ગુજરાત હાઇકોર્ટ ભરતી 2024 : સરકારી નોકરીની વધુ એક જોરદાર ઓફર આવી છે. જો તમે સરકારી નોકરીની રાહ જોઈને બેઠા હોવ તો આ તક તમારા માટે ખૂબ મોટી સાબિત થઈ શકે તેમ છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા સ્ટેનોગ્રાફર અને ટ્રાન્સલેટર માટે મોટી જગ્યાઓ બહાર પડી છે. આ જગ્યા માટે ગ્રેજ્યુએટ ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ પર જઈ ઉમેદવારો અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી કરવાની ડાયરેક્ટ link અહીં મૂકવામાં આવેલી છે. આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવાર ની ઉંમર 18 વર્ષથી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ગુજરાત હાઇકોર્ટ ભરતી 2024ની વધુ માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, અરજી ફી અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેમ જ ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે વગેરે નીચે મુજબ છે.
ગુજરાત હાઇકોર્ટ ભરતી 2024
ભરતી સંસ્થા | ગુજરાત હાઇકોર્ટ |
પોસ્ટ | સ્ટેનોગ્રાફર અને ટ્રાન્સલેટર |
ખાલી જગ્યા | 250 |
અરજી પ્રકાર | ઓનલાઇન |
અરજી કરવાની તારીખ | 06 મે 2024 થી 26 મે 2024 |
ઓફિસિયલ વેબસાઈટ | www.gujarathighcourt.nic.in |
250 જગ્યાઓ પર થશે ભરતી.
ગુજરાતમાં હાઇકોર્ટમાં સ્ટેનોગ્રાફર અને ટ્રાન્સલેટર ની જગ્યા ભરવાની છે, જેમાં કુલ 244 સ્ટેનોગ્રાફર અને 16 ટ્રાન્સલેટરની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. તેથી જો તમે આ સરકારી નોકરી માટે અરજી કરવા ઈચ્છતા હોવ તો તમારે સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ગુજરાત હાઇકોર્ટ ભરતી 2024 વધુ માહિતી માટે સતાવાર વેબસાઈટ www.gujarathighcourt.nic.in અથવા ojas વેબસાઈટ પર જવું.
અગત્યની તારીખ
ઓનલાઇન અરજી પ્રક્રિયા 6 મે 2024 થી શરૂ થઈ ગયેલ છે, જ્યારે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 26 મે 2024 છે.
અરજી ફી
ગુજરાત હાઇકોર્ટ ભરતી 2024 ની બંને પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી ફી ચૂકવવાની રહેશે જેમાં.
અનામત વર્ગના ઉમેદવારો | 750 રૂપિયા અરજી ફી |
અન્ય કેટેગરીના ઉમેદવારો | 1500 રૂપિયા અરજી ફી |
શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા.
અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુ ( ક્લાસ 2 ): કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. અંગ્રેજી શોર્ટ હેન્ડ માં 120 વર્ડ પર મિનિટ કમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ.
વય મર્યાદા : 21 વર્ષથી 40 વર્ષ સુધી
અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુ ( ક્લાસ 3 ): કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. અંગ્રેજી શોર્ટ હેન્ડમાં 100 વર્ડ પર મિનિટની ઝડપ કમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ.
વય મર્યાદા : 21 વર્ષથી 35 વર્ષ સુધી.
ટ્રાન્સલેટર માટે કોમ્પ્યુટર જ્ઞાનનું સર્ટી રજૂ કરવું પડશે.
કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી ગ્રેજ્યુએશન ની ડિગ્રી મેળવનાર ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકશે. સરકાર માન્ય કમ્પ્યુટરના જ્ઞાનને લગતું સર્ટિફિકેટ પણ હોવું જરૂરી છે.
વય મર્યાદા : 26 મે 2024 ના રોજ 18 વર્ષથી 35 વર્ષ સુધી.
આ રીતે લેવાશે ટેસ્ટ
ટ્રાન્સલેટર માટે 100 માર્કસના એમસીક્યુ, 100 માર્કની ટ્રાન્સલેશન, 50 માર્કના વાઇવા વોઇસ લેવાશે જ્યારે કે સ્ટેનોગ્રાફર માટે 100 માર્કસનો એલિમિનેશન ટેસ્ટ 100 માર્કની ટ્રાન્સલેશન ટેસ્ટ અને 50 માર્કની વાયવા વોઇસ ટેસ્ટ લેવામાં આવશે.
કેવી રીતે કરવી અરજી
લાયકાત ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
અગત્યની લીંક
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ : અમારો એકમાત્ર ઉદ્દેશ્ય તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે, અહીં મૂકવામાં આવેલ માહિતીમાં કાંઈ ફેરફાર પણ હોઈ શકે છે. જેથી ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરતાં પહેલાં સત્તાવાર વેબસાઈટની વિઝીટ જરૂરથી કરવી અને આપેલ તમામ સૂચનાઓને ધ્યાનપૂર્વક વાંચવી.
બીજી વિનંતી : માહિતી સારી લાગે તો આગળ શેર કરવાનું ભૂલશો નહીં
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ
26-05-2024