મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ ચાર લાખથી વધુ વિદ્યાર્થી ઓને ₹1800 કરોડથી વધુની સહાય
યોજના નો હેતુ
ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માગતા ગુજરાતના તેજસ્વી અને જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે જરૂરી આર્થિક સહાય મળી રહે તે ઉમદા હેતુથી રાજ્યમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અમલમાં મૂકવામાં આવેલી છે, જે અંતર્ગત ₹6,00,000 સુધીની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવતા વાલીઓના સંતાનોને આર્થિક સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ
આવક મર્યાદા
યોજના અંતર્ગત ₹6,00,000 સુધીની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવતા વાલીઓના સંતાનોને આર્થિક સહાય આપવામાં આવે છે .
આ યોજના હેઠળ મેડિકલ ડેન્ટલ એન્જિનિયરિંગ ટેકનોલોજી ફાર્મસી આયુર્વેદ નર્સિંગ પેરામેડિકલ ડિપ્લોમા બીએસસી બીકોમ બી સી એ બી બી એ બી એ વગેરે જેવા શૈક્ષણિક અભ્યાસક્રમો માટે વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવે છે
આ યોજના હેઠળ ટ્યુશન ફી ના 50% અથવા મહત્તમ મર્યાદા એ પૈકી જે ઓછું હોય તે આર્થિક સહાય વિદ્યાર્થીઓને આપવામાં આવે છે નાણાકીય વર્ષ 20223માં 70 હજાર ના લક્ષ્યાંક સામે 70085 વિદ્યાર્થીઓને રૂપિયા 373 કરોડની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે , નાણાકીય વર્ષ 2023 24 માટે 72,500 વિદ્યાર્થીઓને ₹375 કરોડની સહાય ચૂકવવાનો લક્ષ્યાંકન નિર્ધારિત કરવામાં આવ્યો છે જેમાંથી આ વર્ષના પ્રથમ ચાર મહિનામાં 22,813 વિદ્યાર્થી ઓને ₹144.60 કરોડની સહાય ચૂકવી દેવામાં આવી છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના શરૂ થયાથી અત્યાર સુધીમાં કુલ ₹4,21,341 વિદ્યાર્થી ઓને ₹1884.88 કરોડની આર્થિક સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે
હવે ગુજરાતની 15 હજારથી વધુ વિદ્યાર્થી ઓનું ડોક્ટર બનવાનું સપનું થયું સાકાર
મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ રૂપિયા 6 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારની વિદ્યાર્થીનીઓને કે જેવું NEET ના આધારે એમબીબીએસમાં પ્રવેશ મેળવે છે તેમને આર્થિક સહાય આપવામાં આવે છે, આ યોજના અંતર્ગત એમબીબીએસ માં અભ્યાસ કરતી કન્યાઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ મળેલ 50% ટ્યુશન ફી સહાય ઉપરાંત બાકી રહેલ 50% ટ્યુશન ફી સહાય માટે રૂપિયા 6 લાખની મર્યાદામાં આપવામાં આવે છે.
મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અંતર્ગત નાણાકીય વર્ષ 20223 ના 3,750 વિદ્યાર્થીનીઓને ₹130 કરોડની સહાયન ના લક્ષ્યાંક ની સામે 3850 વિદ્યાર્થીનીઓને રૂપિયા 135 કરોડની સહાય ચૂકવવામાં આવી છે આમ 102.66 ટકા સાથે આ યોજનાનો વર્ષ 20223 નો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવ્યો છે નાણાકીય વર્ષ 202324 માટે 4000 વિદ્યાર્થીનીઓને ₹140 કરોડની સહાયનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે જેમાંથી આ વર્ષના પ્રથમ ચાર મહિનામાં જ 2,393 વિદ્યાર્થીની અને રૂપિયા 81.49 કરોડની સહાય ચૂકવી દેવામાં આવી છે ઉલ્લેખ ય છે કે આ યોજના શરૂ થઈ હતી અત્યાર સુધીમાં કુલ 15,666 કન્યાઓને ₹453.87 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
ઉચ્ચકક્ષાના ગુણવત્તા યુક્ત સંશોધન માટે રાજ્ય સરકારની SHODH યોજના
ઉચ્ચકક્ષાના ગુણવત્તા યુક્ત સંશોધન માટે ગુજરાતમાં સ્કીમ ઓફ ડેવલપિંગ હાઇ ક્વોલીટી રિસર્ચ સ્કીમ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે આ યોજના અંતર્ગત ગુજરાતની માન્ય સરકારી કે ખાનગી યુનિવર્સિટીમાં અથવા સંસ્થાઓના પીએચડી કોર્સમાં રેગ્યુલર ફુલ ટાઈમ રિસર્ચ કરી રહેલા વિદ્યાર્થી ઓને આર્થિક સહાય આપવામાં આવે છે
નાણાકીય વર્ષ 20223 માં 1921 વિદ્યાર્થી ઓને રિસર્ચ માટે રૂપિયા 22 કરોડની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે નાણાકીય વર્ષ 2023 24 માટે 2000 વિદ્યાર્થી ઓને ₹40 કરોડની સહાય ચૂકવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે જેમાંથી આ વર્ષના પ્રથમ ચાર મહિનાઓમાં જ 1921 વિદ્યાર્થી ઓને ₹9.40 કરોડ ની સહાય ચૂકવી દેવામાં આવી છે આજ દિન સુધીમાં આ યોજના હેઠળ કુલ 2676 વિદ્યાર્થીઓને ઉચ્ચસ્તરીય રિસર્ચ માટે રૂપિયા 66.78 કરોડની સહાય ચૂકવવામાં આવી છે
રાજ્યમાં વધુને વધુ વિદ્યાર્થી ઓને ઉચ્ચ અને તકની કી શિક્ષણના સુલભ બને અને તેઓ પોતાના ઉચ્ચકોલીફીકેશન સાથે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનો યોગદાન આપે તે ઉમદા હેતુથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સતત પ્રયાસ કરી રહી છે.
અગત્યની લિંક
ઓફિશિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
જરૂરી અઢાર પુરાવા ની PDF | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |