પંચગીની હિલ સ્ટેશન: Panchgini hill station : ઉનાળાની શરૂઆત થતા જ દરેક લોકો હિલ સ્ટેશન પર ફરવા જવાનું વિચારતા હોય છે, ઉનાળામાં હિલ સ્ટેશન પર ફરવા જવું એ દરેક લોકોનું સપનું હોય છે અને પોતાના પરિવાર સાથે દર વર્ષે તેઓ અવનવી જગ્યાએ હિલ સ્ટેશન પર ફરવા જવાનું પ્લાનિંગ કરતા હોય છે. ગુજરાતમાં અનેક હિલ સ્ટેશન આવેલા છે આવું જ એક ગુજરાતને અડીને બેસ્ટ હિલ સ્ટેશન એટલે પંચગીની હિલ સ્ટેશન. આ હિલ સ્ટેશનની વિશેષતાઓ માટે આ હિલ સ્ટેશન ખાસ જાણીતું છે. વધુ થાય છે. તેથી આ સ્થળ પ્રાકૃતિક રીતે કેટલી હદે સુંદર હશે તેનો અંદાજ લગાવી જ શકાય છે. અહીં અનેક ફિલ્મ સિતારાઓના ફાર્મ હાઉસ આવેલા છે. ચાલો જાણીએ ગુજરાતને અડીને આવેલ આ બેસ્ટ હિલ સ્ટેશન વિશે અને આ ઉનાળે આપણા પરિવાર સાથે અહીં જવાનું પ્લાનિંગ પણ ગોઠવીએ.
પંચગીની હિલ સ્ટેશન
ગુજરાતીઓ રજામાં ફરવા માટે અવનવી જગ્યાઓ શોધતા હોય છે, ગુજરાતીઓ ફરવાના ખૂબ શોખીન હોય છે તેઓ ગુજરાતના સ્થળો અને ગુજરાત બહારના અનેક સ્થળોમાં ફરવા જવાનો ખૂબ પસંદ કરતા હોય છે. ભારતમાં એક થી એક ચડિયાતા પ્રવાસન સ્થળો આવેલા છે જેમાં આપણા પડોશી રાજ્ય મહારાષ્ટ્રના હિલ સ્ટેશનનો ફરવા માટે પ્રવાસીઓની પહેલી પસંદગી હોય છે અને ખૂબ જ જાણીતા છે. આવા જ એક હિલ સ્ટેશન વિશે આપણે વાત કરી રહ્યા છીએ, અને આ હિલ સ્ટેશન ગુજરાતીઓના ફરવા માટેનું ફેવરેટ હિલ સ્ટેશનની યાદીમાં નું એક હિલ સ્ટેશન છે. આ એવું હિલ સ્ટેશન છે કે જ્યાં કેટલીક ફિલ્મોનું શૂટિંગ કરવામાં આવ્યું છે ઉપરાંત અભિનેતા અમીરખાન નું ઘર પણ અહીં આવેલું છે.
પંચગીની હિલ સ્ટેશન મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં આવેલું છે
પંચગીની હિલ સ્ટેશન એ મહારાષ્ટ્રમાં સતારા જિલ્લામાં સહયાદરી પર્વતમાળા વચ્ચે આવેલું એક ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે. અહીં દર વર્ષે હજારો પ્રવાસીઓ મુલાકાતે આવે છે. પંચગીની નામનું આ હિલ સ્ટેશન મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં સ્થિત છે અહીંના ઘરોમાં તમને આજે પણ અંગ્રેજોના જમાનાનું આર્કિટેક્ચર કલ્ચર જોવા મળે છે. હકીકતમાં અંગ્રેજોના સમયમાં તેઓ અહીં રજાઓ ગા્ળવા માટે આવતા હતા. સારા હિલ સ્ટેશન ઉપરાંત અહીંનું આર્કિટેક્ચર કલ્ચર પણ ખૂબ જોવાલાયક છે. પંચગીની હિલ સ્ટેશન ઉપરાંત એજ્યુકેશન હબ તરીકે પણ ખૂબ ફેમસ થયું છે.
પંચકીની હિલ સ્ટેશન ફરવા માટે સ્થાનિક લોકોનું તો ફેવરેટ સ્થળ છે જ આ ઉપરાંત ગુજરાતીઓ પણ આ પ્રાકૃતિક સૌંદર્ય હીલ સ્ટેશનને માણવા માટે અનેક લોકો અહીં આવે છે. અહીંનો સિદ્ધની પોઇન્ટ પર્યટકો માટે ખૂબ રમણીય જગ્યા છે. અહીં બેસીને તમે સીધો ધોમ ડેમનો અદભુત નજારો જોઈ શકો છો. જેના કારણે આ પોઇન્ટ પ્રવાસીઓ માટે વધુ આકર્ષક બની જાય છે.
પંચગીની ક્યારે ફરવા જવું બેસ્ટ છે.
પંચગીની ફરવા જવા માટે બેસ્ટ ટાઈમ ઠંડીની ઋતુ અથવા ગરમીની શરૂઆત બેસ્ટ સમયે છે. જો તમે સપ્ટેમ્બર થી લઈને મે મહિનાની શરૂઆત સુધી પંચગીની હિલ સ્ટેશન ફરવા જશો તો તમને ખૂબ વધારે આનંદ આવશે. આમ તો પંચગીની બારે બાર મહિના માટે ફરવાનું બેસ્ટ સ્થળ માનવામાં આવે છે, પરંતુ સપ્ટેમ્બર થી મે મહિનાની શરૂઆત સુધી અહીં ખૂબ આહલાદક વાતાવરણ જોવા મળે છે. ડિસેમ્બર થી ફેબ્રુઆરી દરમિયાન અહીં ખૂબ ઠંડી પડે છે. અહીં તમારે ઠંડીની મજા માણવી હોય તો ડિસેમ્બર થી ફેબ્રુઆરીની વચ્ચે આવવું જોઈએ.
મુંબઈથી નજીક આવેલું છે પંચગીની હિલ સ્ટેશન.
આ હિલ સ્ટેશન મુંબઈથી નજીક આવેલું હોવાને કારણે બોલીવુડના સિતારાઓ માટે આ સ્થળ ખૂબ પ્રિય છે. આમિર ખાનની બ્લોક બ્લાસ્ટર ફિલ્મ “તારે જમી પર” નું શૂટિંગ આ હિલ સ્ટેશન પર જ કરવામાં આવ્યું છે. અહીંની ન્યુ એરા હાઇસ્કુલ માં ફિલ્મનું શૂટિંગ થયું હતું. આ ઉપરાંત રાજા હિન્દુસ્તાની ફિલ્મનું શૂટિંગ પણ અહીં કરવામાં આવ્યું હતું. પંચગીની બિલકુલ નજીક બીજું હિલ સ્ટેશન મહાબળેશ્વર આવેલો છે. અહીં પણ અનેક ફિલ્મોનું શૂટિંગ કરવામાં આવે છે. અને આ બંને ફળ સ્થળ ઉનાળામાં હવા ખાવા માટેના ખૂબ પ્રચલિત સ્થળોમાંના એક છે.
પંચગીની જવા માટે રૂટ
બાઈ ફ્લાઇટ : જો તમે પણ પંચગીની હિલ સ્ટેશનની વિઝીટ કરવાનું વિચારતા હોવ તો તમારા માટે ફ્લાઇટ દ્વારા પંચગીની જવું ખૂબ સહેલું પડશે અને પુનાનું લોહેગામ એરપોર્ટ સૌથી નજીકનું એરપોર્ટ થાય છે.
બાઈ રોડ : પુના થી રોડ માર્ગે પંચગીની જઈ શકાય છે આ ઉપરાંત પંચગીની જવા માટે પૂના મુંબઈ મહાબળેશ્વર અને સત્તા રાતે બસ સુવિધા પણ ઉપલબ્ધ છે. અહીંના રસ્તા ખૂબ સારા હોવાને કારણે તમે કાર દ્વારા પણ પંચગીની જઈ શકો છો. અમદાવાદ થી 755 કિલોમીટર થાય છે તમે કાર દ્વારા 14 કલાકમાં અહીં પહોંચી શકો છો.
બાઈ ટ્રેન : આ ઉપરાંત ટ્રેનથી જવું હોય તો નજીકનું સ્ટેશન સત્તારા છે. પરંતુ અહીં પહોંચવા માટે લોકો પુના રેલ્વે સ્ટેશનને વધુ પસંદ કરે છે. કારણ કે દેશના અન્ય સ્થળો સાથે કનેક્ટિવિટી સારી છે.
મહત્વની લીંક
અન્ય માહિતી વાંચવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
પંચગીની હિલ સ્ટેશન ક્યાં આવેલું છે???
મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં