WhatsApp ગ્રૂપમાં જોડાવો!

PM SVANidhi yojna 2024: પીએમ સ્વનિધિ લોન યોજના, ગેરેન્ટી વગર 50 હજાર રૂપિયાની લોન મેળવો, જાણો સંપૂર્ણ પ્રોસેસ.

PM SVANidhi: પીએમ સ્વનિધિ લોન યોજના, ગેરેન્ટી વગર 50 હજાર રૂપિયાની લોન મેળવો: સરકાર શ્રી દ્વારા લોકોહિત માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે. જેમાં કિસાન સન્માન નિધિ યોજના, મુદ્રા લોન યોજના, સિલાઈ મશીન સહાય યોજના, અન્નપૂર્ણા યોજના, પીએમ આવાસ યોજના વગેરે…

PM SVANidhi yojna 2024:

યોજનાPM SVANidhi yojna 2024
લોન ની રકમ 50000 રૂપિયા સુધી
જરૂરી ડોક્યુમેન્ટ માત્ર આધાર કાર્ડ
અરજીનો પ્રકાર ઓનલાઇન / ઓફલાઈન
ઉદ્દેશ્ય નાના ધંધાર્થીઓને સહાય કરવાનો
વેબસાઈટ https://pmsvanidhi.mohua.gov.in/

દેશમાં કોરોના કાર્ડ સમય દરમિયાન મોદી સરકાર દ્વારા આવી જ એક નવી યોજના ની શરૂઆત કરવામાં આવેલી હતી જે પી એમ સ્વનિધિ યોજના છે. આ યોજનાનો અનેક લોકોએ લાભ મેળવ્યો છે, આ યોજના અંતર્ગત 50,000 રૂપિયા સુધીની લોન વગર ગેરંટીએ આપવામાં આવે છે. ખાસ એવા લોકો માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે જે નાના મોટા ધંધા વ્યવસાય સાથે જોડાયેલા હોય. જે લોકોનું કોઈ કારણોસર બિઝનેસ નથી ચાલી શક્યો અથવા તો કોઈ નવો નાનો બિઝનેસ શરૂ કરવાની ઈચ્છા ધરાવે છે. સરકાર શ્રી દ્વારા આવા કોઈપણ લોકોને વગર ગેરંટીએ 50,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવી રહી છે. મોદી સરકારની આ યોજના હાલ ખૂબ ચર્ચામાં છે. વધુમાં આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે, યોજનાનો લાભ મેળવવા માટે કેટલા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે, યોજનાનો લાભ મેળવવા માટેની પ્રોસેસ પ્રક્રિયા શું છે વગેરે તમામ માહિતી નીચે મુજબ છે.

કેટલી અને કેવી રીતે મળે છે લોન?

કેન્દ્ર સરકાર દ્વારા પીએમ સ્વાનીધિ યોજના અંતર્ગત 50,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. પરંતુ આ લોન 50000 રૂપિયાની લેવા માટે પોતાની ક્રેડિબીલીટી બનાવવી પડે છે. તેથી વ્યક્તિને આ સ્કીમ અંતર્ગત સૌપ્રથમ 10,000 રૂપિયા ની લોન આપવામાં આવે છે, અને એકવાર એ લોનની ચુકવણી વ્યક્તિ દ્વારા કરી દેવામાં આવે ત્યારબાદ બીજી વખત આ લોનની રકમ ડબલ કરી દેવામાં આવે છે, અને વધુમાં વધુ 50 હજાર રૂપિયા સુધી લોન વ્યક્તિને મળવાપાત્ર છે.

કેવી રીતે મળશે PM SVANidhi યોજના નો લાભ

હાથ લારી ચલાવનાર લોકોથી માંડી નાના મોટા વ્યવસાય ધંધા કરતા તમામ લોકોને આ યોજના અંતર્ગત સરળતાથી લોન મળી શકે છે. અથવા તો જો કોઈ વ્યક્તિને નાનો મોટો વ્યવસાય શરૂ કરવાની ગણતરી હોય તો તેમને આ યોજના અંતર્ગત શરૂઆતમાં 10,000 ની લોન મળવાપાત્ર છે, જો તેણે આ લોનની રકમ સમયસર ચૂકવી દીધી હોય તો એ વ્યક્તિને બીજી વાર આ યોજના અંતર્ગત 20,000 રૂપિયાની લોન મળવાપાત્ર થશે, એ જ રીતે ત્રીજી વાર આ વ્યક્તિને 50,000 ને લોન મળવાપાત્ર થાય છે. આ યોજનાની ખૂબ અગત્યની વાત એ છે કે યોજનામાં માત્ર આધાર કાર્ડ બતાવીને લોન મેળવી શકાય છે ઉપરાંત સરકાર દ્વારા યોજના અંતર્ગત સબસીડી પણ આપવામાં આવે છે.

માત્ર આધાર કાર્ડ પર મળશે PM SVANidhi યોજના હેઠળ લોન

આ યોજના અંતર્ગત લોન લેવા માટે કોઈપણ પ્રકારના પુરાવાની જરૂર રહેશે નહીં, અરજી મંજૂર કરવા માટે લોનની રકમ ત્રણ વાર માં તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે, લારી ચલાવતા લોકો માટે કેશબેક સહિત ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહિત કરવા માટે સરકારે આ યોજનાનું બજેટ વધાર્યું છે. પી એમ સ્વનિધિ યોજના અંતર્ગત કોઈ પણ બેંકમાં માત્ર આધાર કાર્ડ બતાવીને આ યોજના અંતર્ગત સહાય માટે અરજી કરી શકાય છે.

મહત્વની લીંક

પીએમ સ્વામીધિ યોજના ઓફિસિયલ વેબસાઈટ https://pmsvanidhi.mohua.gov.in/
હોમ પેજ પર જવા માટે https://marugujaratbharti.in/

વારંવાર પૂછાતા પ્રશ્નો

PM SVANidhi yojna અંતર્ગત કેટલા રૂપિયાની લોન મળવા પાત્ર છે?

50000 રૂપિયા સુધીની

PM SVANidhi yojna નો લાભ લેવા માટે કેટલા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે?

માત્ર આધાર કાર્ડ

PM SVANidhi yojna માટે ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

https://pmsvanidhi.mohua.gov.in/

PM SVANidhi yojna નો લાભ લેવા માટે કઈ બેંકમાં જવાનું રહેશે?

દરેક બેંકમાં આ યોજના હેઠળ લોન આપવામાં આવે છે

Leave a Comment