WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ગુજરાતમાં આંધી તોફાન સાથે વરસાદની અંબાલાલ પટેલ ની આગાહી, જાણો ક્યાં ક્યાં વિસ્તારો આવશે લપેટામાં.

આંધી તોફાન સાથે વરસાદની આગાહી : હવામાન વિભાગ નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીમાં શેકાતી ગુજરાતની જનતા માટે ટાઢક આપનારી આગાહી કરી છે. તેઓના કહેવા અનુસાર ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની તૈયારી છે.

ગુજરાતમાં પડશે વરસાદ

અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં પ્રિમોન્સ એક્ટિવિટીને લઈને ચાર જૂન સુધીમાં વરસાદ થશે. વલસાડ ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

મધ્ય ગુજરાતમાં પણ વરસાદની સંભાવના

અંબાલાલે કહ્યું છે કે માત્ર દક્ષિણ ગુજરાતમાં જ નહીં પરંતુ મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો જેમકે આણંદ વડોદરા નડિયાદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે. આ સાથે જ તેમણે ધંધુકા ભાવનગર તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરે છે. તેમના કહેવા અનુસાર પંચમહાલ અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે.

આંધી વંટોળ સાથે વરસાદ ત્રાટકવાની આગાહી

અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર 4 જૂન સુધીમાં રાજ્યમાં આંધી વંટોળ સાથે વરસાદ ત્રાટકવાની આગાહી કરી છે. તેમના કહેવા અનુસાર રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારું રહેશે. સાથે સાથે તેમણે જણાવ્યું છે કે સવા મહિના પછી રાજ્યમાં સારો વરસાદ થશે. મધ્ય ગુજરાતમાં પણ તેમણે ચાર જૂન સુધીમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે તેવું જણાવ્યું છે.

અગત્યની લિંક

ચોમાસામાં વરસાદની સ્થિતિ લાઈવ જોવા માટે મોસમ એપ ડાઉનલોડ કરો અહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment