સાયકલ સહાય યોજના 2024: ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા જુદી જુદી યોજના આર્થિક રીતે નબળા લોકોને મદદરૂપ થવા માટે જાહેરમાં મૂકવામાં આવેલી છે. સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતી એવી જ એક યોજના એટલે સાયકલ સહાય યોજના. રાજ્યના શ્રમજીવી લોકો માટે ગુજરાત સરકાર દ્વારા આ સાયકલ સહાય યોજના જાહેર કરવામાં આવેલી છે. આ યોજના અંતર્ગત જે કોઈ શ્રમજીવીને સાયકલ સહાય યોજના નો લાભ લેવો હોય તેમણે આ માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ યોજના માટે વધુ માહિતી જેમકે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા, લાયકાત ના નિયમો, જરૂરી આધાર પુરાવા, અને યોજનાનું ફોર્મ વગેરે નીચે મુજબ છે. સાયકલ સહાય યોજના ની નવીનતમ અપડેટ માટે મારુ ગુજરાત ભરતી.in વેબસાઈટની નિયમિત મુલાકાત લેવી.
સાયકલ સહાય યોજના 2024
સંસ્થા | શ્રમયોગી કલ્યાણ બોર્ડ |
યોજનાનું નામ | સાયકલ સહાય યોજના |
સહાય | 1500 રૂપિયા |
લાભાર્થીઓ | શ્રમજીવી લોકો (આર્થિક રીતે નબળા લોકો) |
મુખ્ય હેતુ
શ્રમજીવી લોકો પોતાના કામના સ્થળેથી ઘરે અને ઘરેથી કામના સ્થળે અવરજવર સરળતાપૂર્વક કરી શકે તે માટે સાયકલ સબસીડી યોજના શરૂ કરવામાં આવેલી છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર 1500 રૂપિયા સાયકલ ખરીદવા શ્રમજીવી લોકોને સહાય પૂરી પાડે છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના શ્રમિકોને આત્મ નિર્ભર બનાવવાની દિશા હાથ ધરવામાં આવી છે.
જરૂરી આધાર પુરાવા
- શ્રમયોગી કંપની દ્વારા આપવામાં આવેલ શ્રમિક નું ઓળખકાર્ડ
- સાયકલ ખરીદી નું બિલ
- લાભાર્થીના આધાર કાર્ડ ની ઝેરોક્ષ
- લાભાર્થીના બેન્ક પાસબુક ની ઝેરોક્ષ
- કંપની દ્વારા અત્રેની કચેરી દ ખાતે ભરપાઈ કરવામાં આવેલ છેલ્લા એક વર્ષની લેબર વેલ્ફેર ફંડ રીસીપ.
પાત્રતાના નિયમો
- શ્રમયોગી છેલ્લા એક વર્ષથી નોકરી કરતો હોવો જોઈએ અને તેનો લેબર વેલ્ફેર ફંડ કચેરીમાં નિયમિત જમા થયેલ હોવો જોઈએ.
- સાયકલ ખરીદ કર્યાનું પાકું બિલ હોવું જોઈએ.
- સાયકલ ખરીદી કર્યા બાદ છ મહિનાની અંદર જ અરજી લગત કચેરીને મોકલવાની રહેશે.
- નવી ખરીદેલી સાઇકલ પર જ 1500 રૂપિયા સહાય આપવામાં આવશે.
- નોકરીના સમયગાળા દરમિયાન આ સહાય માત્ર એક જ વખત મળવા પાત્ર રહેશે.
- સહાય અન્વયે આખરી નિર્ણય માત્ર વેલફેર કમિશનર શ્રી, ન્યાય ક્ષેત્ર – અમદાવાદનો રહેશે.
મહત્વની લીંક
યોજનાનું ફોર્મ : અહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટ : અહીં ક્લિક કરો
વારંવાર પૂછાતા પ્રશ્નો.
સાયકલ સબસીડી સહાય યોજના પર કેટલી સહાય મળવાપાત્ર રહેશે?
1500 રૂપિયા