WhatsApp ગ્રૂપમાં જોડાવો!

PM Surya Ghar yojna 2024: પીએમ સૂર્યા ઘર યોજના લોન્ચ, મહિને 300 યુનિટ ફ્રી વીજળી.

PM Surya Ghar yojna 2024: પીએમ સૂર્યા ઘર યોજના લોન્ચ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પીએમ સૂર્યોદય યોજના ની જાહેરાત કરવામાં આવેલી હતી. જેના અંતર્ગત એક કરોડ ઘરો પર સોલાર પેનલ લગાવવામાં આવશે અને ફ્રી વીજળી આપવામાં આવશે. જે અંતર્ગત આપવામાં આવતી સબસીડી પણ વધારીને 40% થી ૬૦ ટકા કરવામાં આવી છે. હવે આ યોજના ને ઓફિશિયલ રીતે જાહેર કરવામાં આવેલી છે અને યોજનાનું નામ પીએમ સૂર્યા ઘર યોજના જાહેર કરવામાં આવ્યું છે. પીએમ સુર્યાઘર યોજના ની નવીનતમ અપડેટ મેળવવા માટે નિયમિત અમારી વેબસાઈટ મારુ ગુજરાત ભરતી.in ની મુલાકાત લેવી. વધુમાં આ યોજના અંતર્ગત તમામ માહિતી જેમ કે સબસીડી કેટલી મળશે? યોજના નો લાભ કેવી રીતે લેવો? તેમજ યોજના અંતર્ગત અરજી કેવી રીતે કરવી? અને આ યોજનાની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે વગેરે નીચે મુજબ છે.

પીએમ સૂર્યા ઘર યોજના 2024

  • ફ્રી વીજળી માટે શરૂ કરવામાં આવી મોટી યોજના
  • એક કરોડ ઘરો પર લગાવવામાં આવશે સોલાર પેનલ
  • પીએમ સૂર્ય ઘર યોજના જાહેર
  • મહિને 300 unit વીજળી મળશે ફ્રી
  • રજીસ્ટ્રેશન માટે ઓનલાઇન પોર્ટલ કરાયું લોન્ચ

વર્ષ 2024 25 માટે રજૂ થયેલ બજેટમાં નાણામંત્રી એપીએમ સૂર્યોદય યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના અન્વયે એક કરોડ કરોડ પર સોલાર પેનલ લગાવવામાં આવશે. અને સબસીડી ને વધારીને 40% થી 60 ટકા કરવામાં આવી છે. ઉપરાંત લોકો પર કોઈ નાણાકીય બોજ ન આવે તે માટે બેંકો દ્વારા ઓછા વ્યાજ દરે લોન પણ આપવામાં આવશે. લોકોને આ યોજના અંતર્ગત લાભ લેવા માટે ઓફીશીયલ પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું છે. આ પોર્ટલના માધ્યમથી તમે તમારી અરજી ઓનલાઇન કરી શકો છો અને આ યોજના અંતર્ગત સોલાર પેનલ તમારા ઘર પર લગાવી મહિને 300 unit ફ્રી વીજળી નો લાભ ઉઠાવી શકો છો.

આ રીતે કરો અરજી

પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે

  • સૌપ્રથમ પીએમ સૂર્ય ઘર યોજના માટે લોન્ચ કરવામાં આવેલ ઓફિસિયલ પોર્ટલ https://pmsuryaghar.gov.in/ પર જવું, આ પોર્ટલ પર તમારું રજીસ્ટ્રેશન કરો. આ માટે તમારું રાજ્ય અને ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની સિલેક્ટ કરો. આગળના સ્ટેપમાં તમારા વીજ ગ્રાહક નંબર દાખલ કરો, મોબાઈલ નંબર અને ઇમેલ આઇડી જેવી જરૂરી તમામ માહિતી ભરો.
  • ત્યારબાદ ગ્રાહક નંબર અને મોબાઈલ નંબર સાથે લોગીન કરો. લોગીન થયા બાદ સોલાર રુપટોપ ફોર્મથી તમારે અરજી કરવાની રહેશે..
  • ત્યારબાદ ડિસ્કોમ પાસેથી શક્યતાની મંજૂરી માટે રાહ જુઓ. જો તમને શક્યતાની મંજૂરી મળે છે તો તમે તમારા ડિસ્કોમોમાં કોઈપણ નોંધાયેલા રજીસ્ટર થયેલ વિક્રેતાઓ પાસેથી પ્લાન્ટ ઇન્સ્ટોલ કરી શકો છો
  • ઇન્સ્ટોલેશન કામગીરી પૂર્ણ થયા બાદ પ્લાન્ટ ની વિગતો સબમીટ કરો અને નેટ મીટર માટે અરજી કરો
  • નેટ મીટર ઇન્સ્ટોલ કર્યા બાદ અને ડિસ્કોમ દ્વારા ચકાસણી થયા બાદ પોર્ટલ પર થી તમારું કમિશનિંગ સર્ટિફિકેટ જનરેટ કરવામાં આવશે.
  • કમિશનિંગ રિપોર્ટ મેળવ્યા બાદ પોર્ટલ દ્વારા બેંક ખાતાને વિગતો અને રદ થયેલ ચેક સબમીટ કરવાનો રહેશે ત્યારબાદ તમારી મળવાપાત્ર સબસીડી બેંક ખાતામાં ૩૦ દિવસની અંદર જમા થઈ જશે

એક કરોડથી વધુ લોકોને મળશે આ યોજનાનો લાભ.

પીએમ મોદીએ ટ્વિટ કરીને આ યોજના વિશે વિસ્તૃત માહિતી આપી છે. તેમણે જણાવ્યું હતું કે આ યોજના અંતર્ગત 75 હજાર કરોડ રૂપિયાથી વધુ રોકાણ કરવામાં આવશે. આ યોજનાનો હેતુ દર મહિને 300 unit સુધી ફ્રી વીજળી આપીને એક કરોડ ઘરોને પ્રકાશિત કરવામાં આવનાર છે. આ યોજના હેઠળ સબસીડી થી લઈને ભારે રાહત વાળી બેન્ક લોન પણ આપવામાં આવશે. સરકાર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવશે કે લોકો પર કોઈ પણ નાણાકીય બોજ ન પડે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રહેણાંક ઉપભોક્તાઓ ને આ યોજનાનો લાભ મેળવવા માટે https://pmsuryaghar.gov.in/ પર અરજી કરવાની અને આ યોજનામાં જોડાવાની વિનંતી કરી છે

મહત્વની લીંક

ઓફિસિયલ વેબસાઈટ : અહીં ક્લિક કરો

પીએમ સૂર્યા ઘર યોજના અપ્લાય ઓનલાઇન : અહીં ક્લિક કરો

વધુ માહિતી માટે: અહીં ક્લિક કરો

વારંવાર પૂછાતા પ્રશ્નો

પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત દર મહિને કેટલી વીજળી ફ્રી વાપરવા મળશે?

  • 300 unit free

પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત કેટલા લોકોને આ યોજનાનો લાભ મળશે?

  • એક કરોડ ઘરો

પીએમ સૂર્ય ઘર યોજના માટે સરકાર દ્વારા બજેટમાં કેટલી ગ્રાન્ટ મંજૂર કરવામાં આવેલી છે?

  • 75 હજાર કરોડ.

Leave a Comment