Vanatara Rescue Center: વનતારા રેસ્ક્યુ સેન્ટર: જામનગરમાં રિલાયન્સ એ ઊભું કરેલ વન તારા રેસ્ક્યુ સેન્ટર આખરે છે શું? મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ જણાવી વનતારા વિશે ખાસ વાતો, જાણો સંપૂર્ણ માહિતી.
Vanatara Rescue Center: ગુજરાતના જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના પ્રિ વેડિંગ સેરેમની ની તૈયારીઓ ચાલી રહી છે. અંબાણી પરિવાર પ્રી-વેડિંગ સેરેમની ને લઈને ખૂબ જ ઉત્સાહિત જ છે. જ્યારે આ તરફ પ્રિ વેડિંગ સેરેમની પહેલા અનંત અંબાણીએ એક અલગ જ રૂપમાં જંગલી પ્રાણીઓ પ્રત્યેના તેમના પ્રેમ અને તેમના સંરક્ષણ માટે થઈ રહેલા તેમના કામ વિશે ખાસ ચર્ચા કરી છે.
વનતારા રેસ્ક્યુ સેન્ટર વિશે
અનંત અંબાણીએ જંગલી પ્રાણીઓ માટે સ્થાપિત વન તારા વિશે જણાવ્યું છે કે વિશ્વનું સૌથી મોટું રેસ્ક્યુ સેન્ટર છે. વન્યજીવોના સંરક્ષણ વિશે વાત કરતા અનંત અંબાણીએ કહ્યું કે આ મારો પેશન છે. અવાજ વિનાની સેવા એ સૌથી મોટી સેવા છે. મને મારી માતા પાસેથી મળ્યો છે.
હું જેટલો મુંબઈનો છું તેટલો જ જામનગર નો છું: અનંત અંબાણીએ કહ્યું.
મુંબઈ છોડીને જામનગર આવવાના પ્રશ્ન પર અનંત અંબાણી કહે છે કે હું જેટલો મુંબઈનો છું તેટલો જ હું જામનગરનો છું. ધીરુભાઈ અંબાણીએ જે જામનગરમાં રિફાઇનરી નું સપનું જોયું હતું અને મુકેશ અંબાણીએ આ સપનાને પૂરું કર્યું છે. અને આજે વિશ્વની સૌથી મોટી રિફાઇનરી જામનગરમાં આવેલી છે. આ સાથે જ અનંત અંબાણીએ કહ્યું કે મારી માતા નીતા અંબાણીએ જામનગરમાં એક હજાર એકરનું જંગલ બનાવ્યું હતું 1995 થી નીતા અંબાણીએ ખૂબ જ મહેનત કરી અને આ જંગલ તૈયાર કરાવ્યો છે. નીતા અંબાણીએ જામનગરમાં ટાઉનશીપ બનાવી છે. અહીં તેમણે 8.5 કરોડ વૃક્ષો વાવ્યા છે. અને આજે જામનગરમાં વિશ્વનો સૌથી મોટો કેરીનો બગીચો આવેલો છે.
કોવીડ સમયગાળા દરમિયાન બનાવાયું વનતારા રેસ્ક્યુ સેન્ટર
અનંત અંબાણીએ જણાવ્યું હતું કે તેમણે કોબીડ સમયગાળા દરમિયાન જંગલી પ્રાણીઓ માટે બચાવ કેન્દ્ર શરૂ કર્યો હતો. જ્યારે કોરોના ચરમ સીમા પર હતો ત્યારે તેમણે 600 એકરમાં જંગલ બનાવ્યું છે. તેમણે કહ્યું કે અમે હાથીઓ માટે એક સંપૂર્ણ બચાવ કેન્દ્ર બનાવ્યું છે, જ્યાં અમે વર્ષ 2008માં પ્રથમ હાથીને બચાવ્યો હતો. અનંત અંબાણીએ જણાવ્યું હતું કે ગ્રીન્સ ઝોલોજિકલ રેસ્ક્યુ સેન્ટર વર્ષ 2020 માં શરૂ થયું હતું.
આ સાથે જ અનંત અંબાણીએ કહ્યું હતું કે ગ્રીન્સ ઝોલોજીકલ રિસર્ચ એન્ડ રેસ્ક્યુ સેન્ટર માટે કુલ 3000 લોકો અમારી સાથે કામ કરી રહ્યા છે. જેમાં લગભગ 20 30 સ્થળાંતર કરનારાઓ છે, આ બધા લોકો આ કેન્દ્રમાં શિક્ષકો અથવા પ્રોફેસરની ભૂમિકા ભજવે છે. આ બચાવ કેન્દ્રમાં રોજગારનું વર્ણન કરતાં અનંત અંબાણી જણાવે છે કે અહીં અમે એવા લોકોને નોકરીએ રાખીએ છીએ કે જેઓ વેટરનરીમાં ગ્રેજ્યુએટ દીકરી ધરાવતા હોય. આ ઉપરાંત અમારી પાસે સારા ડોક્ટરોની પણ ટીમ છે જેવો પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ ભાવુક છે.
મહત્વની લીંક
વધુ માહિતી વાંચવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |