WhatsApp ગ્રૂપમાં જોડાવો!

દેશના સૌથી મોંઘા લગ્ન: 25 કરોડનો હાર અને 17 કરોડની સાડી, ટોટલ 500 કરોડ નો ખર્ચ.

દેશના સૌથી મોંઘા લગ્ન: 25 કરોડનો હાર અને 17 કરોડની સાડી, ટોટલ 500 કરોડ નો ખર્ચ:

આપણા દેશમાં લગ્ન એ એક ખૂબ જ મહત્વનો અને ઉલ્લાસ પુરવાનો પ્રસંગ છે, પોતાના પરિવારમાં જ્યારે કોઈના લગ્ન હોય ત્યારે આપણે ખૂબ જ આતુરતાપૂર્વક તેની રાહ જોતા હોઈએ. અને લગ્નના કેટલાય સમયે પહેલાથી આપણે આવનારા લગ્નની તૈયારી કરતા હોઈએ છીએ. હાલ મોટાભાગના લોકો લગ્નના તહેવાર ઉપર ખૂબ ખર્ચ કરતા હોય છે અને લગ્નને ખૂબ સારી રીતે ઉજવતા હોય છે. અવારનવાર આપણે સોશિયલ મીડિયા અને સમાચાર દ્વારા વાંચતા અને સાંભળતા હોઈએ છીએ કે લગ્નમાં આટલા કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. પરંતુ શું તમે ક્યારેય એવા લગ્ન વિશે સાંભળ્યું છે કે જેમાં દુલ્હનને 25 કરોડનો હાર અને 17 કરોડની સાડી પહેરાવવામાં આવી હોય? ભારતના સૌથી મોંઘા લગ્ન વિશે આપણે અહીં ચર્ચા કરી રહ્યા છીએ જે હાલ તાજેતરમાં ખૂબ વાયરલ થઈ છે. આ લગ્નમાં કન્યાએ 17 કરોડની સાડી અને 25 કરોડનો હાર ટોટલ મળી જ્વેલરીની કુલ કિંમત 90 કરોડ રૂપિયા છે. જાણો કોણ છે આ કન્યા.

બ્રહ્માણી દેવી વેડ્સ રેડી રાજીવ

કર્ણાટકના ભૂતપૂર્વ પ્રધાન અને ખાણ ઉદ્યોગપતિ જી જનાર્દન રેડી ની પુત્રી બ્રહ્માણી રેડી અને હૈદરાબાદ સ્થિત ઉદ્યોગપતિ વિક્રમદેવા રેડીના પુત્ર રાજીવ રેડી ના લગ્ન ભારતમાં સૌથી મોંઘા લગ્ન હોવાનું માનવામાં આવે છે જેમાં કરોડો રૂપિયાનો ખર્ચ થયો હતો.

બ્રહ્માણીના આ લગ્ન પાંચ દિવસ સુધી ચાલ્યા હતા અને દુનિયાભરમાંથી 50,000 મહેમાનો આ લગ્નમાં હાજરી આપવા માટે આવ્યા હતા, લગ્ન સમારોહ માટે બ્રહ્માણીએ સોનાના દોરાના કામ સાથે લાલ રંગની સુંદર કાનજીવરમ સાડી પહેરી હતી. આ સાડી પ્રખ્યાત ફેમસદ ડિઝાઇનર નીતા લુલ્લા એ 17 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરી છે.

લગ્નમાં થયો 500 કરોડથી વધુ નો ખર્ચ

બ્રહ્માણી રેડી અને રાજીવ રેડી ના લગ્ન 6 નવેમ્બર 2016 ના રોજ તે તારીખે ₹500 કરોડથી વધુના ખર્ચમાં કરવામાં આવ્યા હતા. બ્રહ્માણી અને રાજીવ ના લગ્ન ની વાત કરીએ તો બ્રહ્માણીના પિતા જનાર રેડીએ તેને માત્ર પોતાની દીકરી માટે જ નહીં પણ હાજર દરેક મહેમાનો માટે પણ એક અવિસ્મરણીય ઘટના બનાવી દીધી હતી.

જનાર્દાના રેડીએ તેમના મહેમાનોને રહેવા માટે બેંગલોરમાં ફાઇસટાર અને થ્રી સ્ટાર હોટેલમાં 1500 રૂમ બુક કરાવ્યા હતા. મહેમાનોને લઈ જવા માટે લગભગ 2000 કાર અને 15 હેલિકોપ્ટર ભાડે રાખવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર આ લગ્ન માટે આમંત્રણો માટે જ રૂપિયા પાંચ કરોડ ખર્ચવામાં આવ્યા હતા.

25 કરોડનો હાર

આ લગ્નમાં મેકઅપ આર્ટિસ્ટરને ખાસ મુંબઈથી લાવવામાં આવ્યા હતા અને 50થી વધુ મેકઅપ આર્ટિસ્ટને રાખવામાં આવ્યા હતા. માત્ર મેકઅપ માટે જ 30 લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા હોવાનો અંદાજ છે. આ લગ્નમાં કન્યા એ પહેરેલા હાર ની કિંમત રૂપિયા 25 કરોડ હતી આનાથી સાડી સાથે પહેરેલા હાર પણ આવેલ મહેમાનોના ધ્યાનનું કેન્દ્ર બન્યું હતું કુલ બ્રાઇડલ જ્વેલરી ની કિંમત 90 કરોડ રૂપિયા હતી.

અન્ય ન્યુઝ વાંચવા માટે અહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment