોંધણી એક એપ્રિલ 2024 થી શરૂ થશે અને ધોરણ 12 નું પરિણામ આવ્યા ના બે અઠવાડિયા સુધી ઓનલાઇન નોંધણી પ્રક્રિયા શરૂ રહેશે.

વિદ્યાર્થીએ ઓનલાઇન નોંધણી કેવી રીતે કરવી

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://gcas.gujgov.edu.in/ પર જવું
  • પોતાના સ્માર્ટફોન અથવા કમ્પ્યુટર કે લેપટોપ દ્વારા આ વેબસાઈટ ઓપન કરી શકાય છે ( જો પોતાની રીતે ન ફાવે તો કોઈ પણ સાયબર કાફેમાં જઈ આ વેબસાઈટ દ્વારા ઓનલાઈન નોંધણી કરાવવી )
  • વેબસાઈટ પર જઈ અપ્લાય નાવ નો વિકલ્પ શોધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું.
  • જરૂરી વ્યક્તિગત વીગતો સાથે ઓનલાઇન નોંધણી ફોર્મ ભરવું.
  • વ્યક્તિગત માહિતી જેમાં નામ, સર્ટીફીકેટ, મોબાઈલ નંબર વગેરે જેવી મૂળભૂત માહિતી દર્શાવવાની હશે તે તમામ ભરો
  • માહિતી ભરાઈ ગયા બાદ ફાઈનલ સબમિટ બટન પર ક્લિક કરો
  • રજીસ્ટર્ડ ઈમેલ આઇડી અને મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે
  • ઉમેદવારે આઈડી બનાવવું
  • ઇમેલ આઇડી અને મોબાઈલ નંબર પર યુઝરનેમ અને પાસવર્ડ મોકલવામાં આવશે
  • ઉમેદવારનું રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ તેમણે પોતાનો પાસવર્ડ તાત્કાલિક બદલવો
  • નોંધ : રજીસ્ટ્રેશન કર્યા પછી ઉમેદવારનો પોતાનો ખાસ આઈડી વેબસાઈટ પર બનાવવામાં આવશે લોગીન કરતી વખતે પોતાનો આ યુઝરનેમ અને પાસવર્ડ નો ઉપયોગ કરવાનો રહેશે જેથી આ યુઝરનેમ અને પાસવર્ડને કાયમી માટે સાચવીને રાખો.

અગત્યની લીંક

GCAS ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો
રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની ગાઈડલાઈન મેળવવા માટે અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો

ખાસ નોંધ : ધોરણ 12 પાસ કરેલ જે વિદ્યાર્થીઓ કોલેજમાં બી.એ, બી.કોમ, બીએસસી માં એડમિશન મેળવવા ઇચ્છતા હોય તેઓએ ધોરણ 12 નું પરિણામ જાહેર થયાના 2 અઠવાડિયાની અંદર પોતાનુ રજીસ્ટ્રેશન આ વેબસાઈટ પર ફરજિયાત કરવાનું રહેશે. આ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન માત્ર પરિણામ જાહેર થયાના બે અઠવાડિયા સુધી જ કરી શકાશે ત્યારબાદ આ પ્રક્રિયાને બંધ કરવામાં આવશે.

માહિતી સારી લાગે તો આગળ શેર કરવાનું ભૂલશો નહીં.

Leave a Comment