RPF Recruiment 2024: રેલવે ભરતી બોર્ડ દ્વારા રેલવે સુરક્ષા દળ અને રેલવે સુરક્ષા વિશેષ દળમાં સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલના પદો માટે ભરતી ની જાહેરાત બહાર પાડી છે. રેલ્વેમાં પોલીસની નોકરી કરવા ઈચ્છતા તમે ઉમેદવારો સુધી આ માહિતી વધુને વધુ આગળ શેર કરો. રેલવે ભરતી માં રસ ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી 15 એપ્રિલ 2024 થી 14 મે 2024 સુધી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવા માટેની ઓફિસિયલ વેબસાઈટ ની લીંક નીચે મૂકવામાં આવેલી છે આ ઉપરાંત તમે રેલવે ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરી શકો છો. રેલવે ભરતી બોર્ડની આ ભરતી પ્રક્રિયાની વધુ માહિતી જેમકે ઉમર મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ખાલી જગ્યાઓની માહિતી, અને ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી નીચે મૂકવામાં આવેલી છે. આ ઉપરાંત આ ભરતી લાગત તમામ નવીનતમ અપડેટ ડેઇલી મેળવવા માટે અમારી વેબસાઈટને નિયમિત મુલાકાત લેવાનું રાખો.
RPF Recruiment 2024
ભરતી સંસ્થા | ભારતીય રેલવે |
પોસ્ટ | રેલવે પીએસઆઇ અને કોસ્ટેબલ |
જગ્યા | 4660 |
અરજી શરૂ થયા તારીખ | 15 એપ્રિલ 2024 |
અંતિમ તારીખ | 14 મે 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://rpf.indianrailways.gov.in |
શૈક્ષણિક લાયકાત
રેલવે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને કોસ્ટેબલની જગ્યાઓ માટે અનુક્રમે શૈક્ષણિક લાયકાત કોઈપણ શાખામાં ગ્રેજ્યુએટ અને ધોરણ 10 પાસ કરેલ હોવા જરૂરી છે. એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટે ગ્રેજ્યુએટ અને કોન્સ્ટેબલની પોસ્ટ માટે જરૂરી લાયક ધોરણ 10 પાસે નક્કી કરવામાં આવેલું છે.
પગાર ધોરણ
આ ભરતી અભિયાન હેઠળ કુલ 4660 પદ પર ભરતી કરવામાં આવનાર છે તેમાં 4208 ભરતી કોન્સ્ટેબલની અને 452 જગ્યા પીએસઆઇ ની છે. આ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારની પસંદગી થયા બાદ તેમને નીચે મુજબનો પગાર મળવાપાત્ર થશે.
- સબ ઇન્સ્પેક્ટર ને ₹35400
- કોન્સ્ટેબલને રૂપિયા 21,700
ઉમર મર્યાદા
કોન્સ્ટેબલ માટે વયમર્યાદા 18 વર્ષથી 28 વર્ષ જ્યારે ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટે ઉંમર મર્યાદા 20 વર્ષથી 28 વર્ષ નક્કી કરવામાં આવેલી છે અને અનામત વર્ગના ઉમેદવારોને સરકારશ્રીના નિયમ અનુસાર ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.
અરજી ફી
અરજી ફી વિશે વાત કરવામાં આવે તો જનરલ કેટેગરીના ઉમેદવારો ઓબીસી કેટેગરીના ઉમેદવારો એ ડબલ્યુ એસ કેટેગરીના ઉમેદવારોએ ₹500 ની અરજી ફી ચૂકવવાની રહેશે જ્યારે તમામ કેટેગરીની મહિલા ઉમેદવારો માટે 250 રૂપિયા ફી નક્કી કરવામાં આવેલી છે અને અરજી ફોર્મ માં ફેરફાર કરવા માટે 250 રૂપિયા પણ ચૂકવવા પડશે અરજી ફી ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અને નેટબેન્કિંગ તેમજ યુપીઆઈ દ્વારા ચૂકવણી ઓનલાઇન માધ્યમથી કરવાની રહેશે.
અગત્યની લિંક
ઓફિસિયલ નોટિફિકેશન pdf | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
FAQs
RPF Recruiment 2024 મા કુલ કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે?
4660 જગ્યાઓ પર
RPF Recruiment 2024 માં લાયક ઉમેદવાર ઓનલાઇન અરજી કેવી રીતે કરી શકે છે?
લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી કરી શકે છે.
RPF Recruiment 2024 માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
14/05/2024