BSF ભરતી 2023 : BSF માં જોડાઈને કારકિર્દી બનાવવા માગતા યુવાનો માટે ખુશખબર આવી છે, બીએસએફમાં ટ્રેડમેનની 1284 જગ્યા ઉપર બમ્પર ભરતી જાહેર થયેલ છે, જેમાં અરજી કરવા માગતા ઉમેદવારોએ બીએસએફની ઓફિસિયલ વેબસાઈટ પરથી જરૂરી ડિટેલ નોટિફિકેશન વાંચી 27 માર્ચ 2023 સુધીમાં અરજી કરવાની રહેશે જેમાં કોન્સ્ટેબલ ટ્રેડમેન ની વિવિધ જગ્યાઓ પર ખાલી જગ્યાઓ છે.
કોન્સ્ટેબલ કોબ્લર, કોન્સ્ટેબલ ટ્રેલર, કોન્સ્ટેબલ બાર્બર, અને કોન્સ્ટેબલ સ્લીપર ની જગ્યાઓ માટે નીચે મુજબની લાયકાત નક્કી કરવામાં આવેલી છે
માન્યા બોર્ડમાંથી મેટ્રિક અથવા સમકક્ષ ડીગ્રી ધરાવતા હોવા જોઈએ
સંબંધીત ટ્રેડ મા નીપુણ હોવું જરૂરી છે
ભરતી બોર્ડ દ્વારા આયોજિત સંબંધ ટ્રેડ ટેસ્ટમાં લાયક ઠરવું જરૂરી છે
અરજી ફી
આ ભરતી માટે બિન અનામત , OBC અને EWS કેટેગરીના ઉમેદવારો માટે 100 રૂપિયા અરજી ફી રાખવામાં આવી છે જે ઓનલાઇન પેમેન્ટ કરવાની રહેશે
એસસી એસટી અને મહિલા ઉમેદવારો માટે કોઈ અરજી ફી નથી
ઉંમર મર્યાદા
18 વર્ષથી 25 વર્ષ જેમાં કેટેગરી અનુસાર છૂટછાટ મળવાપાત્ર છે. ઉંમરમાં છૂટછાટ માટે વિગતવાર માહિતી વાંચવા નીચે આપેલા લિંક દ્વારા ઓફિસિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરી અને વાંચવું
પસંદગી પ્રક્રિયા
લેખિત પરીક્ષા
શારીરિક કસોટી
ડોક્યુમેન્ટ ચકાસણી
ટ્રેડ ટેસ્ટ
મેડિકલ તપાસ
ફાઇનલ મેરીટ લીસ્ટ
BSF ભરતી 2023 અરજી કેવી રીતે કરવી ?
BSF ભરતી 2023 માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચેના અમુક સ્ટેપ અનુસરવાના રહેશે જે આ મુજબ છે
સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ rectt.bsf.gov.in ઓપન કરો
કોન્સ્ટેબલ ટ્રેડમેન પરીક્ષા 2023 માં બોર્ડર સિક્યુરિટી ફોર્સ પોસ્ટ સામે “અહીં ક્લિક કરો” તેના ઉપર ક્લિક કરો
વિગતો ભરો જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને ફી ઓનલાઇન ચૂકવો
ફોર્મ સબમીટ કરો
ભવિષ્યના સંદર્ભ માટે અરજી ફોર્મ ડાઉનલોડ કરો અને પ્રિન્ટ આઉટ મેળવો
અગત્યની તારીખો
ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ
26 ફેબ્રુઆરી 2023
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ
27 માર્ચ 2023
નોંધ : ઉમેદવારો દ્વારા અરજી ઓનલાઈન મોડ મારફતે કરવાની રહેશે અન્ય રીતે અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં તેની દરેક ઉમેદવારોએ નોંધ લેવી… ઓનલાઇન અરજી કરતા પહેલા દરેક ઉમેદવારોએ ઓફિસિયલ નોટિફિકેશન જરૂરથી વાંચવુ અને ત્યારબાદ અરજી કરવાની ભલામણ કરવામાં આવે છે