WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ખેડૂતો માટે સ્માર્ટફોનની ખરીદી કરવા માટે ઓનલાઇન અરજી શરૂ , આજે જ કરો અરજી , સ્માર્ટફોન ખરીદી માટે ₹6,000 ની સહાય

ફોન સહાય યોજના 2024 ઓનલાઈન અરજી શરૂ આજે જ અરજી કરો અને મેળવો રૂપિયા 6,000 ની સહાય

ગુજરાતના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ગુજરાત મોબાઈલ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે જે ખેડૂતો ગુજરાત સ્માર્ટફોન સહાય યોજના નો લાભ લેવા ઇચ્છતા હોય તેઓએ આઇ ખેડુતો પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવાની શરૂઆત થઈ ગયેલી છે તો આજે જ અરજી કરો અને તમારું રજીસ્ટ્રેશન નોંધો

ગુજરાત સ્માર્ટફોન સહાય યોજના

યોજનાનું નામ ગુજરાત સ્માર્ટફોન સહાય યોજના
હેતુખેડૂતોને ડિજિટલ બનાવવા
લાભાર્થીઓગુજરાત રાજ્યના ખેડૂતો
સહાયનું ધોરણમોબાઇલની ખરીદી માટે મોબાઇલની કિંમતના 40% સહાય અથવા રૂપિયા 6,000 સહાય બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે
ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ18/06/2024
ઓફિસિયલ પોર્ટલikhedut.gujarat.gov.in

પાત્રતાના નિયમો

▪️ગુજરાતનો રહેવાસી હોવો જરૂરી છે

▪️જમીન ધરાવતો હોવો જોઈએ

▪️ આજીવન એક વખત સહાય મળવા પાત્ર થશે એટલે કે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે અગાઉ આ સહાયનો લાભ લીધેલ હોવો જોઈએ નહીં

▪️સંયુક્ત ખાતેદારના કિસ્સામાં કોઈ એકને લાભ મળવા પાત્ર થશે..

▪️ આ યોજનાનો લાભ મોબાઇલની ખરીદી માટે છે એસેસરીઝ માટે નહીં

જરૂરી ડોક્યુમેન્ટ

  • આધાર કાર્ડ ની નકલ
  • મોબાઈલ ખરીદીનું જીએસટી નંબર વાળું બિલ
  • જે સ્માર્ટફોન ખરીદવાનો હોય તેની આઈ એમ ઈ આઈ નંબર
  • ખેડૂતના જમીનના ડોક્યુમેન્ટ ની નકલ
  • આઠ અ ની નકલ
  • રદ થયેલ ચેક
  • બેંક ખાતાના પાસબુક ની નકલ

  • જે ખેડૂત મિત્રને આ યોજનાનો લાભ લેવો હોય તેઓએ સૌપ્રથમ આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું થશે
  • ત્યારબાદ તાલુકાના અમલીકરણ અધિકારી શ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે તેની એસએમએસ અથવા ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે
  • આ યોજના હેઠળ જો તમારી પસંદગી થશે તો મોબાઈલની 15 દિવસમાં ખરીદી કરવાની રહેશે.
  • સમય મર્યાદામાં મોબાઈલ ફોનની ખરીદી કરી તમામ ડોક્યુમેન્ટ ગ્રામ સેવક અથવા તાલુકાના અમલીકરણ અધિકારી શ્રી પાસે જમા કરાવવાના થશે

અરજી કેવી રીતે કરવી

આ યોજના હેઠળ લાયક તમામ ખેડૂતોએ સહાયનો લાભ મેળવવા માટે આઇ ખેડુત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/ પર ઓનલાઈન અરજી કરવાની થશે


અગત્યની લીંક

ikhedut online Apply અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

સ્માર્ટફોન સહાય યોજના 2024 ઓનલાઈન અરજી ક્યારથી શરૂ થશે?

18/06/2024

Leave a Comment