GSSSB Cleark Recruiment latest update: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક સહિત જુદા જુદા પદો પર ભરતીનું આયોજન કરેલું હતું, જેમાં લાખો ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરેલી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ ભરતી માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે. અને આ પરીક્ષા કુલ 19 દિવસ સુધી ચાલશે.
આગામી એપ્રિલ માસમાં ગૌણ સેવા વર્ગ ત્રણ અને 5554 જગ્યાઓ માટે 19 દિવસ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પેલી એપ્રિલથી આઠની ને સુધી પ્રિલીમીન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે વેબસાઈટ પર પરીક્ષાની તારીખ સહિતની વિગતો જાહેર કરવામાં આવશે. ગુજરાત ભરમાં કુલ પાંચ લાખ 17 હજાર ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરેલી છે. 17 પ્રકારની વિવિધ પોસ્ટ માટે ગ્રુપ એ અને બી ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે.
આ ભરતી ગુજરાત રાજ્યના જુદા જુદા 11 જિલ્લાના 55 સેન્ટર ઉપર ડેલીના 1200 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષાના નિયમો વિશે જાણીએ તો માઇનસ પદ્ધતિ રાખવામાં આવશે જેમાં 0.25 નેગેટિવ માર્કિંગ થશે. પરીક્ષા કુલ 100 માર્કસની હશે અને ઓનલાઈન માધ્યમથી લેવામાં આવશે. આ મહિનામાં જાહેર રજા ના દિવસોમાં પરીક્ષા નું આયોજન કરવામાં આવે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. કોલ લેટર ડાઉનલોડ થવાની વાત કરીએ તો 21 માર્ચ થી ઉમેદવારો ઓનલાઇન કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ની આ ભરતીમાં અરજી કરેલ ઉમેદવારોમાં મહિલા ઉમેદવારો અને દિવ્યાંગોને પોતાના વતનના જે તે જિલ્લામાં નજીકના પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપવાનો થાય તેવી સુવિધા કરવામાં આવી છે. આ પરીક્ષા રાબેતા મુજબ ચાલુ રહેશે તેમાં કોઈ પ્રકારની આચારસંહિતા લાગુ કરવામાં આવશે નહીં. પ્રથમ કમ્પ્યુટર બેઝ પરીક્ષા લેવામાં આવશે. આ ભરતીને લઈને વિગતવાર માહિતીની અપડેટ આજરોજ ઓફિસિયલ વેબસાઈટ પર મુકાશે.
ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્રમાં ઓરીજનલ આધાર કાર્ડ સાથે લઈ જવાનો રહેશે. પરીક્ષા સ્થળ પર 15 મિનિટ પહેલા પહોંચવાનો રહેશે. ઉમેદવારોએ પોતાની સાથે કોઈ જાતની ઇલેક્ટ્રીક વસ્તુ લઈ જવાનું રહેશે નહીં. પરીક્ષા ચાર શિફ્ટમાં લેવામાં આવશે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીમાં સ્ક્રિનિંગ ની પરીક્ષા સમાપ્ત થયા પછી પ્રોવિઝનલ આન્સર કી ઓફિસિયલ વેબસાઈટ પર મુકાશે. જે ઉમેદવારો એ બંને ગ્રુપો પસંદ કરેલ હશે તેવો બંને પરીક્ષા આપી શકશે. શેના માટે અલગ અલગ સુવિધા અને આયોજન કરવામાં આવ્યું છે. આવનાર ઓગસ્ટ મહિના સુધી આ ભરતીની છેલ્લી પરીક્ષા પૂર્ણ થાય તે મુજબનું આયોજન છે.
મહત્વની લીંક
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |