WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Solar fensing yojna : સોલાર પાવર યુનિટ કીટ ખરીદવા માટે 15,000 ની સહાય, જાણો પાત્રતાના નિયમો અને અરજી કરવાની રીત

Solar fensing yojna : સરકારશ્રી દ્વારા ખેડૂતોના હિતમાં અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેમાંની એક યોજના એટલે સોલાર પાવર યુનિટ કીટ ખરીદવા માટે ની યોજના જેના દ્વારા ખેડૂતોને ખેતરોની ફરતે ફેન્સીંગ લગાવી પશુઓ અને જંગલી પ્રાણીઓથી પોતાના પાકને બચાવવામાં મદદ મળી રહે, ખેડૂતોને જંગલી પ્રાણીઓ અને ઢોરની હાનિકારક અસરોથી બચાવવા માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે, આ આર્ટીકલ દ્વારા તમે જાણી શકશો કે આ યોજનાનો લાભ કેવી રીતે મેળવવો? તેમજ કેટલી સબસીડી સરકારશ્રી દ્વારા આપવામાં આવી રહી છે તેમજ યોજના માટે પાત્રતાના નિયમો અને અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી વગેરે.

Solar fending yojna

યોજનાનો મુખ્ય હેતુ

આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોના ખેતર અને જંગલી ભૂંડ નીલગાય અને અન્ય વન્ય પ્રાણીઓથી પાકને થતા નુકસાન અને ઓછું કરવાની છે જેથી ખેડૂતોને ખેતરની ફરતે ફેન્સીંગથી પાકને સુરક્ષા મળે આ યોજના ખેડૂતોને ખેતીમાં ખર્ચ ઘટાડવાની અને પાક રક્ષણ કરવા માટે સારી મદદ કરી શકેઆ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોના ખેતર અને જંગલી ભૂંડ નીલગાય અને અન્ય વન્ય પ્રાણીઓથી પાકને થતા નુકસાન અને ઓછું કરવાની છે જેથી ખેડૂતોને ખેતરની ફરતે ફેન્સીંગથી પાકને સુરક્ષા મળે આ યોજના ખેડૂતોને ખેતીમાં ખર્ચ ઘટાડવાની અને પાક રક્ષણ કરવા માટે સારી મદદ કરી શકે છે

સહાયની રકમ

સોલાર પાવર યુનિટ ગેટ ખરીદવા માટે ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના 50 ટકા રૂપિયા અથવા 15000 રૂપિયા બેમાંથી જે ઓછો હોય તે સહાય આપવામાં આવશે

યોજનાની પાત્રતા

  • ખેડૂત ગુજરાતનો કાયમી વતની હોવો જરૂરી છે
  • બે હેક્ટર સુધી જમીન ધરાવતા ખેડૂતોને લાભ મળવાપાત્ર રહેશે
  • આ યોજનાનો લાભ એક જ વખત મળવાપાત્ર થશે એટલે અગાઉ ખેડૂત દ્વારા આનો લાભ મેળવી લીધેલ હોય તો પાછો લાભ મળશે નહીં
  • ખેડૂતોએ પોતાની રીતે બજારમાંથી સારી ગુણવત્તાવાળી કીટની ખરીદી કરવાની રહેશે.
  • યોજના લક્ષ્યાંક ની મર્યાદામાં (33000) વહેલા તે પહેલાના ધોરણે કરેલ ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે
  • આ કીટ યોજનાનો લાભ 10 વર્ષે એક વખત મળવાપાત્ર રહેશે

યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • ખેડૂતની જમીનની 7-12, 8 અ નકલ
  • જ્ઞાતિનું પ્રમાણપત્ર
  • રેશનકાર્ડ ની નકલ
  • આધાર કાર્ડ નકલ
  • અરજદાર વિકલાંગ હોય તો વિકલાંગ અંગેનું સર્ટિફિકેટ
  • ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત
  • જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગત
  • મોબાઈલ નંબર
  • બેંક ખાતાની પાસબૂક
  • જમીન જો સંયુક્ત ખાતેદારમાં હોય તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી

  1. સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ પર જાઓ
  2. અહીં હોમપેજ પર ખેડૂતો માટે ઓપ્શન પર ક્લિક કરો
  3. ત્યારબાદ ખેતીવાડીની યોજનાઓ પર ક્લિક કરો
  4. વિવિધ યોજનાઓ માંથી સોલાર પાવર યુનિટ કીટ ઓપ્શન પર ક્લિક કરો
  5. અરજી કરો બટન પર ક્લિક કરો
  6. નવા ખેડૂત અથવા પહેલાથીજ રજીસ્ટર ખેડૂત પર ક્લિક કરો
  7. જો તમે નવા ખેડૂત હોવ તો તમારી વ્યક્તિગત માહિતી ભરો અને જો તમે પહેલાથી જ રજીસ્ટર ખેડૂત હોવ તો તમારે તમારા રજીસ્ટર નંબર અને પાસવર્ડ નો ઉપયોગ કરી લોગીન થવાનું રહેશે
  8. આગળ બટન પર ક્લિક કરો
  9. તમારી અરજીની સમીક્ષા કરો અને સબમિટ બટન પર ક્લિક કરો
  10. ઉપર મુજબના સ્ટેપ અનુસરવાથી તમારે અરજી સફળતાપૂર્વક ભરાઈ જશે તેની પ્રિન્ટ મેળવો

અગત્યની લીંક

ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
અરજી કરવા માટે Direct linkઅહીં ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો
વધુ માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો

Leave a Comment