WhatsApp ગ્રૂપમાં જોડાવો!

જુનાગઢ મહાનગરપાલિકામાં 46 જગ્યા પર ભરતી જાહેર

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વિવિધ 46 નવી જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે લાયકાત ધરાવતા ઉમેદવારોએ જુનાગઢ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://junagadhmunicipal.org/recruitment/ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી 31 જાન્યુઆરી 2024 સુધી કરવાની થશે ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટ ની ડાયરેક્ટ લિંક નીચે મૂકવામાં આવેલી છે તમે અહીંથી પણ ઓનલાઇન અરજી કરી શકો છો

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા 46 નવી જગ્યાઓ વિશેની વિગતવાર માહિતી તમને આ આર્ટીકલ દ્વારા મળી રહેશે જેમાં ખાલી જગ્યાઓ ની વિગતવાર માહિતી અગત્યની તારીખો શૈક્ષણિકલાયકાત પગાર ધોરણ ઉંમર મર્યાદા અરજી ફી સિલેક્શન પ્રોસેસ તેમજ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ નીચે મુજબ છે.

ખાલી જગ્યાઓની વિગતવાર માહિતિ.

નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા કુલ 46 વિવિધ પદો પર ભરતી કરવામાં આવી રહી છે જેમાં ઇન્સ્પેક્ટરની કુલ ત્રણ જગ્યાઓ નાયબ એકાઉન્ટની કુલ બે જગ્યાઓ નાયબ કાર્યપાલક ઈજનેર સિવિલની કુલ ત્રણ જગ્યાઓ આસિસ્ટન્ટ ઇજનેર સિવિલની કુલ છ જગ્યાઓ ઈલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરની કુલ ત્રણ જગ્યાઓ ફૂડ સેફ્ટી ઓફિસરની કુલ બે જગ્યાઓ સેનેટરી ઇન્સ્પેક્ટર કમ વોર્ડ ઓફિસરની કુલ 16 જગ્યાઓ અને લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરની કુલ ત્રણ જગ્યાઓ પર લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે

શૈક્ષણિક લાયકાત

દરેક પોસ્ટ માટે અલગ લાયકાત હોય જેથી શૈક્ષણિક લાયકાતની વિગતવાર માહિતી જુનાગઢ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ  junagadhmunicipal.org/ પર થી  મેળવવાની રહેશે

ઉંમર મર્યાદા

આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોની ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવેલી છે જેમાં લઘુતમ ઉંમર મર્યાદા 18 વર્ષ તેમજ મહત્તમ ઉંમર મર્યાદા પોસ્ટ વાઇઝ અલગ અલગ હોય જેથી સત્તાવાર સૂચના ને વાંચવી.

સિલેક્શન પ્રોસેસ

આ ભરતી પ્રક્રિયા બાબતે પસંદગી સમિતિ દ્વારા જરૂર જણાય તો મેરીટ આધારિત શોટ લિસ્ટ થયેલ ઉમેદવારોને જ ફક્ત પ્રથમ તબક્કે ફિઝિકલ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવવામાં આવશે આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશનર શ્રી જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા જે નિર્ણય લેવામાં આવે તે આખરી અને દરેકને બંધન કરતા રહેશે.

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી

  • સૌપ્રથમ નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન ને ડાઉનલોડ કરો અને આ ભરતી માટે તમે અરજી કરવા યોગ્ય લાયકાત ધરાવો છો કે નહીં તે વાંચો ત્યારબાદ.
  • અરજી કરવા માટે સૌ પ્રથમ જૂનાગઢ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ junagadhmunicipal.org/ પર જાવો.
  • હોમપેજ પર રિક્વાયરમેન્ટ ઓપ્શન પર ક્લિક કરી અરજી કરો.
  • અરજી ફોર્મ માં તમારી દરેક માહિતી સાચી ભરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • અરજી ફોર્મ સબમીટ કરો અને પ્રિન્ટ મેળવો.

અરજી કરવા માટે અગત્યની તારીખો

  • અરજી ફોર્મ શરૂ થયા તારીખ 9 જાન્યુઆરી 2024
  • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024

અગત્યની લિંક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment