આજે ગુજરાતના 22 જિલ્લાઓમાં વરસાદની આગાહી: વહેલી સવારે માવઠાયે કચ્છને ભમરોડ્યું આજે ગુજરાતના 22 જિલ્લાઓ પર અણધારી આફત.
આજે ગુજરાતના 22 જિલ્લામાં માવઠાની આગાહી છે. આ સાથે જ ગાજવીજ અને તે જ પવન સાથે સામાન્ય વરસાદ થઈ શકે છે. માવઠાની આગાહી વચ્ચે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છમાં વરસાદી ઝાપટા પડ્યા છે. વહેલી સવારથી કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. મુન્દ્રા અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સાથે સાથે કામે વરસાદના કારણે પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે.
બીજી તરફ આજે સવારે 10 વાગ્યા થી ચાર જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા અરવલ્લી જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
અહીં નોંધનીય છે કે ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી છે. હવામાન વિભાગની વરસાદની આગાહીને લઈ ગુજરાતના આજે 22 જિલ્લામાં વરસાદી માહોલ રહેશે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજે આગાહી છે. કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠો થઈ શકે છે. મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે વરસી શકે છે વરસાદ. સાથે ગાજવીજ અને તેજ પવન સાથે સામાન્ય વરસાદ થઈ શકે છે. જે પવનની ગતિ 30 થી 40 કિલોમીટરની ઝડપે હુકાય તેવી શક્યતાઓ છે.
આજે 22 જિલ્લામાં વરસાદની આગાહી છે જેમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં માવઠું થઈ શકે છે ઉપરાંત વડોદરા છોટાઉદેપુર મોરબી સુરેન્દ્રનગર રાજકોટમાં માવઠો થઈ શકે છે કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર બે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે તેથી બે દિવસની વરસાદની આગાહી કરાઈ છે. સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે આ સાથે જ થન્ડરસ્ટોમ એક્ટિવિટી થશે અને 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.
અગત્યની લીંક
હવામાન વિભાગ ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |