NMMS ( નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ ) યોજના 2024 જાહેર: રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટદર ઘટે તે હેતુથી ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ કે મેરીટ સ્કોલરશીપ 2024 નામની યોજના શિક્ષા મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મૂકવામાં આવેલ છે. રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા અગામી સમયમાં યોજવામાં આવશે.

આ પરીક્ષા માટે આવેદનપત્રો વેબસાઈટ www.sebexam.org પર તારીખ 01/01/2025 થી 11/01/2025 સુધી ઓનલાઇન ભરવાના રહેશે.
NMMS પરીક્ષા 2024
શિષ્યવૃતિ યોજનાનું નામ | NMMS ( નેશનલ મીન્સ મેરીટ સ્કોલરશીપ ) |
લાભાર્થી | ધોરણ 8 ના વિદ્યાર્થીઓ |
અરજી કરવાની તારીખ | 01/01/2025 થી 11/01/2025 |
સહાય | 48000 હજાર ( દર વર્ષે 12000 હજાર ) |
હેતુ | રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે |
વેબસાઈટ | www.sebexam.org |
વિદ્યાર્થીની લાયકાત :
આ યોજનાનો લાભ મેળવવા માટે નીચે મુજબની લાયકાત ધરાવતા હોવા જોઈએ.
- જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ આઠમાં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં (જિલ્લા પંચાયત /મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા ) તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થી ઓને આ શિષ્યવૃત્તિ પરીક્ષા નો લાભ મળી શકે છે
- જનરલ કેટેગરી તથા ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીએ ધોરણ સાતમાં ઓછામાં ઓછા ૫૫ ટકા ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ.
- અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીએ ધોરણ સાતમાં ઓછામાં ઓછા ૫૫ ટકા ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ
નોંધ : ખાનગી શાળાઓ પ્રાઇવેટ શાળા /સેલ્ફ ફાઇનાન્સ, શાળા કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા, જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર /રાજ્ય સરકારની શાળાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશે નહીં.
આવક મર્યાદા
એનએમએમએસ ની પરીક્ષા માટે નક્કી થયા મુજબ ઉમેદવારોના વાલીની વાર્ષિક આવક ₹3,50,000 થી વધારે ના હોવી જોઈએ. વિદ્યાર્થીના આવેદનપત્ર સાથે વાલીની વાર્ષિક આવકના દાખલાની પ્રમાણિત નકલ અવશ્ય જોડવાની રહેશે. ( સરકાર દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રી નો દાખલો જોડવાનો રહેશે )
પરીક્ષા ફી
- જનરલ કેટેગરી ઇ ડબલ્યુ એસ તથા ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂપિયા 70 રહેશે
- ફિઝિકલ હેન્ડીકેપ, અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂપિયા 50 રહેશે
- સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે
- ભરેલી ફી પાછી મળવાપાત્ર રહેશે નહીં
- પરીક્ષાની ફી ઓનલાઈન માધ્યમથી ચૂકવવાની રહેશે
શિષ્યવૃત્તિની રકમ તથા ચુકવણી ના નિયમો
- પરીક્ષા બાદ જિલ્લા વાર કેટેગરીવાર નિયત કોટામાં મેરીટ મા આવતા વિદ્યાર્થી ઓને માસિક રૂપિયા 1000 લેખે વાર્ષિક ₹12,000 મુજબ ચાર વર્ષ સુધી નિયતપાત્રતા ધરાવતા વિદ્યાર્થી ઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે. ( રાજ્યનો કુલ કોટા 5097 વિદ્યાર્થીઓ છે )
- ધોરણ 9 માં 12000 રૂપિયાની સહાય
- ધોરણ 10 માં 12 હજાર રૂપિયાની સહાય
- ધોરણ 11માં 12000 રૂપિયાની સહાય
- અને ધોરણ 12 માં 12 હજાર રૂપિયાની સહાય
- કુલ સહાય ચાર વર્ષના 48 હજાર રૂપિયા મળવા પાત્ર થશે
જુના પ્રશ્નપત્રો
- Gujarat NMMS 2023 Question Paper
- Gujarat NMMS 2021 Question Paper
- Gujarat NMMS 2019 Question Paper
- Gujarat NMMS 2018 Question Paper
- Gujarat NMMS 2017 Question Paper English Medium
- Gujarat NMMS 2017 Question Paper Gujarati Medium
- Gujarat NMMS 2016 Question Paper
- Gujarat NMMS 2015 Question Paper
- Gujarat NMMS 2014 Question Paper
- Gujarat NMMS 2013 Question Paper
- Gujarat NMMS 2011 Question Paper
Eligibility Criteria for NMMS Scholarship
આ રીતે અરજી કરો
લાભાર્થી વિદ્યાર્થી ઓએ આ યોજના હેઠળ શિષ્યવૃત્તિ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે
- ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ www.sebexam.org પર જવું
- સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે
- ઓફિસિયલ વેબસાઈટ પર જઈ અપ્લાય ઓનલાઇન ઉપર ક્લિક કરવું
- નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ સ્કીમ ધોરણ આઠ સામે અપ્લાય નાવ ઉપર ક્લિક કરવું
- તમારી સામે એપ્લીકેશન ફોર્મ ખુલશે જેમાં દર્શાવવામાં આવેલ તમામ સાચી માહિતી ભરો
- જેમાં વિદ્યાર્થીનું નામ માત્ર અને માત્ર આધાર કાર્ડ પ્રમાણે જ લખવું, આધાર નંબર લખવો ફરજિયાત છે અને આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે. આ સિવાયની વિદ્યાર્થીની વિગતો U – DISE NUMBER ના આધારે ભરવાની રહેશે.
- શાળાની વિગતો માટે શાળાનો DISE NUMBER નાખવાનો રહેશે.
- હવે સબમેટ પર ક્લિક કરવાથી તમારો ડેટા સેવ થશે અહીં એપ્લિકેશન નંબર જનરેટ થશે જે સાચવીને રાખવાનો રહેશે
- વેબસાઈટ પર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતે તેમ જ ફિઝિકલ હેન્ડીકેપ કેટેગરીના ઉમેદવારોએ ફોર્મમાં જે જગ્યાએ પ્રમાણપત્ર નંબર તારીખ અને આવકનો દાખલો તેમ જ પ્રમાણપત્રની કોપી અપલોડ કરવી ફરજિયાત છે
- હવે પેજમાં ઉપરના ભાગમાં અપલોડ ફોટો સિગ્નેચર પર ક્લિક કરો. અહીં તમારો એપ્લિકેશન નંબર ટાઈપ કરો અને તમારી બર્થ ડેટ ટાઈપ કરો. ત્યારબાદ સબમેટ પર ક્લિક કરો. અહીં ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના છે.
- છેલ્લે કન્ફર્મ પર ક્લિક કરવાથી તમારી અરજી સબમિટ થશે
- હવે પ્રિન્ટ એપ્લિકેશન એન્ડ ફી ચલણ પર ક્લિક કરો
- ઓનલાઇન ફી ભરો
- ફી ભર્યા બાદ જ તમારી અરજી સ્વીકાર થઈ ગણાશે
- ઉપર મુજબના સ્ટેપ અનુસરવાથી તમારી અરજી ઓનલાઇન સબમિટ થઈ જશે.
અગત્યની લીંક
મહત્વની તારીખ
- જાહેરનામું બહાર પડ્યા તારીખ : 30/12/2024
- ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ : 01/01/2025
- અરજી કરવાની છેલ્લી તારીખ : 11/01/2025
- ઓનલાઇન ફી ભરવાની તારીખ : 01/01/2025 થી 13/01/2025
- પરીક્ષા તારીખ: 16/02/2025
વારંવાર પૂછાતા પ્રશ્નો
NMMS પરીક્ષા કોણ આપી શકે?
- ધોરણ 8 ના વિદ્યાર્થીઓ
NMMS શિષ્યવૃત્તિ હેઠળ કુલ કેટલી સહાય મળવાપાત્ર છે?
- 48 હજાર રૂપિયા દર વર્ષે 12000
NMMS શિષ્યવૃત્તિ પર ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
- 11/01/2025
NMMS શિષ્યવૃત્તિ ઓનલાઇન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?
- www.sebexam.org