E-Challan 2023: હાલ દરેક લોકોને ખબર છે કે દરેક સિટીમાં વિવિધ જગ્યાએ ટ્રાફિક પોલીસ દ્વારા કેમેરાઓથી વોચ રાખવામાં આવી રહી છે , અને સરકારશ્રીના મોટર વ્હીકલ એક્ટ નિયમો અનુસાર જે કોઈ લોકો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે તેમને ઓનલાઈન મેમો ફટકારવામાં આવે છે અને તે લોકોએ આ મેમો ભરવો ફરજિયાત હોય છે. જો લોકો દ્વારા મેમો ભરવામાં નહીં આવે તો પોલીસ દ્વારા તેમને જાણ કરવામાં આવે અને અંતે તેમને પોલીસ સ્ટેશનના ધક્કા પણ ખાવા પડે, માટે જ્યારે તમારો ઓનલાઈન મેમો ફાટે ત્યારે તમારે એ મેમો ભરવો ફરજિયાત થઈ જાય છે. અહીં આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે તમારા વાહનનો મેમો ઓનલાઈન ફાટ્યો છે કે નહીં તે ઓનલાઇન કેવી રીતે ચેક કરવું અને જો હા તો તેને તમે ઓનલાઇન કેવી રીતે ભરી શકો.
મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા પછી ચલણના ઘણા મામલા સામે આવ્યા છે જેમાં લોકોને મોટી સંખ્યામાં પેનલ્ટી ભરવી પડી રહી છે, દંડ વધ્યા પછી લોકો વધારે સજાગ થઈ રહ્યા છે.
જોકે ઘણી વખત લોકો ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન કરી જાય છે એવામાં તેમની ગાડી નંબર પર ચલાણ જારી કરવામાં આવે છે, જો તમે પણ ક્યારેય જાણ્યા કે અજાણ્યામાં ટ્રાફિકના નિયમોનું ઉલંઘન કર્યું હોય તેના પર તમારી ગાડી પર ચલણ ફાટ્યું હોય પરંતુ તમને ખબર જ ના હોય તો તમારે ડરવાની જરૂર નથી, હવે તમે ચલણ ફાટ્યું છે કે નહીં તમે ઘરે બેસીને ઓનલાઈન ચકાસી શકો છો, અને જો તેમાં તમારા ગાડી નંબર પર મેમો ફાટીયો હોય તો તમે તેને ઓનલાઈન ભરી પણ શકો છો જે પ્રોસેસ આ મુજબ છે.
ઓનલાઇન મેમો ચેક કરવાની રીત
સૌપ્રથમ તમારે ટ્રાફિકની ઓફિસિયલ વેબસાઈટ echallan.parivahan.gov.in પર જવાનો થશે, આ વેબસાઈટને તમે તમારા મોબાઇલ અથવા કમ્પ્યુટરમાં ખોલી શકશો
ત્યારબાદ તમારે સૌ પ્રથમ “check chalan status” પર ક્લિક કરવાનું રહેશે
અહીં ત્રણ ઓપ્શન { ચલણ નંબર, વહીકલ નંબર, DL નંબર }જોવા મળશ . જો તમે વ્હીકલ નંબર વાળા ઓપ્શન પર ક્લિક કરો
વ્હીકલ નંબર વાળી જગ્યા પર ક્લિક કરી તમારી ગાડી નો નંબર દાખલ કરો ત્યારબાદ એક કેપ્ચા કોડ નાખવાનો થશે
કેપ્ચા કોડ દાખલ કર્યા બાદ ” Get Detail” પર ક્લિક કરો
તમે ક્લિક કરશો એટલે તમારી સામે એક પેજ ઓપન થશે જેમાં તમારી ગાડી ના નામે કોઈ ચલણ ફાટ્યું છે કે નહીં તે તમે જોઈ શકશો
આ સિવાય તમે ડીએલ નંબર દાખલ કરીને પણ તમારી ગાડી ના નામે કોઈ ચલણ છે કે નહીં તે ચેક કરી શકો છો
અહીં ચેક કરતાની સાથે જેની સામે ચલણ ની રકમ આવે તે લોકોએ ઓનલાઇન પેમેન્ટ કરવાનું થશે અથવા નજીકના ટ્રાફિક પોલીસ સેન્ટર પર જઈ તમે મેમો ભરી શકશો
ઓનલાઇન પેમેન્ટ ભરવાની રીત સમજો
- આ માટે તમારે ચલણની આગળ “pay now” બટન પર ક્લિક કરવાનું થશે
- પ્રોસેસ હેઠળ તમારા રજીસ્ટર નંબર પર ઓટીપી આવશે
- ત્યારબાદ તમે સંબંધિત રાજ્યના ઈ ચલણ પેમેન્ટ વેબસાઈટ પર પહોંચી જશો
- હવે તમારી સ્ક્રીન પર પેમેન્ટ કન્ફર્મેશન નું પેજ આવશે
- અહીં તમારે “proceed” પર ક્લિક કરવાનું થશે
- જ્યાં તમારે પેમેન્ટ ગેટવે પસંદ કરીને ચુકવણી કરવાની રહેશે
ઈ ચલણ એપ્લિકેશન દ્વારા પણ માહિતી જાણી શકો છો
તમારી ગાડી ના નામે મેમો છે કે નહીં તેમજ મેમો હોય તો તેને ઓનલાઈન ભરવાની સંપૂર્ણ વિગત તમે ઈ ચલણ ટ્રાફિક એપ્લિકેશન દ્વારા પણ કરી શકો છો આ એપ્લિકેશન ડાઉનલોડ કરી તમે તમારા મોબાઇલમાં કાયમી માટે સેવ રાખી શકો છો અને જ્યારે તમે એવું લાગે કે ટ્રાફિક ના નિયમોનો ઉલ્લેખન થયેલું છે અને તમારી ગાડી ના નામે મોમો પાર્ટીઓ કે નહીં તે તમે ગમે ત્યારે ચેક કરી શકો છો
એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રીત
આ એપ્લિકેશનને તમે google play store પર જઈને ડાઉનલોડ કરી શકો છો
અગત્યની લીંક
તમારી ગાડી નો મેમો ફાટ્યો છે કે નહીં તે ચેક કરવા માટે | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |