WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Paytm UPI યુઝર માટે સારા સમાચાર. RBI એ લીધો મોટો નિર્ણય.

Paytm UPI યુઝર માટે સારા સમાચાર. RBI એ લીધો મોટો નિર્ણય: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા paytm યુપીઆઈ યુઝર્સ માટે ખૂબ મોટો નિર્ણય લીધો છે. આરબીઆઈ જાહેર કરેલ ગાઈડલાઈન અનુસાર paytm યુપીઆઈ 29 ફેબ્રુઆરી 2024 ના રોજ બંધ થનાર હતું. 29 ફેબ્રુઆરી બાદ પેટીએમ યુઝર્સ ના તમામ ટ્રાન્ઝેક્શન બંધ કરી દેવામાં આવત અને પેટીએમ યુપીઆઈ ની તમામ સેવાઓ બંધ થનાર હતી. આરબીઆઈ જાહેર કરાયો ગાઈડલાઈન અનુસાર paytm યુપીઆઈ નો ઉપયોગ કરતા અઢી કરોડ જેટલા ગ્રાહકો ને 29 ફેબ્રુઆરી સુધીનો સમય આપવામાં આવેલો હતો પોતાના આઈડી ને ટ્રાન્સફર કરવાનો. પરંતુ હજી સુધી અનેક યુઝર્સ દ્વારા ટ્રાન્સફર કરવું શક્ય બન્યું નથી જેથી આરબીઆઇ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ સમય મર્યાદા ને લંબાવવામાં આવી છે.

paytm યુપીઆઈ યુઝર્સ માટે સારા સમાચાર આવ્યા છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પેટીએમ ની યુપીએસ સેવા ચાલુ રાખવા જરૂરી પગલાં લેવા જણાવ્યું છે. એનપીસીઆઇને એડવાઈઝરી જાહેર કરતી વખતે સેન્ટ્રલ બેન્ક એ કહ્યું કે paytm એપ દ્વારા સેવા ચાલુ રાખવા માટે એનપીસીઆઈ એ ચાર પાંચ બેંકોના સર્ટિફિકેટની સુવિધા પૂરી પાડવી જોઈએ જે ચુકવણી સર્વે સ પ્રોવાઇડર તરીકે હોય વોલ્યુમ યુપીઆઈ વ્યવહારો હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવે છે.

અહીં નોંધનીય છે કે ભારતીય રિઝર્વ બેન્કના નિર્દેશો અનુસાર paytm પેમેન્ટ બેંક 15 માર્ચથી બંધ થઈ જશે આવી સ્થિતિમાં પેટીએમ ને કોઈ પણ વિક્ષેપ વિના યુપીઆઈ વ્યવહારો ચાલુ રાખવા માટે થર્ડ પાર્ટી એપ્લિકેશન પ્રોવાઇડર ની જરૂર પડશે જેની સુવિધા એનપીસીઆઇ માન્ય બેંકો દ્વારા આપવામાં આવશે.

15 દિવસની સેવાઓ વધારવામાં આવી

  • રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ના આદેશની ગ્રાહકોને યુપીઆઈ એકાઉન્ટ ટ્રાન્સફર કરવામાં મદદ મળશે.
  • યુપીઆઈ એકાઉન્ટને એક્ટિવ રાખવા માટે તેને બેન્ક એકાઉન્ટ સાથે લિંક કરવું જરૂરી છે.
  • હાલમાં એવા અનેક ગ્રાહકો છે જેવો paytm પેમેન્ટ બેંક દ્વારા યુપીઆઈ નો ઉપયોગ કરી રહ્યા છે.
  • paytm પેમેન્ટ્સ બેન્ક 15 માર્ચ પછી સેવાઓ પ્રદાન કરી શકશે નહીં.
  • જો paytm પેમેન્ટ બેંક ગ્રાહક 15 મી તારીખ પહેલા તેના યુપીઆઈ એકાઉન્ટને અન્ય બેન્ક સાથે લીંક નહીં કરે તો તે આગળ ટ્રાન્જેક્શન ચાલુ રાખી શકશે નહીં.

યુઝર્સને અન્ય બેન્કો ના ચાર પાંચ વિકલ્પ આપવામાં આવશે

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ એન.સી.પી.આઈને પેટીએમ ને મદદ કરવા કહ્યું છે જેથી પેટીએમ યુપીઆઈની સેવાઓ કાર્યરત રહી શકે. એનસીપીઆઈ ના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશમાં યુપીઆઈ વ્યવહારો કરવામાં આવે છે. rbi એ કહ્યું છે કે એનસીપીઆ paytm યુઝર્સને ચારથી પાંચ બેંકોનો વિકલ્પ આપવામાં મદદ કરવી જોઈએ. જેથી તેઓ સરળતાથી તેમના યુપીઆઇ એકાઉન્ટને નવી બેન્ક સાથે લીંક કરી શકે અને 15 મી માર્ચ પછી તેમની યુપીઆઈ સેવા ચાલુ રાખી શકે.

paytm પેમેન્ટ બેંક 15 માર્ચ સુધી પોતાની સેવાઓ ચાલુ રાખી શકશે

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ અગાઉ 29 ફેબ્રુઆરી પછી પેટીએમ પેમેન્ટ બેંકની સેવાઓ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. બાદમાં સેવાઓ ચાલુ રાખવા માટે વધુ 15 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. આ અગાઉ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ પેટીએમ પેમેન્ટ બેંકને 29 ફેબ્રુઆરી પછી નવી ડિપોઝિટ અને ક્રેડિટ ટ્રાન્જેક્શન લેવાનું બંધ કરવાનો આદેશ આપ્યો હતો. હવે પેટીએમ પેમેન્ટ બેંકને 15 મી માર્ચ 2024 સુધીનો સમય આપવામાં આવ્યો છે.

મહત્વની લીંક

વધુ માહિતી વાંચવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

paytm પેમેન્ટ બેંક કઈ તારીખે સુધી પોતાની સેવાઓ ચાલુ રાખી શકશે?

15 માર્ચ 2024 સુધી.

Leave a Comment