Bank Holiday March 2024: બેંકના કામ હોય તો પતાવી લેવા માર્ચ મહિનામાં ખૂબ લાંબી રજા આવી રહી છે. બેંકને રિલેટેડ કોઈ કામ પેન્ડિંગ હોય અથવા બેંકમાંથી એકીસાથે વધુ પૈસાની જરૂરિયાત હોય તો જાણી લ્યો આટલા દિવસ બેંક રહેશે બંધ. આ દિવસોમાં બેંકે જશો તો ધક્કો ખાવો માથે પડશે. જાણી લ્યો માર્ચ મહિનામાં કયા દિવસે બેંક ચાલુ રહેશે અને કયા દિવસે બેંક બંધ રહેશે જેનું લિસ્ટ નીચે મુકવામાં આવેલું છે. માર્ચ મહિનામાં બેંક માટે રજાઓનુ લિસ્ટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
સ્થાનિક તહેવારો મુજબ બેન્ક રજા
માર્ચ મહિનામાં કુલ ૧૪ દિવસ બેંકોમાં રજા રહેશે. માર્ચ મહિનામાં પ્રથમ રજા 1લી માર્ચે આવે છે. એક માર્ચ મિઝોરમમાં ચપચાર ફૂટ તહેવાર છે આ સિવાય હોળીની સાથે 12 માર્ચે રમઝાનની શરૂઆતના દિવસે અનેક રાજ્યોમાં રજા છે આ રજા અલગ-અલગ રાજ્યો પ્રમાણે અલગ અલગ નક્કી થતી હોય છે કારણ કે રજાઓ જે તે રાજ્યોના સ્થાનિક તહેવારોને ધ્યાને રાખી નક્કી કરવામાં આવતા હોય છે.
બીજા અને ચોથા શનિવારે બેંકોમાં રજા હોય છે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ની ગાઈડલાઈન મુજબ રવિવારે બેન્ક બંધ હોય છે સાથે સાથે દરેક મહિનાના બીજા અને ચોથા શનિવારે પણ બેંકોમાં રજા હોય છે. રિઝર્વ બેંકે 1, 8, 22,25, 26, 27 અને 29 માર્ચે રજા ની જાહેરાત કરી છે. આ સિવાય માર્ચ મહિનામાં 3, 10,17,24 અને 31 માર્ચે પાંચ રવિવાર છે જ્યારે 9 તથા 23 માર્ચ બીજો અને ચોથો શનિવાર અનુક્રમે આવે છે જે દરેક રાજ્યની બેન્કોમાં આ રજા લાગુ પડશે.
Bank Holiday March 2024
- 01 માર્ચ શુક્રવાર – મિઝોરમ રાજ્યમાં બેંક બંધ રહેશે
- 03 માર્ચ રવિવાર – સમગ્ર ભારતમાં બેંક બંધ રહેશે
- 8 માર્ચ શુક્રવાર – મહાશિવરાત્રીની જાહેર રજા
- 09 માર્ચ શનિવાર – બીજો શનિવાર બેંક બંધ રહેશે
- 10 માર્ચ રવિવાર – રવિવારે બેંક બંધ રહેશે
- 17 માર્ચ રવિવાર સમગ્ર ભારતમાં રાજા
- 22 માર્ચ શુક્રવાર બિહાર દિવસ બિહાર રાજ્યમાં બેંકો બંધ
- 23 માર્ચ શનિવાર મહિનાનો ચોથો શનિવાર સમગ્ર ભારતમાં
- 24 માર્ચ રવિવાર સમગ્ર ભારતમાં રજા
- 25 માર્ચ સોમવાર હોળીની રજા
- 26 માર્ચ મંગળવાર – ધુળેટી જાહેર રજા
- 27 માર્ચ બુધવાર હોળી બિહારમાં બેન્કો બંધ
- 29 માર્ચ શુક્રવાર ગુડ ફ્રાઇડે સમગ્ર ભારતમાં બેન્કો બંધ
- 31 માર્ચ રવિવાર સમગ્ર ભારતમાં બેન્કો બંધ
રાજ્ય વાઇઝ બેંક રજાઓ
- 1માર્ચ : મિઝોરમ રાજ્યમાં ચાપચાર ફૂટ તહેવાર પર બેંકોમાં રજા હોય છે
- 8 માર્ચ : મહાશિવરાત્રી હોવાથી ત્રિપુરા મિઝોરમ તમિલનાડુ સિક્કિમ અસર મણીપુર ઇટાનગર રાજસ્થાન નાગાલેન્ડ પશ્ચિમ બંગાળ નવી દિલ્હી ગોવા બિહાર અને મેઘાલયને છોડીને દેશભરના તમામ રાજ્યમાં બેંક બંધ હોય છે
- 22 માર્ચ બિહાર દિવસ બિહાર રાજ્યમાં બેંક રજા
- 25 માર્ચ હોળી પર મોટાભાગના રાજ્યમાં રજા હોય છે
- 26 માર્ચ ધુળેટીના દિવસે પણ મોટાભાગના રાજ્યમાં રજા હોય છે
- 29 માર્ચ ગુડ ફ્રાઈડે ત્રિપુરા અસમ રાજસ્થાન જમ્મુ કશ્મીર અને હિમાચલ પ્રદેશ સિવાય દેશભરના તમામ રાજ્યમાં બેંકમાં રજા હોય છે
મહત્વની લીંક
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
વધુ માહિતી મેળવવા માટે | અહીં ક્લિક કરો |