WhatsApp ગ્રૂપમાં જોડાવો!

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024

વડોદરા મહાનગરપાલિકા દ્વારા 220 નવી જગ્યા ઉપર ભરતી જાહેર ઓનલાઇન અરજી ની વિગત જાણો.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024: વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેડિકલ ઓફિસર mphw સ્ટાફનર્સ અને સિક્યુરિટી ગાર્ડ સહિતની અન્ય વિવિધ 220 જગ્યાઓ પર ભરતી જાહેરાત બહાર પાડી છે રસ ધરાવતા ઉમેદવારોએ 12 જાન્યુઆરી 2024 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ આ નવી ભરતી તમામ માહિતી તમને આ આર્ટિકલ દ્વારા મળી રહેશે જેમાં જગ્યાઓની વિગતવાર માહિતી શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ સિલેકશન પ્રોસેસ અરજી ફી તેમ જ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી વગેરે નીચે મુજબ છે.

ખાલી જગ્યાઓ ની વિગતવાર માહિતી

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ સત્તાવાર નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર કુલ 220 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે જેમાં મેડિકલ ઓફિસરની કુલ 47 જગ્યાઓ mphw મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની 58 જગ્યા સ્ટાફ નર્સની 56 જગ્યા અને સિક્યુરિટી ગાર્ડની 59 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

અગત્યની તારીખો

વડોદરા મહાનગરપાલિકાની આ ભરતી ની જાહેરાત 29 ડિસેમ્બર 2023 ના રોજ કરવામાં આવેલ હતી અને હાલ ઓનલાઈન અરજી શરૂ થયેલ છે તેમજ હવે માત્ર ત્રણ જ દિવસો આ ભરતી માટે અરજી કરવા બાકી હોય એટલે કે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 12 જાન્યુઆરી 2024 છે ઉમેદવારોએ સમય મર્યાદામાં પોતાની અરજી ઓફિસિયલ વેબસાઈટ મારફતે ઓનલાઈન કરવાની રહેશે ઉમેદવારોના હેતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટ ની ડાયરેક્ટ લિંક અહીં નીચે મૂકવામાં આવેલી છે તમે અહીંથી ઓનલાઈન અરજી કરી શકશો.

અરજી ફી

રસ ધરાવતા ઉમેદવારોએ આ ભરતી પ્રક્રિયામાં અરજી કરવા માટે કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં

શૈક્ષણિક લાયકાત

દરેક પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત હોય માટે શૈક્ષણિક લાયકાતની વિગતવાર વાંચવા અહીં નીચે આપેલા સત્તાવાર નોટિફિકેશન ને વાંચો.

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી

  • સૌપ્રથમ અહીં આપેલ સત્તાવાર નોટિફિકેશનને ડાઉનલોડ કરી તમે આ ભરતી માટે અરજી કરવા લાયકાત ધરાવો છો કે નહીં તે તપાસો
  • ત્યારબાદ અરજી કરવા માટે સૌપ્રથમ વડોદરા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx પર જાવ
  • અહીં તમારી સામે વડોદરા  મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલ તમામ ભરતીની માહિતી જોવા મળશે
  • તમે જે પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છો છો તેની સામે આપેલ અપ્લાય ના બટન પર ક્લિક કરો
  • હવે અરજી ફોર્મ માં તમારી દરેક માહિતી સાચી ભરો
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • અરજી ફોર્મ સબમીટ કરો અને પ્રિન્ટ મેળવો

મહત્વની લિંક

સત્તાવાર નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી માટેઅહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો

Leave a Comment