WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Diploma Admission : ધોરણ 10 પાસ બાદ ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ, જાણો એડમિશન અંગેની સંપૂર્ણ માહિતી.

Diploma Admission : ધોરણ 10 પાસ કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવા ઈચ્છતા હોય તેમના માટે ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2024 25 માટે ડિપ્લોમા એન્જિનિયરિંગ માટેનું રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા હાલ શરૂ થઈ ગઈ છે, આ પ્રવેશ પ્રક્રિયા 16 જુન 2024 સુધી શરૂ રહેશે. આ વર્ષે 74644 સીટો પર ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેમાં કુલ 148 કોલેજો અને 36 અલગ અલગ બ્રાન્ચીસનો સમાવેશ થાય છે. ધોરણ 10 પાસ કરેલ વહાલા વિદ્યાર્થી મિત્રો કે જેઓ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એડમિશન મેળવવા ઇચ્છતા હોય તેઓએ 16 જૂન 2024 માં સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ડિપ્લોમા એન્જિનિયરિંગ પ્રવેશ પ્રક્રિયા લગત વધુ માહિતી નીચે મુજબ છે.

રજીસ્ટ્રેશન ફી

રજીસ્ટ્રેશન ફી પેટે ₹250 ઓનલાઇન પેમેન્ટ ચૂકવવાનુ રહેશે.

ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાની પ્રોસેસ

  • પહેલી વખત જ્યારે વિદ્યાર્થી મિત્રો ઓનલાઇન રજીસ્ટ્રેશન કરે ત્યારે તેમણે રજીસ્ટ્રેશન ફી પેટે 250 રૂપિયા ઓનલાઇન ચૂકવવાનું થશે.
  • વિદ્યાર્થી ઓને ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા વિશે વધુ જાણકારી મેળવવી હોય અથવા તો માહિતી સમજાતી ન હોય તો રજીસ્ટ્રેશનના પ્રક્રિયાને સરળ સમજૂતી સત્તાવાર વેબસાઈટ પર મૂકવામાં આવેલી છે.
  • આ વેબસાઈટ પર સંપૂર્ણ માહિતી ઓનલાઇન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની માર્ગદર્શિકા અને વીડિયો લીંક પણ મૂકવામાં આવેલી છે જેના દ્વારા સરળતાથી વિદ્યાર્થી મિત્રો ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકશે.

મેરીટ આ રીતે થશે તૈયાર

શું તમે જાણવા ઈચ્છો છો કે ધોરણ 10 પાસ બાદ ડિપ્લોમામાં એડમિશન લેવા માટે મેરીટ કેવી રીતે બને છે? જો તમને ખબર ન હોય તો આ માહિતી તમને ઉપયોગી થશે.

  • ધોરણ 10 માં ગણિત વિજ્ઞાન અંગ્રેજી વિષયને કુલ 300 માર્કસની પરીક્ષા માટે મેળવેલા માર્કસના આધારે મેરીટ તૈયાર કરવામાં આવે છે
  • તેમજ સીટુડી માં આઈ ટી આઈ ટી ઈ બી ની અંતિમ વર્ષમાં ટ્રેડ થીયરી વર્કશોપ કેલ્ક્યુલેશન સાયન્સમાં મેળવેલા માર્કના આધારે ઓવરઓલ મેરીટ તૈયાર થશે.

ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી

ધોરણ 10 પાસ કરેલ વિદ્યાર્થી મિત્રોએ જ્યારે ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું હોય તો તેમણે નીચે મુજબના દસ્તાવેજો ને હાથવગા રાખવા પડશે.

  1. ધોરણ 10 પાસ પરીક્ષાની માર્કશીટ
  2. શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર
  3. જાતે અંગેનું પ્રમાણપત્ર
  4. નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ
  5. શારીરિક રીતે વિકલાંગ હોય તો વિકલાંગતા અંગેનું પ્રમાણપત્ર
  6. ઇન સર્વિસ મેન પ્રમાણપત્ર સંબંધીત યુનિટના કમાન્ડિંગ ઓફિસર દ્વારા જારી કરવું જોઈએ
  7. જો ઉમેદવાર પ્રમાણપત્ર ધારક હોય તો તેમણે ટીઈબી અથવા આઈટીઆઈ એ દ્વારા igtr દ્વારા જારી કરાયેલ માર્કેટ સબમેટ કરવી જરૂરી છે
  8. આવકનો દાખલો

અગત્યની લિંક

Apply Online Click Here
OFFICIAL WEBSITE Click Here

ACPDC Diploma Admission 2024 Key Dates links 1st Year
Click Here
ACPDC Diploma Admission 2024 Key Dates links 2nd YearClick Here

અગત્યની સૂચના

એડમિશન કમિટીએ વિદ્યાર્થી મિત્રોને અપીલ કરી છે કે રજીસ્ટ્રેશન પ્રક્રિયા દરમિયાન યુઝરે પોતાના મોબાઈલ નંબર અને ઇમેલ આઇડીનો ઉપયોગ કરવો જોઈએ અને તેને અંત સુધી એક્ટિવ રાખવો જરૂરી છે કારણ કે આઈડી બનાવતી વખતે સબમિટ કરેલ મોબાઈલ નંબર અને ઇમેલ આઇડી પર ઓટીપી મોકલવામાં આવે છે.

અગત્યની તારીખ

ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ

16/06/2024

Leave a Comment