શિષ્યવૃતિ પરીક્ષા : PSE EXAM: SSE EXAM: હાલ રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે અનેક સહાયકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે. એવી જ એક શિષ્યવૃતિ પરીક્ષા એટલે કે પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા (PSE EXAM ) અને માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા (SSE EXAM). વર્ષ 2024 માટે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ના ફોર્મ ભરવાનું નોટિફિકેશન 27 ફેબ્રુઆરી 2024 ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. અને વિદ્યાર્થીઓએ 1 માર્ચ 2024 થી 11 માર્ચ 2024 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. વધુ માહિતી જેમકે સ્કોલરશીપ યોજના હેઠળ કોણ ફોર્મ ભરી શકે? ફોર્મ ભરવા માટેના નિયમો? ફોર્મ ભરવા માટે કેટલા ડોક્યુમેન્ટ જોશે? તેમજ ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવા તમામ માહિતી અહીં આપેલી છે. શિષ્યવૃત્તિ પરીક્ષા ની વધુ માહિતી માટે અમારી વેબસાઈટને નિયમિત મુલાકાત લેવી.
શિષ્યવૃતિ પરીક્ષા 2024
યોજનાનું નામ | PSE EXAM, SSE EXAM ( પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા ) |
શિષ્યવૃતિની રકમ | નિયમ અનુસાર |
નોટિફિકેશન જાહેર થયા તારીખ | 27 ફેબ્રુઆરી 2024 |
એપ્લિકેશન મોડ | ઓનલાઇન |
વિદ્યાર્થીઓ | ધોરણ 6 અને ધોરણ 9 ના વિદ્યાર્થીઓ |
ઓનલાઇન અરજી શરૂ તારીખ | 01 માર્ચ 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 11 માર્ચ 2024 |
પરીક્ષા તારીખ | 28 એપ્રિલ 2024 |
ઓફિસિયલ વેબસાઈટ | www.sebexam.org |
પરીક્ષા ફી
- પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા – ₹50
- માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા – ₹50
આવક મર્યાદા
પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ અને શિષ્યવૃત્તિ પરીક્ષામાં આવક મર્યાદા ને ધ્યાને લેવામાં આવતી નથી.
અભ્યાસક્રમ
- પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ એક થી પાંચ સુધીનો રહેશે.
- માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ છ થી આઠ સુધીનો રહેશે.
પ્રશ્નપત્ર નું માધ્યમ
- પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા પેપરનું માધ્યમ માત્ર ગુજરાતી રહેશે.
પ્રશ્નપત્ર નો ઢાંચો
કસોટી નો પ્રકાર | પ્રશ્નો | ગુણ | સમય |
ભાષા અને સામાન્ય જ્ઞાન | 100 | 100 | 180મિનિટ |
ગણિત અને વિજ્ઞાન | 100 | 100 | 180મિનિટ |
ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું?
- સૌપ્રથમ નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશનને ડાઉનલોડ કરો અને લાયકાત ના નિયમો તપાસો.
- જો તમે યોગ્ય લાયકાત ધરાવો છો અને અરજી ફોર્મ કરવા ઈચ્છો છો તો તમે નીચે મુજબના સ્ટેપ અનુસાર એને ઓનલાઈન ફોર્મ ભરી શકશો.
- સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ www.sebexam.org પર જવું.
- અપ્લાય ઓનલાઇન પર ક્લિક કરો
- પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ ફોર્મ (ધોરણ છ ના વિદ્યાર્થીઓ માટે )અથવા માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ ફોર્મ ( ધોરણ નવ ના વિદ્યાર્થીઓ માટે )સામે અપ્લાય નાવ બટન પર ક્લિક કરો
- તમારી સામે એપ્લિકેશન ફોર્મ ઓપન થશે તેમાં તમામ માહિતી ભરો
- આગલા વર્ષના પરિણામની વિગતો ભરો.
- સંપૂર્ણ માહિતી વાંચે સેવ બટન પર ક્લિક કરો.
- વિદ્યાર્થીનો એપ્લિકેશન નંબર જનરેટ થશે તેને સાચવીને રાખો.
- ભરેલ અરજી ફોર્મની પ્રિન્ટ મેળવી લેવી.
મહત્વની લીંક
ઓફિસિયલ નોટિફિકેશન પીડીએફ | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |

વારંવાર પૂછાતા પ્રશ્નો
પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ ફોર્મ 2024 ઓનલાઇન અરજી કરવાની તારીખ કઈ છે?
1 માર્ચ 2024 થી 11 માર્ચ 2024 સુધી
પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ ફોર્મ 2024 પરીક્ષા તારીખ કઈ છે?
28 એપ્રિલ 2024
પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ ફોર્મ 2024 ની સત્તાવાર વેબસાઈટ કઈ છે?
www.sebexam.org