WhatsApp ગ્રૂપમાં જોડાવો!

શિષ્યવૃતિ પરીક્ષા : ધોરણ 6 અને 9 ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ પરીક્ષા જાહેર, જાણો સંપૂર્ણ માહિતી.

શિષ્યવૃતિ પરીક્ષા : PSE EXAM: SSE EXAM: હાલ રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે અનેક સહાયકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે. એવી જ એક શિષ્યવૃતિ પરીક્ષા એટલે કે પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા (PSE EXAM ) અને માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા (SSE EXAM). વર્ષ 2025 માટે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ના ફોર્મ ભરવાનું નોટિફિકેશન 24 માર્ચ ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. અને વિદ્યાર્થીઓએ 25 માર્ચ 2025 થી 4 એપ્રિલ 2025 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. વધુ માહિતી જેમકે સ્કોલરશીપ યોજના હેઠળ કોણ ફોર્મ ભરી શકે? ફોર્મ ભરવા માટેના નિયમો? ફોર્મ ભરવા માટે કેટલા ડોક્યુમેન્ટ જોશે? તેમજ ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવા તમામ માહિતી અહીં આપેલી છે. શિષ્યવૃત્તિ પરીક્ષા ની વધુ માહિતી માટે અમારી વેબસાઈટને નિયમિત મુલાકાત લેવી.

શિષ્યવૃતિ પરીક્ષા 2025

યોજનાનું નામ PSE EXAM, SSE EXAM ( પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા )
શિષ્યવૃતિની રકમ નિયમ અનુસાર
નોટિફિકેશન જાહેર થયા તારીખ 24 માર્ચ 2025
એપ્લિકેશન મોડ ઓનલાઇન
વિદ્યાર્થીઓ ધોરણ 6 અને ધોરણ 9 ના વિદ્યાર્થીઓ
ઓનલાઇન અરજી શરૂ તારીખ 25 માર્ચ 2025 થી
અરજી કરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ 2025 સુધી
પરીક્ષા તારીખ 26 એપ્રિલ 2025
ઓફિસિયલ વેબસાઈટ www.sebexam.org













પરીક્ષા ફી

  • પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા – ₹50
  • માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા – ₹50

આવક મર્યાદા

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ અને શિષ્યવૃત્તિ પરીક્ષામાં આવક મર્યાદા ને ધ્યાને લેવામાં આવતી નથી.

અભ્યાસક્રમ

  • પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ એક થી પાંચ સુધીનો રહેશે.
  • માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ છ થી આઠ સુધીનો રહેશે.

પ્રશ્નપત્ર નું માધ્યમ

  • પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા પેપરનું માધ્યમ માત્ર ગુજરાતી રહેશે.

પ્રશ્નપત્ર નો ઢાંચો

કસોટી નો પ્રકાર પ્રશ્નોગુણ સમય
ભાષા અને સામાન્ય જ્ઞાન100100180મિનિટ
ગણિત અને વિજ્ઞાન 100100180મિનિટ

ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું?

  • સૌપ્રથમ નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશનને ડાઉનલોડ કરો અને લાયકાત ના નિયમો તપાસો.
  • જો તમે યોગ્ય લાયકાત ધરાવો છો અને અરજી ફોર્મ કરવા ઈચ્છો છો તો તમે નીચે મુજબના સ્ટેપ અનુસાર એને ઓનલાઈન ફોર્મ ભરી શકશો.
  • સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ www.sebexam.org પર જવું.
  • અપ્લાય ઓનલાઇન પર ક્લિક કરો
  • પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ ફોર્મ (ધોરણ છ ના વિદ્યાર્થીઓ માટે )અથવા માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ ફોર્મ ( ધોરણ નવ ના વિદ્યાર્થીઓ માટે )સામે અપ્લાય નાવ બટન પર ક્લિક કરો
  • તમારી સામે એપ્લિકેશન ફોર્મ ઓપન થશે તેમાં તમામ માહિતી ભરો
  • આગલા વર્ષના પરિણામની વિગતો ભરો.
  • સંપૂર્ણ માહિતી વાંચે સેવ બટન પર ક્લિક કરો.
  • વિદ્યાર્થીનો એપ્લિકેશન નંબર જનરેટ થશે તેને સાચવીને રાખો.
  • ભરેલ અરજી ફોર્મની પ્રિન્ટ મેળવી લેવી.

મહત્વની લીંક

2025 લેટેસ્ટ અપડેટ્સ

👇👇👇

Official website Please Click Here 

ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો

હોલ ટીકીટ કાઢવા માટે અહીં ક્લિક કરો

રીઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો 

અરજી ની પ્રિન્ટ કાઢવા માટે અહીં ક્લિક કરો 

વારંવાર પૂછાતા પ્રશ્નો

પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ ફોર્મ 2025 ઓનલાઇન અરજી કરવાની તારીખ કઈ છે?

25 માર્ચ 2025 થી 4 એપ્રિલ 2025 સુધી

પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ ફોર્મ 2025 પરીક્ષા તારીખ કઈ છે?

26 એપ્રિલ 2025

પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ ફોર્મ 2025 ની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

www.sebexam.org

Leave a Comment