WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ચોટીલા દર્શન સમયપત્રક

ચોટીલા દર્શન સમય પત્રક: જો આ નવરાત્રિમાં તમે ચોટીલા દર્શન કરવા જવાના હોવ તો આ માહિતી તમારે ખાસ જાણવી જરૂરી છે, કેમકે નવરાત્રી દરમિયાન ચોટીલા મંદિરના દર્શનના સમયમાં ટ્રસ્ટ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે.

ચોટીલા ડુંગર ઉપર ચામુંડા માતાજીના મંદિરે નવરાત્રી દરમિયાન 15 ઓક્ટોબર થી 23 ઓક્ટોબર દરમ્યાન આરતીના સમયમાં તેમજ આઠમના હવન ના સમયમાં ફેરફાર કરવામાં આવેલોછે.

સાંજે આરતી નો સમય રાબેતા મુજબ સૂર્યાસ્ત સમયનો જ રહેશે પરંતુ સવારની આરતી ના સમયમાં ફેરફાર કરવામાં આવેલો છે.

નવરાત્રી દરમિયાન ચોટીલા સવારની આરતીના સમયમાં ફેરફાર

ચોટીલા ચામુંડા માતાજી મંદિરે 15.10.2023 ના રોજ પ્રથમ નોરતા અને 22.10.2023 ના રોજ આઠમના નોરતાની સવારની આરતીનો સમય 4:00 વાગ્યાનો રહેશે, જોકે નવરાત્રિના બાકીના 7 દિવસ સવારની આરતી નો સમય 5:00 વાગ્યાનો રહેશે. નવરાત્રી દરમિયાન દરરોજ સાંજે આરતીનો સમય રાબેતા મુજબ સુર્યાસ્ત સમયનો રહેશે

આઠમનું હવન

ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે ડુંગર ઉપર 22.10.2023 ના રોજ હવન થશે અને બપોરે 2:30 વાગ્યે બીડું હોમાંસે. મહત્વનું છે કે નવરાત્રી દરમિયાન આઠમ હવન સિવાયના 8 નોરતાના દિવસે મંદિરના ભોજનાલયમાં ભોજન પ્રસાદ નો સમય બપોરે 11:00 થી 2:00 વાગ્યાનો રહેશે, જ્યારે હવનષ્ટમીના દિવસે ભોજન પ્રસાદનો સમય બીડું હોમાયા પછી બપોરે 2:45 નો રહેશે.

ટ્રસ્ટ નો લેટર

અગત્યની લિંક

અન્ય અગત્યના ન્યૂઝ માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment