ભારત પાકિસ્તાન મેચ ની તમારી ટિકિટ નકલી તો નથી ને ? આવનારા 14 ઓક્ટોબર ના રોજ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વર્લ્ડકપ રમાવા જઈ રહ્યો છે. ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચને લઈ નકલી ટિકિટો નો કારોબાર સામે આવતા વધતાં કેસોને લઈને અસલી ટિકિટની ઓળખ માટે ચાર ફીચર્સ બનાવાયા છે .
14 ઓક્ટોબરે રમાશે ભારત પાકિસ્તાન મેચ
વર્ષોથી ભારત પાકિસ્તાન વચ્ચેનો મેચ હોય ત્યારે લોકોનો ઉત્સાહ આસમાને જ હોય છે, સ્ટેડિયમ પણ વર્ષો જૂની પરંપરા મુજબ ખચો ખચ ભરાઈ જતું હોય છે, અને ક્રિકેટ પ્રેમી ઓ ગુજરાતના દરેક જિલ્લાઓમાંથી આ મેચ જોવા માટે આવતા હોય છે. તેમાં પણ આ વખતે તો મેચ અમદાવાદમાં રમાઈ રહ્યો છે અને એ પણ વર્લ્ડ કપની મેચ એટલે લોકોના ઉત્સાહનો આનંદનો પાર ન હોય. ક્રિકેટ રસિકોનો આનંદ બેવડાઈ ગયો છે. તેને લઈને ટિકિટની માંગ ખૂબ જ વધી રહી છે. લોકો મોઢે માંગ્યા રૂપિયા આપવા તૈયાર છે. અને ટિકિટ ખરીદવા પડા પડી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ભેજા બાજો નકલી ટિકિટ વેચી ખૂબ મોટી રકમ પડાવી લેવા માટે કીમ્યો શોધ્યો છે, અને આ ટિકિટ ને રૂપિયા 2000 થી લઈ 20,000 સુધીના ઊંચા દામોમાં વહેંચી રહ્યા છે, અને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. આના કેસ વધી રહ્યા છે જેથી અસલી ટિકિટની ઓળખ માટે ચાર સુરક્ષા ફીચર બનાવ્યા છે. તો તમે ખરીદેલી ટિકિટ અસલી છે કે નકલી તે જાણવા માટે આ સુરક્ષા ફીચર્સની મદદ લઈ શકો છો, પોલીસે બતાવેલ લાઈવ ડેમો સુરક્ષા ફીચર્સ વિશે વિસ્તારથી દરેક લોકોને સમજ આપે છે.
અસલી નોટના ચાર સુરક્ષા ફીચર્સ વિશે જાણો
- ટિકિટમાં ડાયનેમિક કલર ઇન્ફ્યુઝડ પેપર ( જેના ઉપયોગ થકી જ્યારે ટિકિટ ફાટે અથવા ટિકિટ સાથે છેડા કરવામાં આવે ત્યારે તે અલગ ગુલાબી રંગ બતાવશે જેને લઇને ગોબાચારી બહાર આવી શકે)
- ટેમ્પર એવિડન્ટ વોઇડ ઇન્ડિકેટર ( આના ઉપયોગ થકી ટિકિટમાં કોઈપણ પ્રકારના છેડા કરવામાં આવે તો તાત્કાલિક જાણ થઈ શકે છે)
- માઈક્રોસ્કોપિક સિક્યુરિટી લેન ( જે ટિકિટની સિક્યુરિટી ને વધુ મજબૂત બનાવે છે તેને મેગ્નિફાઇગ ગ્લાસની મદદથી પણ જોઈ શકાશે)
- યુનિક બારકોડ ( જે બધી ટિકિટ પોતાના એક અલગ બારકોડ સાથે અપાય છે જે એન્ટ્રી કાયદેસર છે જેની ચકાસણી કરશે)
ખૂબ ઊંચા ભાવે વેચાણી કાળા બજાર ની ટિકિટો
ઉલ્લેખનીય છે કે ભારત પાકિસ્તાન મેચ ને લઇ ટિકિટનું બ્લેકમાં ધૂમ વેચાણ થઈ રહ્યું છે, 3000 ટિકિટનું કાળા બજારમાં 35,000 સુધીનું વેચાણ તો 4000 ની ટિકિટના 40,000 અને 12,000 ની ટિકિટના 50,000 માં વેચાણ થતું હોવાની વાત સામે આવી છે. whatsapp અને સોશિયલ મીડિયા થકી બ્લેકમાં ટિકિટોનું વેચાણ ખૂબ મોટા પાયે થાય છે, જેમાં મેચની ટિકિટ ના ફોટા મોકલી ઇન્ટરનેટથી ટિકિટની ડીલ થઈ રહી છે. પ્રેક્ષકોની ઊંચી ડિમાન્ડને લઈ કાળા બજારોમાં ટિકિટોના ભાવ આસમાને વધી રહ્યા છે, અને અસલ કિંમતથી 1000 ટકા મોંઘા દરે ટિકિટોનું વેચાણ હાલ થઈ રહ્યું છે. તો આવી મોંઘી દાટ ખરીદેલી ટિકિટ તમારી પાસે નકલી તો નથી બટકી ગઈ ને? તે ચેક કરવા માટે અહીં પોલીસ દ્વારા એક લાઈવ ડેમો મૂકવામાં આવેલો છે. અને અસલી ટિકિટના ઉપર મુજબના ચાર ફીચર્સ જાહેર કરવામાં આવ્યા છે. તો દરેકે પોતે ખરીદેલી ટિકિટ અસલી છે કે નકલી તેને અવશ્ય એકવાર ચેક કરવી જોઈએ.
અગત્યની લિંક
ટિકિટ ફિચર્સ નો વિડીયો | અહીં ક્લિક કરો |
અન્ય સમાચાર માટે | અહીં ક્લિક કરો |
વધુ માહિતી વાંચવા હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |
અમારા whatsapp ગ્રુપ માં જોડાઓ | અહીં ક્લિક કરો |