WhatsApp ગ્રૂપમાં જોડાવો!

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ તારીખ ફેરફાર

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ તારીખ ફેરફાર : મતદાર યાદી સુધારણા માટે ખાસ ઝુંબેશ દિવસોમાં ફેરફાર કરાયો છે

  • તમામ બુથ પર સવારે 10 થી સાંજે 5 સુધી પંચના અધિકારી હાજર રહેશે
  • 4 નવેમ્બર અને 2 ડિસેમ્બરને બદલે હવે 26 નવેમ્બર અને 9 ડિસેમ્બરના દિવસો નિયત થયા છે
  • ચૂંટણી પંચની વોટર હેલ્પલાઇન એપ તથા VSP પોર્ટલ ઉપર પણ ઓનલાઇન ફોર્મ ભરી શકાશે

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સંદર્ભમાં કેન્દ્રીય ચૂંટણી પંચની રાજ્ય કચેરી દ્વારા શરૂ કરાયેલ મતદાર યાદી ખાસ સંક્ષેપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ખાસ ઝુંબેશની તારીખોમાં ફેરફાર કરાયો છે.

રાજ્યભરમાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા ના કાર્યક્રમના સમયગાળા દરમિયાન અગાઉ ખાસ ઝુંબેશ દિવસ તરીકે 4 નવેમ્બર 2023 અને તારીખ 2 ડિસેમ્બર 2023 નક્કી થયા હતા આ દિવસોમાં ફેરફાર થયો છે. કેન્દ્રીય ચૂંટણી પંચની સૂચના અનુસાર હવે 4 નવેમ્બર ના બદલે 26 નવેમ્બર રવિવારના દિવસે ખાસ ઝુંબેશ કાર્યક્રમ કરવામાં આવશે એવી જ રીતે તારીખ 2 ડિસેમ્બર ના બદલે 9 ડિસેમ્બર શનિવારના દિવસે ખાસ ઝુંબેશ દિવસ તરીકે કામગીરી કરવામાં આવશે.

આ સાથે અગાઉ ખાસ ઝુંબેશ દિવસ તરીકે નક્કી કરાયેલા તારીખ પાંચ નવેમ્બર 2023 અને રવિવાર નો દિવસ તથા ત્રણ ડિસેમ્બર 2023 ને રવિવારનો દિવસ ખાસ ઝુંબેશ દિવસ તરીકે યથાવત રાખવામાં આવેલ છે

તારીખમાં ફેરફાર થયા બાદ ખાસ ઝુંબેશના દિવસો આ તારીખે ઉજવવામાં આવશે

  1. 05 નવેમ્બર 2023 રવિવાર
  2. 26 નવેમ્બર 2023 રવિવાર
  3. 03 ડિસેમ્બર 2023 રવિવાર
  4. 09 ડિસેમ્બર 2023 શનિવાર

આ ચારે ખાસ ઝુંબેશ દિવસોમાં રાજ્યભરના તમામ બુથ ઉપર સવારે 10 થી 5:00 વાગ્યા સુધી બુથ લેવલ ઓફિસ હાજર રહેશે, તેમની હાજરીમાં મતદારો મતદાર યાદી જોઈ શકશે, નવા મતદારો તેમજ સુધારા વધારા કે નામ કમી કરવા ઈચ્છુકો નિયત ફોર્મ મેળવી ફોર્મ ભરીને ત્યાં જ સુપરત કરી શકશે, તદ્ ઉપરાંત ચૂંટણી પંચની વોટર હેલ્પલાઇન એપ તથા VSP પોર્ટલ ઉપર પણ ઓનલાઇન ફોર્મ ભરી સુધારા વધારા કરી શકશે, નામ કમી કરી શકશે અને નવા નામની નોંધણી કરી શકશે.

અગત્યની લિંક

Voter Helpline Appઅહીં ક્લિક કરો
VSP પોર્ટલ પર જાતે અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
મતદારયાદીમાં તમારું નામ ચેક કરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
તમારી અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment