WhatsApp ગ્રૂપમાં જોડાવો!

આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ અંગેની જાહેરાત વર્ષ 2024-25

આદર્શ નિવાસી શાળા પ્રવેશ જાહેરાત 2024: સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, વિચરતી વિમુક્તિ જાતિ,અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક કક્ષામાં વધુ સારું શિક્ષણ મળી શકે તે ઉમદા હેતુથી ગુજરાત રાજ્યમાં 33 આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ આપવા અંગેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. આદર્શ નિવાસી શાળાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષ 2024 25 માટે ધોરણ નવ થી 12 માં પ્રવેશ મેળવવા ઈચ્છતા નવા વિદ્યાર્થી ઓએ સરકારશ્રીએ ઠરાવેલ માપદંડો અને પાત્રતા ધરાવતા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ પાસેથી પ્રવેશ માટે સત્તાવાર વેબસાઈટ પર તારીખ 8 5 2024 થી તારીખ 7 6 2024 સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓએ આ સત્તાવાર વેબસાઈટ પર જઈ સમય મર્યાદા ની અંદર પોતાની અરજી ઓનલાઇન કરવાની રહેશે. આદર્શ નિવાસી શાળા પ્રવેશ 2024 અંગે વિગતવાર માહિતી જેમકે પાત્રતાના નિયમો કોણ અરજી કરી શકે અરજી કરવાની અગત્યની તારીખ કેટલી સીટ અનામત રહેશે વગેરે તમામ માહિતી માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

આદર્શ નિવાસી શાળા પ્રવેશ જાહેરાત 2024

પોસ્ટ ટાઈટલઆદર્શ નિવાસી શાળા પ્રવેશ જાહેરાત 2024
પ્રવેશ ધોરણ 9 થી 12 માં ફ્રી પ્રવેશ
હેતુ તેજસ્વી વિદ્યાર્થીઓને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક કક્ષામાં વધુ સારું શિક્ષણ મળી શકે તે ઉમદા હેતુથી ગુજરાત રાજ્યમાં 33 આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ આપવા આવે છે
લાભાર્થીઓસામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, વિચરતી વિમુક્તિ જાતિ,અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ
ઓનલાઇન અરજી કરવાની તારીખ 8/5/2024 થી 7/6/2024
વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/

કોણ અરજી કરી શકે?

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, વિચરતી વિમુક્તિ જાતિ,અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ

કૌટુંબિક આવક મર્યાદા

કૌટુંબીક વાર્ષિક આવક મર્યાદા 6 લાખથી ઓછી હોવી જોઈએ.

જરૂરી ડોક્યુમેન્ટ

  1. શૈક્ષણિક લાયકાત મુજબની માર્કશીટ
  2. જાતિ અંગેનું પ્રમાણપત્ર
  3. આવક અંગે નો દાખલો
  4. બેંકની પાસબુક
  5. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
  6. પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  7. સહી નો નમુનો
  8. આધારકાર્ડ

ઓનલાઇન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ પર જવું
  • આદર્શ નિવાસી શાળા જાહેરાત 2024-25 પર ક્લિક કરવું
  • જરૂરી તમામ વિગતો ભરવી
  • જરૂરી તમામ ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરવા
  • ઓનલાઇન અરજી ભરાઈ ગયા બાદ સેવ બટન પર ક્લિક કરી તેની પ્રિન્ટ મેળવવી.
  • ઓનલાઇન અરજીઓનલાઇન અરજી કરેલા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીએ ઓનલાઇન અરજીની કોપી અને અપલોડ કરેલ ડોક્યુમેન્ટ ની હાર્ડ કોપી જે તે જિલ્લાની આદર્શ નિવાસી શાળા અથવા જિલ્લા નાયબ નિયામક શ્રી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીની કચેરીમાં જમા કરાવવાની રહેશે
  • હાર્ડ કોપી જમા કરાવતી વખતે અસલ પ્રમાણપત્રો પણ સાથે લઈ જવાના રહેશે
  • આ કામગીરી વિદ્યાર્થીએ અરજી કરી અરજી મોડામાં મોડી તારીખ 9 જૂન 2024 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે
  • હાર્ડ કોપી જમા ન કરાવનાર ની અરજી ના મંજૂર મંજૂરી પ્રક્રિયામાં કે મેરીટ માં ધ્યાને લેવામાં આવશે નહીં તેની તકેદારી રાખવી

આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ અંગેની જાહેરાત વર્ષ 2024 – 25

ઓનલાઇન અરજી કરવા માટે અગત્યની તારીખો

અરજી શરૂ થયા તારીખ8/5/2024
અરજી કરવાની અંતિમ તારીખ7/6/2024

અરજી કરવા માટે અગત્યની લીંક

સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment