Mparivahan app : કોઈપણ વાહન ના નંબર પરથી જાણો તે વાહનના માલિકનું નામ અને તે વાહનની સંપૂર્ણ માહિતી.
શું તમે કોઈ વાહન ના નંબર પરથી તેના માલિકનું નામ અને વાહનના નોંધણીની વિગતો જાણવા માંગો છો તો તે શક્ય છે તમે કોઈપણ વાહન ના નંબર પરથી તેના માલિકનું નામ અને વાહનના નોંધણીની તમામ વિગતો તમારા મોબાઇલ દ્વારા જાણી શકો છો કેવી રીતે આ શક્ય છે તેની વિગતવાર માહિતી તમે આ આર્ટિકલ દ્વારા જાણી શકશો.
Mparivahan vehicle full details
તમે Mparivahan ઓનલાઇન એપ્લિકેશનનો ઉપયોગ કરીને આ તમામ વિગતો જાણી શકો છો જેમાં વાહનના માલિકનું નામ, વાહન કઈ કંપનીનું છે, વાહન ક્યારે લીધેલું છે, આ વાહનનો વીમો છે કે નહીં, તેમજ વાહનનું પીયુસી છે કે નહીં વગેરે….
Mparivahan એપ વિશે
આ એપ્લિકેશનનો મુખ્ય હેતુ તમારા વાહનના તમામ ડોક્યુમેન્ટ અને સુરક્ષિત રાખવાનો છે જેમાં તમે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ આરસીબુક વગેરે જેવી વિગતો ઓનલાઈન સેવ રાખી શકો છો અને ટ્રાફિક ના નિયમો અનુસાર તમે ટ્રાફિક પોલીસને આ એપ્લિકેશનમાં રાખેલ ડિજિટલ ડોક્યુમેન્ટ ને બતાવી અને ચલણથી બચી શકો છો
એપ્લિકેશનના ફાયદા
mParivahan મોબાઇલ એપ્લિકેશન એ NIC દ્વારા બનાવેલ એક એવી એપ્લિકેશન છે, જે ટ્રાફિકની કામગીરીના નિયમોમાં મદદરૂપ બનવા ના મુખ્ય હેતુથી બનાવવામાં આવી છે, આ એપ google play store પર અને ios પ્લેટફોર્મ એમ બંને માટે બનાવવામાં આવી છે. જેથી આ એપ્લિકેશનને તમે કોઈપણ android મોબાઇલ અથવા એપલ મોબાઇલમાં તેને યુઝ કરી શકો છો, આ એપ્લિકેશન દ્વારા તમે તમારા વાહન પર કરાયેલ ચલણ જોઈ શકો છો અને તેની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.
ભારત સરકાર વાહન વ્યવહાર વિભાગ વિભાગ દ્વારા લોન્ચ કરવામાં આવેલી આ એપ્લિકેશન દ્વારા તમે તમામ માહિતી જાણી શકો છો જેમાં કોઈપણ વાહન અથવા વાહનના માલિકને તમે શોધી શકો છો વધુમાં આ વાહન કેટલું જૂનું છે અને કોના નામે રજીસ્ટર થયેલું છે તેની સંપૂર્ણ વિગત તમે ઓનલાઈન ચકાસી શકો છો
એપ્લિકેશન કામ કેવી રીતે કરશે
- mParivahan એપ નો ઉપયોગ કરવા માટે તમારે સૌથી પહેલા google play store પરથી એમ પરિવહન મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થશે અને ઇન્સ્ટોલ કરવાની રહેશે
- હવે તમારે એમ પરિવહન એપ ઓપન કરી તમારા મોબાઈલ નંબર પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે
- મોબાઈલ નંબર નાખતા ની સાથે તમારા મોબાઇલમાં એક ઓટીપી આવશે ઓટીપી દાખલ કરી નોંધણી કરો
- તમારી સામે એક ડેશબોર્ડ ખુલશે જેમાં તમે વાહનનો ડીએલ નંબર અથવા આરતી નંબર દાખલ કરીને તમારા વાહનની અથવા તો તમે જે વાહનની માહિતી મેળવવા ઈચ્છો છો તેની માહિતી જોઈ શકો છો
- આ ઉપરાંત જો તમે નવું ડ્રાઇવિંગ લાઇસન્સ રજીસ્ટર કરાવવા અને પ્રતિબંધિત કરવા માંગતા હોવ તો મેનુ પર ક્લિક કરીને તમે જે પણ કરવા ઈચ્છો છો તેના પર ક્લિક કરી દસ્તાવેજો જરૂર મુજબના દાખલ કરી ઓનલાઇન પ્રોસેસમાં મૂકી શકો છો અને તેનું સ્ટેટસ પણ ચેક કરી શકો છો
આને પણ વાંચો મોદીજીને મારી નાખવાની ધમકી અપાઈ
સત્તાવાર વેબસાઈટ નો ઉપયોગ કરી ઓનલાઈન વાહનની વિગત કેવી રીતે ચકાસવી
- mParivahan મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમે કોઈપણ વાહનની વિગતો ઓનલાઇન ચકાસી શકો છો સાથે સાથે તમે ઓફિસિયલ વેબસાઈટ દ્વારા પણ આ પ્રક્રિયા કરી શકો છો જેની વિગતવાર માહિતી આ મુજબ છે
- સૌપ્રથમ તમારે parivartan.gov.in ઓફિશિયલ વેબસાઇટ પર ક્લિક કરવાનું થશે
- ત્યારબાદ તેમાં RC સ્ટેટસ પર ક્લિક કરો
- હવે તમારે જે વાહનની માહિતી જોવી હોય તે વાહન ના નંબર અહીં દાખલ કરો
- ત્યારબાદ vahan search પર ક્લિક કરી તમે તે વાહનની તમામ વિગતો ઓનલાઇન ચેક કરી શકો છો
અહીં વાહન નંબર નાખતા ની સાથે જ તમામ વિગતો તમે જોઈ શકશો જેમાં વાહનના માલિકનું નામ વહાણ કઈ કંપનીનું છે તેની વિગત વાહન ક્યારે લીધેલું છે તેની માહિતી વાહનનો વીમો છે કે નહીં તેમ જ આ વાહનનું પીયુસી છે કે નહીં તમામ વિગતો તમે આ ઓફિસિયલ વેબસાઈટ મારફતે પણ જોઈ શકો છો
અગત્યની લીંક
mParivahan એપ ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ દ્વારા વાહનની વિગતો તપાસવા | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે હોમ પેજ પર જવા | અહીં ક્લિક કરો |
અમારી દરેક માહિતી મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
FAQ
Mparivahan app મોબાઇલ એપ્લિકેશન ક્યાંથી ડાઉનલોડ કરી શકાય છે
- google play store
Mparivahan app ના ફાયદા શું છે
- આ એપ દ્વારા તમે તમારા વાહનના તમામ ડોક્યુમેન્ટ સાચવી શકો છો અને વધુમાં ડ્રાઇવિંગ લાઇસન્સ આરસીબુક વગેરે જેવી સેવાઓ વિશે ઓનલાઈન માહિતી મેળવી શકો છો
કોઈપણ વાહનની વિગતો તપાસવા માટે ઓફિશિયલ વેબસાઈટ કઈ છે