હવે લાભાર્થીઓ પોતાના મોબાઈલ દ્વારા જ આયુષ્માન કાર્ડ જાતે જ બનાવી શકશે અને ડાઉનલોડ પણ કરી શકશે.

આયુષ્માન કાર્ડ અપડેટ: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) આયુષ્માન ભારત કાર્ડ નું નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું છે, આ પોર્ટલ માધ્યમથી તમે તમારું અને તમારા ઘરના દરેક લોકોનું નવું આયુષ્માન કાર્ડ બનાવી શકો છો, હવે આયુષ્માન કાર્ડ બનાવવા માટે તમારે કોઈ હોસ્પિટલે કે અન્ય કોઈ સેન્ટર ખાતે જવાની અને લાઈનમાં ઊભવાની જરૂરિયાત રહેશે નહીં. કેમ કે સરકારશ્રી દ્વારા આજરોજ આયુષ્માન કાર્ડ માટે નવું અપડેટ કરવામાં આવ્યું છે, જેમાં નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવેલુ છે. આ પોર્ટલના માધ્યમથી તમે તમારી જાતે જ તમારા મોબાઇલ અથવા કમ્પ્યુટર દ્વારા તમારું અને તમારા ઘરના દરેક સભ્યનું આયુષ્માન કાર્ડ બનાવી શકો છો, અને વાર્ષિક પરિવાર દીઠ 10 લાખ સુધીની કેશલેસ સારવારનો લાભ ઉઠાવી શકો છો.

આયુષ્માન કાર્ડ વિષે

યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના
હેતુહોસ્પિટલના અણધાર્યા આવતા ખર્ચને પહોંચી વળવા સરકારશ્રીની આરોગ્ય લક્ષી યોજના
લાભવાર્ષિક રૂપિયા 10 લાખ સુધીની ફ્રી સારવાર
આવક મર્યાદા પરિવારની વાર્ષિક આવક 4 લાખ સુધીની
સિનિયર સિટીઝન ની વાર્ષિક આવક 6 લાખ સુધીની
કેટલા લોકોના કાર્ડ બની શકેરાશનકાર્ડમાં નામ હોય તે તમામ ( વધુમાં વધુ પાંચ સભ્યો)
કાર્ડ બનાવવાની પ્રોસેસઓનલાઇન માધ્યમ
કાર્ડ બનાવવાની ઓફિસિયલ વેબસાઈટhttps://beneficiary.nha.gov.in/
કાર્ડ ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો

યોજનાનો લાભ

પરિવારના કોઈ પણ સભ્યને જેમનું કાર્ડ બનાવેલું હોય તેમને જરૂરિયાત પડે ત્યારે દસ લાખ સુધીની ફ્રી હોસ્પિટલ સારવાર આ કાર્ડ હેઠળ આપવામાં આવે છે, આ કાર્ડ હેઠળ જે હોસ્પિટલ નું લિસ્ટ આવરી લીધેલ હોય જેમાં સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલ બંનેનો સમાવેશ થાય છે જેનું લિસ્ટ નીચે આપવામાં આવેલું છે અહીં કેસ કઢાવવા, લેબોરેટરી ટેસ્ટ , હોસ્પિટલ ચાર્જ, ઓપરેશન ચાર્જ, ઓર્ગન ટ્રાન્સફર વગેરે જેવી તમામ પ્રકારની સારવાર આ કાર્ડ હેઠળ ફ્રી આપવામાં આવે છે લાભાર્થીને કે તેમના પરિવારને એક પણ રૂપિયાનો ખર્ચ વેઠવો પડશે નહીં માટે દરેક લોકોએ આ કાર્ડને અવશ્ય કઢાવવું જોઈએ

આવક મર્યાદા

 • પરિવારની વાર્ષિક આવક 4,00,000 સુધીની હોય તે દરેક પરિવાર આ કાર્ડ કઢાવી શકે છે
 • તેમજ સિનિયર સિટીઝન ની વાર્ષિક આવક 6 લાખ સુધીની હોય તેઓ આ કાર્ડ કઢાવી શકે છે

કેટલી રીતે કાર્ડ નીકળી શકે

સરકારશ્રી દ્વારા લોન્ચ કરવામાં આવેલ આયુષ્માન કાર્ડ અપડેટ માં હવે જન્મ તારીખના દાખલા પરથી રેશનકાર્ડ પરથી અને આધાર કાર્ડ પરથી તમે આયુષ્માન કાર્ડ કઢાવી શકશો

કાર્ડ બનાવવાના સ્ટેપ સમજો એક ઈમેજ દ્વારા

જાતે જ આયુષ્માન કાર્ડ કઢાવવાની પ્રોસેસ

 • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ https://beneficiary.nha.gov.in/ પર જાવ અથવા આયુષમાન એપ ગૂગલ પ્લે સ્ટોર પર થી ઇન્સ્ટોલ કરો અને તેને ઓપન કરો,
 • નોંધ: હાલ વેબસાઈટ પર કાર્ડ બનવામા મુશ્કેલીઓ થતી હોય માટે દરેક લાભાર્થીઓએ આયુષ્માન એપ નો જ ઉપયોગ કરવો, એપ દ્વારા કાર્ડ સરળતાથી બની શકે છે… અને એપ્લિકેશન તેમજ વેબસાઈટમાં કાર્ડ બનાવવાની સંપૂર્ણ પ્રોસેસ સેમ જ છે જે નીચે મુજબ છે.
 • અહીં તમને બે ઓપ્શન જ દેખાશે. બેનિફિશ્યરી અને ઓપરેટર જેમાં તમારે બેનિફિશ્યરી ઓપ્શન પર ટિક કરવાનું થશે,
 • ત્યારબાદ નીચે આપેલ બોક્સમાં તમારો મોબાઈલ નંબર નાખો અને જમણી સાઈડ માં બતાવેલો વેરીફાય બટન પર ક્લિક કરો
 • હવે તમારા મોબાઇલમાં એક ઓટીપી આવશે તેને દાખલ કરી કેપ્ચા કોડ દાખલ કરો અને લોગીન પર ક્લિક કરો
 • તમે લોગીન થઈ ગયા છો હવે તમારી સામે એક પેજ ઓપન થશે જેમાં તમારે તમારું સ્ટેટ પસંદ કરવાનું થશે ત્યારબાદ બાજુમાં બે સ્કીમ જેમાં તમારે PMJAY સિલેક્ટ કરવાનું થશે બાજુમાં આપેલા ત્રીજા બોક્સમાં તમારે તમારો જિલ્લો પસંદ કરવાનો થશે અને ચોથા બોક્સમાં તમે કેવી રીતે તમારું આયુષ્માન કાર્ડ બનાવવા માંગો છો તેની માહિતી હશે જેમાં રાશનકાર્ડ, આધારકાર્ડ વગેરે ઓપ્શન દેખાશે. જેમાં તમે રેશનકાર્ડ કે આધાર કાર્ડ કોઈપણ ઓપ્શનના ટીક કરો, આધાર કાર્ડ અથવા રાશનકાર્ડ જે તમે ટીક કરેલું હશે નીચે તેનો નંબર દાખલ કરવાનો થશે નંબર દાખલ કર્યા બાદ સર્ચ બટન પર ક્લિક કરો
 • અહીં તમારી સામે એક લિસ્ટ ઓપન થશે જેમાં જેમના કાર્ડ બનેલા હશે તેમનો કાર્ડ અપૃવલ લખેલું આવશે અને જેમના કાર્ડ બનેલા નહીં હોય તેમનું પેન્ડિંગ લખેલું આવશે
 • તમે અહીંથી તમારું આયુષ્માન કાર્ડ અથવા તમારા પરિવારના કોઈ પણ સભ્યોનું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો અને તમારા ઘરના કોઈપણ સભ્યોનું કાર્ડ નવું બનાવવું હોય તો એડ મેમ્બર પર ક્લિક કરી તમે કાર્ડ ડાઉનલોડ કરી શકો છો તેમજ નવું કાર્ડ બનાવી શકો છો
 • તમારું અથવા તમારા ઘરના કોઈપણ સભ્યનું નવું કાર્ડ ઓફિસિયલ પોર્ટલ માધ્યમથી તેમજ આયુષ્માન એપ દ્વારા બનાવી શકો છો

હોસ્પિટલ લિસ્ટ : અહીં ક્લિક કરો

અગત્યની લીંક

તમારું કાર્ડ બનાવવા માટેઅહીં ક્લિક કરો
આયુષ્માન એપ ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો
કાર્ડ ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો
10 લાખ સુધીની ફ્રી સારવાર અંગે પરિપત્રડાઉનલોડ કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!