WhatsApp ગ્રૂપમાં જોડાવો!

સરકારી કર્મચારીઓની દિવાળી સળંગ પાંચ દિવસનું મીની વેકેશન પડશે સરકારની જાહેરાત

સરકારી કર્મચારીઓની દિવાળી સળંગ પાંચ દિવસનું મીની વેકેશન પડશે, સરકારની જાહેરાત.

સરકારી કર્મચારીઓને મીની વેકેશન, દિવાળીના તહેવારમાં ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓની રજા માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. કર્મચારીઓને દિવાળીમાં સળંગ પાંચ દિવસનું વેકેશન મળે તે માટે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને કર્મચારીઓને 11 નવેમ્બર થી 15 નવેમ્બર સુધી સળંગ પાંચ દિવસની રજા મળશે તેનો હુકમ કર્યો છે.

સરકારી કર્મચારીઓને મળશે 11 નવેમ્બર થી 15 નવેમ્બર સુધીની સળંગ રજા

11 નવેમ્બરના રોજ બીજો શનિવાર હોવાથી સરકારી કર્મચારીઓને રજા છે, 12 નવેમ્બરે રવિવાર અને દિવાળીના તહેવારના લીધે જાહેર રજા છે, જ્યારે 14 નવેમ્બરે મંગળવારે વિક્રમ સવંત અને નૂતન દિવસની રજા છે, તો 15 તારીખે બુધવારે પણ ભાઈબીજના તહેવારને લઈને જાહેર રજા છે. એવામાં 13 નવેમ્બરના રોજ સરકારી કર્મચારીઓને રજા જાહેર કરવામાં આવેલી છે, જેના દ્વારા સરકારી કર્મચારીઓને 11 નવેમ્બર થી સળંગ 15 નવેમ્બર સુધીની રજાઓ મળી શકે જેથી તેઓ દિવાળીનો તહેવાર પરિવારજનો સાથે સારી રીતે ઉજવી શકે. આમ સરકારી કર્મચારીઓને 11 નવેમ્બરથી લઈને 15 નવેમ્બર સુધી સળંગ 5 દિવસ ની રજા મળશે. સામાન્ય વહીવટ વિભાગ નો આ પરિપત્ર પંચાયત રાજ્ય સરકારના બોર્ડ તથા કોર્પોરેશન સહિતના કર્મચારીઓને લાગુ પડશે.

અગત્યની લિંક

પરિપત્ર ડાઉનલોડ કરો અહીં ક્લિક કરો
અમારા whatsapp ગ્રુપ માં જોડાવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment