WhatsApp ગ્રૂપમાં જોડાવો!

કમોસમી વરસાદની આગાહી : 5 તારીખ સુધી આટલા જિલ્લાઓમાં પડશે માવઠું હવામાન વિભાગે આપી આગાહી.

કમોસમી વરસાદની આગાહી : માવઠું : હવામાન વિભાગની આગાહી : અંબાલાલ પટેલ ની વરસાદ ની આગાહી : ખેડૂતોની ચિંતામાં વધારો કરતી હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવેલી છે. હાલ શિયાળાની ઋતુ પૂરી થવાને આરે અને ધીમે ધીમે ઉનાળાની ગરમીઓ શરૂ થવાની હોય ત્યારે હવામાન વિભાગ દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા કમ મોસમી વરસાદ માવઠાની આગાહી તારીખ 1 માર્ચ થી પાંચ માર્ચ સુધી કરવામાં આવી છે. હાલ પાકની લણણી શરૂ હોય એવામાં વરસાદ પડે તો ખેડૂતોની ચિંતામાં અનેક ઘણો વધારો થઈ જાય અને ખેડૂતોનો મોઢે આવેલો કોડીયો છીનવાઈ જાય એવી પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા આ તારીખોમાં માવઠું થવાની આગાહી જાહેર કરવામાં આવી છે. અને આ વરસાદ પવનની સાથે આવશે તેવી આગાહી છે.

કમોસમી વરસાદની આગાહી.

રાજ્યમાં હાલ ખેતીનો શિયાળો પાક જેમાં જીરુ પાક ઘઉં પાક લસણ બાજરી વગેરે તૈયાર થઈ રહ્યો છે એવામાં વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતામાં અને તો ઘણો વધારો થયો છે અને ખેડૂતોના તૈયાર થયેલ પાક પર પાણી ફરી વળે તેવી નોબત ઊભી થઈ છે. હવામાન વિભાગ દ્વારા અગામી તારીખ 1 થી 5 માર્ચ સુધી અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી જાહેર કરવામાં આવેલી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે. તો ચાલો જાણીએ હવામાન વિભાગ દ્વારા કયા કયા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ છે.

કયા કયા જિલ્લાઓમાં પડશે કમોસમી વરસાદ?

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ક મોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં એક માર્ચ થી ત્રણ માર્ચ સુધી કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા વર્તી શકે છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલ આગાહી અનુસાર નીચે મુજબના જિલ્લાઓમાં કમોસમી વરસાદ થવાની આગાહી છે.

  • એક માર્ચે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર છોટાઉદેપુર અને દાહોદ સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાઓમાં કોમર્સની વરસાદ પડવાની શક્યતાઓ છે.
  • બે માર્ચે નવસારી વલસાડ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસી શકે છે.
  • ત્રણ માર્ચ સુધી જુદા જુદા જિલ્લાઓમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ ના કારણે વરસાદની શક્યતાઓ છે અમદાવાદમાં પણ વરસાદે ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલ ની વરસાદ ની આગાહી

અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવેલી છે જેમાં ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી તથા મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લા જેવા કે મહીસાગર દાહોદ અને છોટાઉદેપુર માં વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારી તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ સુરેન્દ્રનગર બોટાદ જિલ્લામાં હળવા વરસાદી ઝાપટા પડવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી છે.

આ તારીખોમાં વરસાદને સાથે સાથે ભારે પવન પણ ફૂકાવાની આગાહી કરવામાં આવી છે અંદાજે 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનકાવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે.

અગત્યની લીંક

હવામાન વિભાગની ઓફિસિયલ વેબસાઈટhttps://mausam.imd.gov.in/ahmedabad/
હવામાન વિભાગ windy એપ windy એપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
હોમ પેજ હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment