Dear Daughter Yojana Complete Details.
- Dear Daughter Yojana is a new initiative launched to protect daughters in which the state government has allocated a total budget of 133 crores under the Dear Daughter Yojana in the year 2022.
- It is mandatory to be from Gujarat to get benefits under Wahali Dotti Yojana, every family living in any city or rural area of Gujarat state is eligible to benefit from this scheme.
- The benefit of Wahali Dhotri Yojana is eligible up to the first two daughters born in the family
- A daughter born in the family under Wahali Dhotri Yojana is eligible to get a total assistance of 1 lakh 10 thousand in total three installments which are as follows
- 4,000 assistance when the daughter enters the first standard
- 6,000 in aid when the daughter enters the 9th standard and
- When the daughter turns 18 years, financial assistance of 1 lakh is eligible for a total assistance of 1 lakh 10 thousand.
- Here we feel blessed to tell our readers friends that the dear daughter scheme launched by the government is really a commendable decision, many families feel depressed with the birth of a child as the cost of educating and marrying them is a burden on the parents as in today’s inflation. A normal family cannot educate a son, how can they educate the graduates, because this society has been hypocritical and stereotypical for the graduates since the beginning, but now the times have changed, the daughters who have sons have come forward and the concept of equality between sons and daughters is common to most of the people. Adopted by the family. A daughter is an avatar of Lakshmi, an educated daughter is two kul and tare, so every family must emphasize on the education of their daughter.
વહાલી દીકરી યોજના 2023
ભારત સરકાર અને ગુજરાત સરકાર દીકરીઓ માટે ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે કેન્દ્ર સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો સુકન્યા સમૃદ્ધિ યોજના વગેરે બહાર પાડેલ છે ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને સુરક્ષા સલામતી અને વિકાસ માટે વુમન એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવેલ છે આ વિભાગ દ્વારા મહિલાઓ માટે ઘણી યોજનાઓ અને સેવા કાર્યરત છે જેમાં મહિલાઓની સામાજિક અને આર્થિક સુરક્ષા માટે વિધવા સહાય યોજના ગંગાસ્વરૂપ આર્થિક પુનઃલગ્ન યોજના વહાલી દીકરી યોજના વગેરે સ્ત્રીઓની સુરક્ષા અને સલામતી માટે 181 મહિલા અભ્યમ સખીવન સ્ટોપ સેન્ટર પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન વગેરે પરંતુ આજે આપણે આ આર્ટીકલ દ્વારા વહાલી દીકરી યોજના 2023 વિશે સંપૂર્ણ જાણકારી મેળવીશું
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વહાલી દીકરી યોજના 2023 કાર્યરત છે આ યોજના સમાજમાં દીકરી જન્મને પ્રોત્સાહન આપવા માટે બહાર પાડવામાં આવેલ છે આ યોજના હેઠળ નાગરિકો ઓનલાઇન અરજી કરી શકે છે લાભાર્થી દીકરીઓને કુલ ત્રણ હપ્તામાં ₹1,10,000 ની સહાય લાભ મળે છે
યોજનાનો હેતુ
વહાલી દીકરી યોજના ના મુખ્ય ઉદ્દેશ્ય અને હેતુઓ આ મુજબ છે જેમાં
◾દીકરી નો જન્મદિવસ વધારવો
◾દીકરીના શિક્ષણને ઉત્તેજન આપવું અને એમાં વધારો કરવો
◾દીકરીનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું
◾બાળ લગ્ન થતાં અટકાવવા
◾વહાલી દીકરી યોજના લગન તમે સંપૂર્ણ જાણકારી ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી મેળવી શકો છો અને ઓનલાઈન અરજી કરી શકો છો
અરજી ક્યા કરવી
લાભાર્થી દીકરીના ગ્રામ્ય પંચાયત ખાતે વી.સી.ઈ પાસેથી અને તાલુકા મામલતદાર કચેરીમાં વિધવા સહાયની કામગીરી કરતા ઓપરેટર પાસે જઈને અરજી કરી શકાય છે
લાભાર્થીને પાત્રતા
◾લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ
◾દીકરીનો જન્મ 2 – 8 – 2019 ના રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ
◾દંપતીના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીને યોજનાનો લાભ મળશે
◾માતા પિતાની સંયુક્ત વાર્ષિક આવક ₹2,00,000/- (બે લાખ) કે તેથી ઓછી (ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તાર માટે) હોય તેમને લાભ મળશે
◾એકલ માતા પિતાના કિસ્સાઓમાં મબકે પિતાની આવકને ધ્યાનમાં રાખવા માં આવશે
◾માતા-પિતાની હયાતી ના હોય તેવી દીકરી માટે દાદા દાદી ભાઈ કે બહેન એ ગાર્ડિયન તરીકે લાભાર્થી દીકરી માટે અરજી કરી શકે છે
◾બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 ની જોગવાઈ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપતી ને આ યોજનાનો લાભ મળી શકે છે
મળવા પાત્ર લાભ
વહાલી દીકરી યોજના હેઠળ કુલ ત્રણ હપ્તામાં લાભ મળે છે લાભાર્થી દીકરીઓને ત્રણ હપ્તામાં એક લાખ 10 હજાર નો લાભ મળવા પાત્ર થશે
✔️જેમાં દીકરી પ્રથમ ધોરણમાં પ્રવેશ કરશે ત્યારે 4 000 ની સહાય મળવાપાત્ર થશે
✔️જ્યારે દીકરી નવમા ધોરણમાં પ્રવેશ કરશે ત્યારે ₹6,000 ની સહાય મળવાપાત્ર થશે અને
✔️દીકરીને ઉંમર જ્યારે 18 વર્ષની પૂર્ણ થશે ત્યારે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે કુલ 1 લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર થશે (પરંતુ દીકરીના બાળ લગ્ન થયેલ હોવા જોઈએ નહીં)
વહાલી દિકરી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
આ યોજનાનો લાભ લેવા માટે કેટલાક ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે જે આ મુજબ છે
✍🏿દીકરીના જન્મનું પ્રમાણપત્ર
✍🏿દીકરીનો આધારકાર્ડ નંબર (જો હોય તો)
✍🏿માતા-પિતાના આધાર કાર્ડ
✍🏿માતા-પિતાનો જન્મનો પ્રમાણપત્ર
✍🏿આવકનો દાખલો
✍🏿દંપતીના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા
✍🏿લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું પ્રમાણપત્ર
✍🏿સ્વ ઘોષણા નો નમુનો
✍🏿અરજદારના રેશનકાર્ડ ની નકલ
✍🏿લાભાર્થી દીકરી અથવા માતા પિતાની બેંક ખાતાની પાસબુક
🔴વહાલી દિકરી યોજના સોગંદનામુ રદ કરવામાં આવ્યુ.
ગુજરાત સરકાર દ્વારા સોગંદનામાં બાબતે નવી જોગવાઈ કરેલ છે ગુજરાત રાજ્યમાં એફિડેવિટની પ્રક્રિયા રદ કરવામાં આવી છે જે અન્વયે વહાલી દીકરી યોજના સોગંદનામુની જોગવાઈમાં નવા ફેરફાર કરવામાં આવ્યા છે જેને ધ્યાનમાં રાખીને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પણ વહાલી દીકરી યોજના સોગંદનામુ રદ કરવામાં આવ્યું છે હવે એફિડેવિટને રદ કરીને સ્વ ઘોષણા સેલ્ફ ડિકલેરેશન પ્રક્રિયા દાખલ કરવામાં આવી છે
વહાલી દીકરી યોજના સેલ્ફ ડિકલેરેશન નો નમુનો
સરકાર શ્રી દ્વારા જ્યારે એફિડેવિટની પ્રક્રિયા રદ કરવામાં આવી ત્યારે સેલ્ફ ડિકલેરેશન કરી શકાય છે આ વિભાગ દ્વારા વહાલી દીકરી યોજના સેલ્ફ ડિકલેરેશન નો નમુનો બહાર પાડવામાં આવેલ છે જેનો નમૂનો ડાઉનલોડ ની લીંક દ્વારા કરી શકાય છે
વહાલી દીકરી યોજના નું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું
◾સૌપ્રથમ જો તમે ગ્રામ્ય વિસ્તાર ના હોય તો વીસીઈ પાસે જવું
◾જો લાભાર્થી દીકરી શહેરી વિસ્તારની હોય તો મામલતદાર કચેરીના તાલુકા ઓપરેટર પાસે જવાનું રહેશે
◾લાભાર્થીની દીકરીના પિતા અથવા માતા દ્વારા નિયત નમૂનામાં અરજી ફોર્મ ભરી આપવાનું રહેશે
◾તમામ ડોક્યુમેન્ટ ઓરીજનલ આપવાના રહેશે
◾ગ્રામ્ય વીસીઈ અને તાલુકા ઓપરેટર દ્વારા તમામ ડોક્યુમેન્ટ અને વહાલી દિકરી યોજના નું ફોર્મ ચકાસણી કરાશે
◾ત્યારબાદ વીસીઈ અને તાલુકા ઓપરેટર દ્વારા એમના ઓફિસિયલ લોગીન દ્વારા ઓનલાઇન અરજી કરી શકાશે
◾છેલ્લે તમને ઓનલાઇન ફોર્મ ભર્યાની પહોંચ અપાશે જેની નકલ સાચવીને રાખવી
◾વહાલી દીકરી યોજના ની ઓનલાઈન અરજી કોણ કોણ કરી શકે છે
◾ગ્રામ્ય પંચાયત ખાતે વીસીઇ ઓનલાઈન અરજી કરી શકે છ
◾તાલુકા કક્ષાએ તાલુકા મામલતદાર ઓપરેટર દ્વારા આ યોજના ની ઓનલાઈન અરજી કરી શકાશે
◾જિલ્લા કક્ષાએ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા અરજી સંબંધિત તમામ માહિતી જિલ્લા કક્ષાએ ઓપરેટર પાસેથી મેળવી શકાશે
👆અહીં દર્શાવેલ ત્રણે જગ્યાએથી વહાલી દીકરી યોજના નું ફોર્મ મેળવી શકાશે અને આ ફોર્મમાં જરૂરી વિગતો ભરી ઓનલાઇન અરજી કરી શકાય છે, તેમજ આ આર્ટીકલ ના અંતમાં વહાલી દીકરી યોજના લગત જરૂરી તમામ લીંક આપવામાં આવેલી છે તેના માધ્યમથી તમે ઓનલાઇન અરજી કરી શકો છો વધુ આ યોજના વિશેની માહિતી મેળવી શકો છો અને વહાલી દીકરી યોજનાનો ફોર્મ અહીંથી ડાઉનલોડ કરી શકો છો
અગત્યની લીંક
Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you. https://accounts.binance.com/it/register?ref=YY80CKRN