WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ઉનાળાની કાળઝાળ ગરમીમાં ફ્રિજમાં રાખ્યા વગર 24 કલાક દૂધને રાખો તાજુ, અજમાવો આ સરળ ટિપ્સ.

Summer tips: ઉનાળામાં ગરમી પડે ત્યારે દૂધ ફાટી જવાની સમસ્યા ઝડપથી થતી હોય છે તેથી તેને તાપમાન જાળવી રાખવા માટે ફ્રિજમાં રાખવું જરૂરી હોય છે દૂધ ફાટી જતા દહીં બની જાય છે અને જેનાથી ચાય બનાવી શકાતી નથી દરેક વખતે આ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે ખાસ કરીને ઉનાળાની સિઝનમાં જ્યારે ખૂબ વધારે તડકા પડતા હોય છે ત્યારે. જો લાઈટ જતી રહે તો ગૃહિણીઓને ભય રહે છે કે ફ્રીજમાં રાખેલો દૂધ બગડી જશે જો તમને પણ આવી ચિંતા ક્યારેય સતાવતી હોય અને હાલ ઉનાળાની સિઝનમાં કાળજાળ ગરમી વચ્ચે તમારે દૂધને 24 કલાક ફ્રેશ વગર ફ્રિજમાં રાખીએ રાખવું હોય તો અપનાવો આ સરળ ટિપ્સ. અહીં બતાવેલી સરળ ટિપ્સને અનુસરવાથી તમે વારંવાર રોજીંદી મુશ્કેલીમાંથી બચી શકો છો અને ગરમીમાં પણ દૂધને ફ્રીજમાં રાખ્યા વિના 24 કલાક ફ્રેશ રાખી શકો છો.

તાપમાન વધતા દૂધ બગડી ખાટુ થઈ જાય છે

જ્યારે પણ તમે રસોડામાં ચા મિલ્ક શેક અથવા દૂધમાંથી બનેલી કોઈપણ વસ્તુ બનાવવા માટે જાઓ છો ત્યારે તમે દૂધ ખાટુ થઈ ગયું હોય તો તમારું ધાર્યું કામ અટકી જતું હોય છે અને મૂળ પણ ખરાબ થતો હોય છે. આવું ઉનાળાની ગરમીમાં અનેક વખત થતું હોય છે કેમકે ઉનાળાની ગરમીને કારણે તાપમાનમાં વધારો થવાને લીધે ખાદ્ય પદાર્થો બગડવા લાગે છે તેથી વિશેષ કાળજી ની જરૂર ઊભી થતી હોય છે જોકે દૂધને બગડતું અટકાવવા માટે તેને સારી રીતે ઉકાળીને તેને ફ્રિજમાં રાખવાની સલાહ આપવામાં આવે છે પરંતુ કેટલીક વાર આવું કરવું પૂરતું નથી કારણ કે લાઈટ જવા ની સમસ્યાના સમયે ફ્રિજમાં રાખેલો દૂધ પણ લાંબો સમય સુધી રહી શકતું નથી.

દૂધને ફ્રીજમાં રાખ્યા વગર 24 કલાક રાખો ફ્રેશ

આવી સ્થિતિમાં એવું લાગે છે કે કોઈ એવી ટીપ્સ હોવી જોઈએ જેના દ્વારા દૂધને ફ્રીજમાં સ્ટોર કર્યા વિના પણ ખાટું થતા અટકાવી શકાય કારણ કે દૂધ રોજેરોજ વપરાતી વસ્તુઓમાંથી એક છે જો તેને વારંવાર નુકસાન થાય છે તો દેખીતી રીતે જ ઘરના બજેટમાં અસર થાય છે તેથી અમે તમને એવી કેટલીક ટીપ્સ જણાવી રહ્યા છીએ જેની મદદથી તમે દૂધને ફ્રીજમાં રાખ્યા વગર પણ 24 કલાક સુધી ફ્રેશ રાખી શકો છો.

એકવાર નહીં ત્રણથી ચાર વખત ઉકાળો

જો તમે ઇચ્છો છો કે ગરમીમાં પણ દૂધ બગડે નહીં તો તમારે તેને 24 કલાકમાં ત્રણથી ચાર વખત ઉકાળવું જરૂરી છે ધ્યાનમાં રાખો કે આ સમયે ગેસની ફ્લેમ વધુ ન હોવી જોઈએ જેથી તે બરાબર ઉકળી શકે દરેક વખતે બે થી ત્રણ વાર ઉકાળીયા પછી જ ગેસ બંધ કરો દૂધ ગરમ થાય એટલે તેને પ્લેટ વડે આછું ઢાંકી દો ક્યારેક દૂધ સંપૂર્ણપણે ઢંકાયેલું હોવાને કારણે પણ ખાટું થઈ જતું હોય છે.

વાસણ નુ પણ ધ્યાન રાખવું

કેટલીક વાર વાસણોની યોગ્ય સફાઈ ન થતી હોવાના કારણે પણ દૂધ તેમાં રાખવાથી બગડી જતું હોય છે જેથી જ્યારે પણ તમે દૂધ ઉકાળો ત્યારે તપાસો કે વાસણ સાફ કરેલ છે કે નહીં જો તે ચોખ્ખું હોય તો પણ તેને એકવાર પાણીથી ધોઈ લેવું જરૂરી છે અને પછી આ વાસણમાં જ દૂધ નાખો અને દૂધ નાખતા પહેલા એક કે બે ચમચી પાણી ઉમેરો આ દૂધને તળિયે ચોંટતા અટકાવશે.

ખાવાનો સોડા પણ મદદ કરશે

જ્યારે તમે દૂધ ઉકાળવાનું ભૂલી જાવ છો ત્યારે ખાવાનો સોડા યાદ રાખો કારણ કે તે દૂધને બગડતું અટકાવી શકે છે આ માટે જ્યારે તમે દૂધને ગેસ પર ઉકાળવા મૂકો ત્યારે તેમાં એક ચમચી ખાવાનો સોડા નાખીને ચમચીની મદદથી તેને મિક્સ કરી લો જેનાથી દૂધને ઉકાળીયા પછી તે ફાટી નહીં જાય પરંતુ એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે વધુ માત્રામાં બેકિંગ સોડાના ઉપયોગથી દૂધનો સ્વાદ બગડી જાય છે.

આ રીતે પેકેટ મિલ્કને સ્ટોર કરો

નિષ્ણાંતોના મત અનુસાર પેકિંગ વાળા દૂધને ઘરે લાવીએ ત્યારે લાંબા સમય સુધી ઉકાળવું જોઈએ નહીં કારણ કે પેસ્યોરાઇઝ દૂધને ગરમ કરવાની જરૂર નથી કંપની પેકિંગ કરતા પહેલા દૂધને સારી રીતે મોસ્્ચ્યુરાઈઝ કરે છે જેના કારણે તે જીવાણુ મુક્ત અને સચવાયેલ રહે છે ફરી ગરમ કરવાથી પોષક તત્વોમાં ઘટાડો થાય છે પેકિંગ નું દૂધ કરેલ આવ્યા પછી તેને બને તેટલો ઝડપથી ઉપયોગ કરે પૂર્ણ કરી દેવો જોઈએ જો તમારે સંગ્રહ કરવાનો હોય તો શણની કોથળી ને ઠંડા પાણીથી ભીની કરો અને તેમાં પેકેટને લપેટીને રાખો જેના કારણે તે સરળતાથી પાંચે છ કલાક સુધી સુરક્ષિત રહેશે.

આ વાતનો પણ ધ્યાન રાખવું જરૂરી.

દૂધ બગડી જવાની સમસ્યાનો મોટું કારણ તાપમાન છે શિયાળામાં તાપમાન ઓછું હોય ત્યારે દૂધ વધુ લાંબો સમય સુધી ઘાટું થતું નથી પરંતુ ઉનાળાની ગરમીમાં દૂધ ઝડપથી ખાટુ થઈ જાય છે કારણ કે બેક્ટેરિયા આ સમયે જ તેનું કામ કરે છે માત્ર ત્યારે જ દૂધ કે જે ખૂબ ગરમ હોય કે ખૂબ ઠંડુ હોય તે દહીં થતું નથી. તેથી કહા તો તમે તેને ઠંડુ કરો અથવા તેને સમયાંતરે ગરમ કરતા રહો.

દૂધ સ્વાસ્થ્ય માટે લાભદાયક

દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે દૂધમાં કેલ્શિયમ અને વિટામિન ડી મોટા પ્રમાણમાં જોવા મળે છે. આને પીવાથી દિમાગ અને હાડકા મજબૂત બને છે. સૌથી સારી વાત તો એ છે કે દૂધ પીવાથી આપ ઘણી ગંભીર બીમાર હતી પણ બચી શકો છો આ જ કારણોથી લોકો મોટાભાગે તેમના આહારમાં દૂધનો ઉપયોગ કરતા હોય તો કેટલાક લોકોને સવારે વહેલા ઊઠીને દૂધ પીવું ગમે છે તો કેટલાક મારા જેવા ને સુતા પહેલા દૂધ પીવું ગમે છે જો તમે તમારા વધતા વજનને પરેશાન હોવ અને તેને ઘટાડવાનો વિચારી રહ્યા છો તો રાત્રે દૂધ પીવાનું બંધ કરો.

અગત્યની લિંક

અન્ય ઉપયોગી માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment