ઇઝરાયલ-હમાસ જંગ માં 1300 થી વધુ લોકોના મોત

ઇઝરાયલ હમાસ જંગ અપડેટ : ઇઝરાયેલ તરફથી હુમલો કર્યા પછી બંને દેશના કુલ 1300 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. ઇઝરાયેલમાં 700થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે અને ગાજામાં 560 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.

અમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે મીડિયા રિપોર્ટ અનુસાર શનિવારે હમાશે ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો ઇઝરાયેલ તરફથી હુમલો કર્યા બાદ બંને દેશના કુલ 1300 થી વધુ લોકોએ જેમ ગુમાવ્યો છે ઇઝરાયેલમાં 700થી વધુ લોકોએ જ્યારે ગાજામાં 560 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ઇઝરાયેલના વિદેશ મંત્રી એલી કોહે ને જણાવ્યું છે કે હમાસે 100 થી વધુ લોકોને બંધી બનાવ્યા છે અને તેમને ગાજા લઈ જવામાં આવ્યા છે

ઇઝરાયલ PM નું નિવેદન

ઇઝરાયેલ ના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ એ હમાસને ચેતવણી આપી છે, શનિવારે તેમણે યુદ્ધ શરૂ થવાની વાત કહી હતી. બેન્જામીને સોમવારે અવિવ કિરીયા માં સુરક્ષા ની માહિતી મેળવી હતી અને જણાવ્યું હતું કે હમાસની વિરુદ્ધ હજુ બદલો શરૂ જ થયો છે, ચરમપંથીઓ જ્યાં છુપાયેલા છે ત્યાં ઇઝરાયેલની સેના પહોંચશે. અમે મધ્ય પૂર્વને બદલવા જઈ રહ્યા છીએ, હમાસને ખૂબ જ ભયાનક અનુભવ થશે.

ઇઝરાય અલી વેસ્ટ બેંકમાં ઘેરાબંધી પૂર્ણ કરી

ઇઝરાયેલ ની સેનાએ વેસ્ટ બેંકમાં સંપૂર્ણ ઘેરાબંધી કરી છે, આ વિસ્તારમાં 2.8 મિલિયનથી વધુ પેલેસ્ટાઈન લોકો રહે છે. આ સ્થાનિકો અનુસાર શહેરના પ્રવેશ દ્વારા લોખંડના ગેટ, સિમેન્ટ બ્લોક, અને માટીના ઢગલા થી બંધ કરવામાં આવ્યા છે. કેટલાક સ્થળોએ ચોકીઓ સ્થાપિત કરવામાં આવી છે. ઈંધણ પૂરું થઈ જતા કેટલાક પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી હતી. ઇઝરાયેલના રક્ષા મંત્રી યોવ ગૈલેટે જણાવ્યું કે ઇઝરાયેલ ગાજા પર સંપૂર્ણ ઘેરાબંધી કરી રહ્યું છે. તે સ્થળો માં હવે વીજળી, પાણી અને ઇંધણ નથી. વેસ્ટ બેંકમાં રહેતા લોકોને 1000 m 60 રાઇફલ આપવામાં આવશે.

હમાસના અલ કસમ બ્રિગેડની ચેતવણી

હમાસની અલકસમ બ્રિગેડે ચેતવણી આપી છે કે ઇઝરાયેલ ગાઝામા નાગરિકો પર બોમ્બબારી કરશે તો ઇઝરાયલના જે નાગરિકોને બંધી બનાવવામાં આવ્યા છે તેમને મારવાનું શરૂ કરી દેવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સંબંધોના પ્રમુખ બસેમ નઈમે જણાવ્યું છે કે બંધકો સાથે માનવીય અને સમ્માન જનક વ્યવહાર કરવામાં આવે. કેટલા લોકોને બંદક બનાવવામાં આવ્યા છે તેની પુષ્ટિ કરવામાં આવી નથી.

ઇઝરાયેલના પીએમ એ જણાવ્યું છે કે યુદ્ધની શરૂઆત હમાસે કરી છે પરંતુ યુદ્ધનો અંત અમે કરીશું. કોઈપણ સંજોગોમાં ગાજાના આતંકવાદીઓને બક્ષવામાં નહીં આવે. ગાઝા ની પેઢીઓ યાદ રાખશે તેવુ પરિણામ ભોગવવું પડશે

યુદ્ધ સંબંધિત મહત્વપૂર્ણ અપડેટ્સ

  • અમેરિકામાં સોમવારે રાત્રે ઇઝરાયેલના સમર્થનમાં વ્હાઇટ હાઉસ ને વાદળી અને સફળતા લાઈટથી ઝળહળતું કરવામાં આવ્યું હતું
  • પેરિસમાં એફિલ ટાવર પણ ઇઝરાયેલી ધ્વજના રંગોમાં રંગાયેલો જોવા મળ્યો હતો
  • યુ.એસ પ્રમુખ બાયડન ઇઝરાઇલ-હમાસ યુદ્ધના મુદ્દાને બપોરે 1 વાગ્યે (અમેરિકાના સમય મુજબ) સંબોધશે
  • અમેરિકાએ કહ્યું હાલમાં એવા કોઈ નક્કર પુરાવા નથી જે સૂચવે છે કે ઇઝરાયેલ પર હમાસના હુમલા પાછળ ઈરાનનો હાથ છે.

અગત્યની લિંક

વધુ સમાચાર માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment