Saving account : હાલ કોઈ ઘર એવું નહીં હોય કે જેમનું બેંકમાં ખાતું ખોલાવેલું ન હોય. મોટાભાગના ઘરોમાં તો ઘરમાં જેટલા સભ્યો હોય તે દરેકના બેંક ખાતામાં સેવિંગ કે કરંટ એકાઉન્ટ હોય છે. પરંતુ દરેક ઘરમાં કોઈ એકનું એક વ્યક્તિનું તો બેંકમાં ખાતું હોય જ છે. અને વ્યક્તિ પોતે કમાતા અને બચત કરતા પૈસાને આ સેવિંગ એકાઉન્ટમાં જમા કરાવતો હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા સેવિંગ એકાઉન્ટમાં તમે કેટલા રૂપિયા સુધી બચત જમા કરાવી શકો છો કે જેના સામે તમારે આવકવેરો ભરવો પડી શકે નહીં. જો તમને આ નિયમ ખબર ન હોય અને તમે તમારા બચત ખાતામાં વધુ પૈસા જમા કરાવી દો તો તમને આવી શકે છે ઇન્કમટેક્સની નોટિસ. જાણો કેટલા રૂપિયા સુધી તમે સેવિંગ એકાઉન્ટમાં પૈસા જમા કરાવી શકો છો.
સેવિંગ એકાઉન્ટમાં કેટલા પૈસા જમા કરાવી શકો છો?
તમને જણાવી દઈએ કે કોઈપણ બેંકના સેવિંગ એકાઉન્ટમાં તમે તમારી ઈચ્છા મુજબ તમારી પાસે જેટલા પૈસા હોય એટલા પૈસા જમા કરાવી શકો છો પરંતુ તમે એ બાબતનો ખાસ ધ્યાન રાખો કે તમે તમારા સેવિંગ એકાઉન્ટમાં એટલા જ પૈસા રાખો કે જે આઈ ટી આર ના નિયમોનું પાલન કરતાં હોય. જો તમે સેવિંગ એકાઉન્ટમાં વધારે પૈસા રાખો છો તો તેમાં જે તમને વ્યાજ મળે છે તેના પર તમારે ટેક્સ આપવો પડશે.
સેવિંગ એકાઉન્ટમાં વધારે પૈસા રાખવાથી શું થાય?
સેવિંગ એકાઉન્ટમાં પૈસા રાખવા માટે કોઈપણ લિમિટ હોતી નથી પરંતુ જો તમે તમારા સેવિંગ એકાઉન્ટમાં એક નાણાકીય વર્ષમાં 10 લાખ થી વધારે ની રકમ જમા કરાવો છો તો તમારે તે વિશેની ઇન્કમટેક્સ વિભાગની જાણકારી આપવી જરૂરી છે. કેમ કે આ રકમ એ ઇન્કમટેક્સ માં આવે છે અને જો તમે તેમને માહિતી આપતા નથી તો ઇન્કમટેક્સ વિભાગ એ તેના વિરોધ ટેક્સ ચોરી કરવા લઈને પ્રક્રિયા કરી શકે છે.
આઈ.ટી.આર ફાઇલ કરતી વખતે માહિતી આપવી જરૂરી.
તમે આઈ.ટી.આર ફાઇલ કરો છો તે સમયે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ને જાણ કરવી જરૂરી છે કે તમે તમારા સેવિંગ એકાઉન્ટમાં કેટલા પૈસા જમા કરાવો છો. અને એ સેવિંગ એકાઉન્ટમાં જમા કરાયેલ રકમ પર અત્યારે કેટલું વ્યાજ દર મળે છે. તમારી સેવિંગ એકાઉન્ટ ના પૈસા સાથે તમને જે વ્યાજદર મળે છે તેને તમારી આવક સાથે જોડી દેવામાં આવે છે. એક ઉદાહરણ તરીકે સમજીએ તો તમારી વાર્ષિક આવક રૂપિયા 10 લાખ છે અને સેવિંગ એકાઉન્ટમાં તમને 10000 રૂપિયાનું વ્યાજ મળે છે તો ઇન્કમટેક્સ વિભાગના નિયમ અનુસાર તમારી કુલ વાર્ષિક આવક 10 લાખ 10 હજાર રૂપિયા થાય છે.
સેવિંગ એકાઉન્ટમાં વધારે પૈસા રાખવાથી થાય છે આ મોટું નુકસાન.
તમને જણાવી દઈએ કે કોઈપણ બેંકના સેવિંગ એકાઉન્ટમાં તેની લિમિટ કરતાં વધારે પૈસા રાખવા એ તમારી માટે મુશ્કેલી સાબિત થઈ શકે છે. કેમ કે તમારું સેવિંગ એકાઉન્ટ જે બેંકમાં છે અને કોઈ કારણોસર તે બેન્ક ડૂબી જાય તો તમારે રકમ અડધી સલામત રહે છે. નાણાકીય વર્ષ 2020 માં નાણામંત્રી દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યો હતો તેમાં જણાવવામાં આવ્યું હતું કે બેંકમાં રાખવામાં આવેલ પાંચ લાખ રૂપિયાની રકમને સેફ માનવામાં આવે છે પરંતુ આ નિયમ પહેલા આ સલામત એ ફક્ત એક લાખ રૂપિયા સુધીની જ હતી.
અગત્યની લિંક
વધુ માહિતી વાંચવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |