WhatsApp ગ્રૂપમાં જોડાવો!

માઇલ સ્ટોન કલર, રસ્તા પર આપવામાં આવેલા માઈલ સ્ટોન શા માટે અલગ અલગ કલરમાં હોય છે? જાણવા જેવી રોચક માહિતી.

માઇલ સ્ટોન કલર, રસ્તા પર આપવામાં આવેલા માઈલ સ્ટોન શા માટે અલગ અલગ કલરમાં હોય છે? જાણવા જેવી રોચક માહિતી.

આપણે જ્યારે ગામડા ના નાના રસ્તાઓ  કે શહેરો ના ટ્રાફિક વાળા મોટા રસ્તાઓ ઉપર થી જ્યારે પસાર થતા હોઈએ ત્યારે અલગ અલગ કલર ના માઈલ સ્ટોન જોવા મળે છે જેના ઉપર આગળ ના શહેર ના કિલોમીટર લખેલા હોય છે , શુ તમને ખબર છે આ માઇલ સ્ટોન શા માટે અલગ અલગ કલર માં રાખવામાં આવેલ છે, તમને નજર માં આવેલ હશે પરંતુ તેનો સાચો અર્થ કદાચ ખબર નહિ હોય તો ચાલો જાણીએ આ માઈલ સ્ટોન શા માટે વિવિધ કલર માં રાખવામાં આવ્યા છે , જાણીએ તેનો રોચક તથ્યો.

આને પણ વાંચો: ઘરે બેઠા આધારકાર્ડ માં સુધારો કરવા માટે અહીં ક્લિક કરો

માઇલ સ્ટોન કલર

પીળા રંગ નો માઇલ સ્ટોન

જો તમે જે રસ્તા ઉપર મુસાફરી કરી રહ્યા હોય અને તે રસ્તા ના કિનારે તમને પીળા રંગ નો માઈલ સ્ટોન જોવા મળે જેમાં માઈલ સ્ટોનમાં ઉપર  નો રંગ પીળા કલર નો અને નીચેનો રંગ સફેદ કલર નો હોય તો તેમેં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર થી પસાર થઈ રહ્યા છો તે સમજવું, આ પીળા રંગ નો માઈલ સ્ટોન એવું દર્શાવે છે કે આ માર્ગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે , અને તેનો બીજો અર્થ એ પણ થાય છે કે આ માર્ગ કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલ છે અને તેનું સંચાલન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે.

લીલા કલર નો માઇલ સ્ટોન.

જ્યારે જે રસ્તાના કિનારા ઉપર તમને એવો લીલા કલર નો માઇલ સ્ટોન જોવા મળે જેમાં ઉપરનો રંગ લીલો અને નીચેનો રંગ સફેદ કલર માં હોય તેનો અર્થ એ કે આ રસ્તો રાજ્ય ધોરીમાર્ગ છે અને તેનું સંચાલન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે , જો આ રસ્તો ખરાબ થાય અને તૂટી જાય ત્યારે તે રસ્તાને નવો બનાવવા નું કે તેનું સમાર કામ કરવાની જવાબદારી રાજ્ય સરકારી હોય છે 

આને પણ વાંચો: રિયલ ટાઈમ બસ નું ટ્રેકિંગ અને તમામ બસ ડેપો ના હેલ્પલાઇન નંબર માટે અહીં ક્લિક કરો.

કાળા કલર નો માઇલ સ્ટોન.

જે રસ્તા ઉપર એવો કાળા કલર નો માઇલ સ્ટોન જોવા મળે જેમાં ઉઓર નો રંગ કાળો અને નીચેનો રંગ સફેદ હોય તેનો અર્થ કે તમે હાલ મોટા શહેર કે જિલ્લા ના રસ્તા ઉપર થી પસાર થઈ રહ્યા છો તેમજ આ રસ્તા ની સંપૂર્ણ જવાબદારી જે તે જિલ્લા ની હોય છે.

લાલ રંગ નો માઇલ સ્ટોન.

જે રાસ્ત ઉપર કિનારે આવો લાલ રંગ નો માઈલ સ્ટોન જોવા મળે તેનો અર્થ એ છે કે આ રસ્તો ગ્રામીણ છે અને તે પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ બનાવવામાં આવ્યો છે તેની જવાબદારી પણ જિલ્લા હોય છે, ભારત માં પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજનાની શરૂઆત 25 ડિસેમ્બર 2000 ના રોજ શરૂ કરવામાં આવી છે.

આને પણ વાંચો: નવા વર્ષ નું ગુજરાતી કેલેન્ડર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

માઇલ સ્ટોન ના કલર.

Conclusion:

આમ અહીં વિવિધ કલર ના જોવા મળતા માઈલ સ્ટોન વિશે ની રોચક માહિતી આપવામાં આવી, આવીજ અવનવી જાણવા જેવી વિવિધ માહિતી માટે અમારી વેબસાઈટ www.edutarst.xyz ની નિયમિત મુલાકાત લેવી.

Leave a Comment