મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના ( ગુજરાત રાજ્ય) : સર રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને પછાત વર્ગના હિત માટે અવનવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવતી હોય છે, સરકારશ્રી દ્વારા ચાલતી એવી જ એક નાણાકીય સરકારી યોજના એટલે મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના. આ યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકોના ઘરે જ્યારે દીકરી નો જન્મ થાય ત્યારથી એક વર્ષની અંદર અરજી કરવામાં આવે તો દીકરીના નામે ₹25,000 નો મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ હાથો હાથ આપવામાં આવે છે. અને આ બોન્ડ ની રકમ દીકરી જ્યારે 18 વર્ષની થાય ત્યારે પોતે ઉપાડી શકે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય બાંધકામ શ્રમિકોની દીકરીના શિક્ષણ અને લગ્નના ખર્ચને પહોંચી વળવા માટે છે. વધુ માહિતી જેમકે આ યોજનાનો લાભ કોને મળી શકે? આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલા ડોક્યુમેન્ટ જરૂરી છે? તેમજ આ યોજના અંતર્ગત મંજૂરી ની પ્રક્રિયા કેવી છે તેની તમામ માહિતી નીચે મૂકવામાં આવેલી છે. ખૂબ જ ઉપયોગી માહિતી છે જરૂરિયાત મંદ લોકો સુધી આ મેસેજ વધુને વધુ આગળ શેર કરો. તેમજ આવી અવનવી તમામ માહિતી અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી તમામ લેટેસ્ટ સરકારી યોજના ની અવનવી માહિતી તાત્કાલિક મેળવવા માટે અમારી વેબસાઈટની નિયમિત મુલાકાત લેવી.
મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના ( ગુજરાત રાજ્ય)
વિભાગ | ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ |
યોજના | મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના |
સહાય | 25000 રૂપિયાનો બોન્ડ |
લાભાર્થી | ગુજરાત બાંધકામ શ્રમિકોની દીકરી |
હેતુ | દીકરીના શિક્ષણ અને લગ્નના ખર્ચને પહોંચી વળવા માટે |
વેબસાઈટ | https://sanman.gujarat.gov.in |
મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના ( ગુજરાત રાજ્ય) – યોજનાના લાભાર્થીઓ
- ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
આને પણ વાંચો દીકરી સહાય યોજના એક લાખ દસ હજાર રૂપિયાની સહાય માહિતી માટે અહીં ક્લિક કરો
યોજનાનો હેતુ:
- મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના દીકરી વધાવો દીકરી ભણાવો ના ઉદ્દેશ્ય સાથે સ્ત્રીભૃણ હત્યા અટકાવવા તથા બાંધકામ શ્રમિકોની દીકરીને શિક્ષણ તથા લગ્નના ખર્ચાને પહોંચી વળવા માટેના ઉમદા હેતુથી અમલમાં મૂકવામાં આવેલ છે.
સહાયની રકમ
- બાંધકામ વ્યવસાયમાં જોડાયેલ તથા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ બાંધકામ શ્રમિકની એક દીકરીના નામે રૂપિયા 25000 નો મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ આપવામાં આવે છે.
- આ રકમ દીકરી દ્વારા 18 વર્ષ ની ઉંમર પૂરી થતાં ઉપાડી શકાય છે.
દીકરીના જન્મના કિસ્સામાં મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજનાનો લાભ લેવા માટે બેંકના બોન્ડ નું અરજી ફોર્મ ડાઉનલોડ કરી અપલોડ કરવાનું રહેશે.
બેંકના બોન્ડ નું અરજી ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
અરજી સાથે રજુ કરવાના થતા આધાર
- બાંધકામ શ્રમિકના ઓળખકાર્ડ ની નકલ
- જન્મના પ્રમાણપત્રની નકલ
- લાભાર્થીનો આધાર કાર્ડ ની નકલ
- બોન્ડ મેળવવા માટે બેંકનું ફોર્મ
- બેંક પાસબુક ના પ્રથમ પેજ ની નકલ
- રેશનકાર્ડ ની નકલ
- નમુના મુજબનું સોગંદનામુ
મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના નો લાભ મેળવવા માટે જરૂરી સૂચનાઓ
- જન્મથી 12 માસમાં અરજી કરવાની રહેશે.
- પ્રથમ બે પ્રસુતિની મર્યાદામાં એક દીકરીને મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી નો લાભ આપવામાં આવે છે.
અરજી મંજૂર થવાની પ્રોસેસ સમજો
- જો અરજદાર શ્રી દ્વારા ભૌતિક ફોર્મ સબમીટ કર્યું હોય તો જિલ્લા પ્રોજેક્ટ મેનેજર તેને ઓનલાઈન સબમીટ કરશે.
- તે પછી જિલ્લા નિરીક્ષક દ્વારા મંજૂર કરવામાં આવશે.
- હવે વડી કચેરીના રાજ્ય પ્રોજેક્ટ મેનેજર ને સબમીટ કરવામાં આવશે.
- ત્યારબાદ વડી કચેરીના સરકારી શ્રમ અધિકારી શ્રી અને ત્યારબાદ સભ્ય સચિવ શ્રી દ્વારા મંજૂર કરવામાં આવશે.
- અરજીની મંજૂરી થયા બાદ મુખ્ય મંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ કામદારોને હાથો હાથ આપવામાં આવશે.
આને પણ વાંચો સુકન્યા સમૃદ્ધિ યોજના જાણો આ યોજનાની સંપૂર્ણ માહિતી અહીં ક્લિક કરો
મહત્વની લીંક
બેંકના બોન્ડ નું અરજી ફોર્મ ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
વારંવાર પૂછાતા પ્રશ્નો
મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે?
બાંધકામ શ્રમિકોની દીકરીઓને
મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજનાનો લાભ મેળવવા માટે ક્યારે અરજી કરવાની રહેશે?
દીકરીના જન્મથી 12 મહિનાની અંદર
મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના અંતર્ગત કેટલા રૂપિયાની સહાય મળવાપાત્ર છે?
25000 રૂપિયાનો બોન્ડ દીકરીના નામે
મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના માટે ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?
https://sanman.gujarat.gov.in