મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2023: ક્યાંક તમારે મતદાર યાદીમાં ભૂલ તો નથી ને ? આ તારીખે શરૂ થઈ રહ્યો છે ખાસ ઝુંબેશ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ , તારીખો નોંધી લેજો.
મોટાભાગના મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ક્ષતિરહિત અધ્યતન મતદાર યાદી તૈયાર કરવા ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવા માં આવી છે હાલ મુસદ્દા મતદાર યાદી મુજબ રાજ્યમાં કુલ 4,87,59,709 મતદારો, જે તમામ નો ફોટો મતદાર યાદીમાં સમાવેશ ઉપરાંત EPIC ફાળવવામાં આવ્યા છે, મતદાર પોતે e- EPIC ( મતદાર ઓળખ પત્ર / ચૂંટણી કાર્ડ) ડાઉનલોડ પણ કરી શકે છે.
ખાસ ઝુંબેશના દિવસો
રાજ્યભરમાં અગામી 5 નવેમ્બર 2023 રવિવારના રોજ મતદાર યાદીની ખાસ અક્ષાંક્ષેપ્ત સુધારણા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે તારીખ પાંચ જાન્યુઆરી 2024 ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ જાહેર કરવામાં આવશે લોકસભાની અગામી સામાન્ય ચૂંટણીમાં મહિલાઓ દિવ્યાંગો અને યુવાનો સહિત મહત્તમ મતદારો સહભાગી બની શકે અને પોતાના મતાધિકારનો મહત્તમ ઉપયોગ થાય તે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા સનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ માટે તારીખ 1 જાન્યુઆરી 2024 ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અધ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીની ખાસક સંક્ષેપ સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે
વાંધા અરજીઓ કરવાની તારીખ
આ ઝુંબેશ અંતર્ગત 27 ઓક્ટોબર 2023 ના રોજ સંકલિત મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ તારીખ 27 ઓક્ટોબર 2023 થી 9 ડિસેમ્બર 2023 સુધી મતદાર યાદીમાં નોંધાયેલા નામ કે નવા નોંધાયનારા નામની અરજી અંગે હક દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકાશે.
રાજ્યભરમાં નોંધાયેલા કુલ મતદારો ની સંખ્યા
હાલ મુસદ્દા મતદાર યાદીમાં 2,51,54,900 પુરુષો, 2,36,03,382 સ્ત્રીઓ અને 1,427 ત્રીજી જાતિના તમામ મળીને કુલ 4,87,59,709 મતદારો રાજ્યભરમાં નોંધાયેલા છે., જે તમામનો ફોટો મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે, તથા તમામને મતદાર ઓળખ પત્ર EPIC ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત પુન:ગઠન બાદ કુલ 50,6 77 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે
રાજ્યભરમાં ખાસ સંક્ષિપ્ત સુધારણા ના સમયગાળા દરમિયાન અગામી 5 નવેમ્બર 2023 ને ખાસ ઝુંબેશ દિવસ તરીકે નિયત કરવામાં આવ્યો છે આ દિવસે BLO બુથ લેવલ ઓફિસર સવારે 10:00 થી સાંજે 5:00 વાગ્યા દરમિયાન સંબંધીત બુથ પર હાજર રહેશે અને નાગરિકોને રૂબરૂ જોવા માટે મતદાર યાદી ઉપલબ્ધ કરાવશે
મતદારો તેમના વિસ્તારની મતદાર નોંધણી અધિકારીની કચેરી કલેકટર કચેરીના સ્થળો અને ખાસ ઝુંબેશની તારીખે મતદાન મથકો એ સંબંધિત ભાગની મતદાર યાદીનો મુસદ્દો જોઈ શકશે મતદારોને વિનંતી છે કે પોતાનું તેમજ પોતાના પરિવારજનોનું નામ આ યાદીમાં છે કે નહીં તે અવશ્ય ચકાસી લઈ અને જરૂર જણાયે મુસદ્દા મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે નામ કમી કરવા માટે કે નામમાં સુધારો કરવા માટે અરજી ફોર્મ બુથ લેવલ અધિકારી પાસેથી મેળવી અને ભરેલું ફોર્મ રજૂ કરી દેવું જેથી આવનાર સમયમાં તમારા મત અધિકારનો તમારા દ્વારા ઉપયોગ કરી શકાય રાજકીય પક્ષો દ્વારા નિમવામાં આવેલ બુથ લેવલ એજન્ટ ના સહકારથી મતદાર યાદીના મુસલદારની ચકાસણી કરી ક્ષતિ પણ શોધવામાં આવશે તારીખ 26 ડિસેમ્બર 2023 સુધીમાં આ અરજીઓના નિકાલ કરવામાં આવશે
મતદાર યાદીમાં નામ ચેક કરવા માટે
આ ઉપરાંત મતદાર નોંધણી અધિકારીની કચેરી મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી અને બુથ લેવલ ઓફિસર પાસે પણ હક દાવાના ફોર્મ જમા કરાવી શકાશે વધુમાં પાત્રતા ધરાવતા યુવાનો અને તેનાથી વધુ વય જૂથ ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવવા અંગે તથા મતદાન યાદીમાં નામ દાખલ કરવા અંગે તેમ જ સુધારો કરાવવા કે નામ કરકમી કરાવવા ચૂંટણી પંચના VOTER HELPLINE APP અને VSP પોર્ટલ ઉપર ઓનલાઈન ફોર્મ પણ ભરી શકે છે
આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન મળેલી હક દાવા અરજીઓનો નિકાલ કરી તારીખ 05-01-2024 ના રોજ મતદાર યાદીની આખરી પ્રતીતિ કરવામાં આવશે. આ મતદાર યાદી મતદાર નોંધણી અધિકારીની કચેરી મદદનીશ મત મતદાર નોંધણી અધિકારીની કચેરી ખાતે ઈમેજ પીડીએફ ફોર્મેટમાં મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાતની ઓફિશિયલ વેબસાઈટ https://ceo.gujarat.gov.in પર તથા જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી ખાતે જિલ્લાના તમામ વિધાનસભા મત વિભાગોની મતદારી યાદી જોવા મળી શકે છે
મહત્વની લિંક
Voter helpline App | Download |
ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |