WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Aadhaar card history last 6 month: તમારા આધાર કાર્ડ નો ઉપયોગ ક્યાં ક્યાં થઈ રહ્યો છે? આ રીતે ચેક કરો.

Aadhaar card history last 6 month: તમારા આધાર કાર્ડ નો ઉપયોગ ક્યાં ક્યાં થઈ રહ્યો છે? આ રીતે ચેક કરો.

Aadhaar card history last 6 month: દરેક લોકો જાણે છે કે આધાર કાર્ડ એ એક ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. બેંકમાં એકાઉન્ટ ખોલવાનું હોય, નવું સિમ કાર્ડ ખરીદવાનું હોય, કે કોઈપણ જગ્યાએ આઇડેન્ટી પ્રુફ તરીકે આધાર કાર્ડ અને આપવાનું થતું હોય છે. આ ઉપરાંત સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓનો લાભ પણ આધાર કાર્ડ હોય તો જ મળતો હોય છે, આમ આપણે જાણીએ છીએ કે આધાર કાર્ડ નું હાલના સમયમાં ખૂબ વધારે મહત્વ રહેલું છે. આમ આધાર કાર્ડ નું મહત્વ વધતાની સાથે છેતરપિંડીના બનાવવામાં પણ ખૂબ મોટો વધારો જોવા મળી રહ્યો છે, તેથી આપણે જાણવું જરૂરી છે કે હાલ આપણા આધાર કાર્ડને આપણા સિવાય અન્ય કોઈ બીજી વ્યક્તિ તો ઉપયોગ નથી કરી રહીને? આપણા આધાર કાર્ડ નો ઉપયોગ ક્યાં ક્યાં થઈ રહ્યો છે? અને છેલ્લા છ મહિનામાં આપણા આધાર કાર્ડ નો ઉપયોગ કોના દ્વારા કઈ જગ્યાએ કરવામાં આવ્યો છે તેની તમામ માહિતી તમે ઘરે બેઠા ઓનલાઈન સરળતાથી જાણી શકો છો. અહીં તમારું આધાર કાર્ડ છેલ્લા છ મહિનામાં કઈ કઈ જગ્યાએ ઉપયોગ થયેલો છે તેની સંપૂર્ણ માહિતી જાણીશું, તેમજ આધારકાર્ડ લગત આવતી અન્ય માહિતીની અપડેટ મેળવવા માટે નિયમિત અમારી વેબસાઈટ marugujaratbharti.in ની વિઝીટ કરો.

આધાર કાર્ડ ની હિસ્ટ્રી ચેક કરવી શા માટે જરૂરી છે?

 આધારકાર્ડ માં નામ એડ્રેસ અને બાયોમેટ્રિક ડીટેલ્સ પણ હોય છે, તેથી પ્રાઇવેસી માટે ખૂબ જ જરૂરી છે કે આ ડેટા બીજા કોઈના ખોટા હાથમાં ન જતા રહે, અને તમારા આધાર કાર્ડ નો ઉપયોગ ખોટી જગ્યાએ ન થાય,  તેથી આધાર કાર્ડ બનાવનાર સરકારી એજન્સી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા આધાર કાર્ડ ની હિસ્ટ્રી ઓનલાઇન ચેક કરવાની સુવિધા પૂરી પાડી રહી છે. ઓનલાઇન આધાર હિસ્ટ્રી દ્વારા તમને ખ્યાલ આવશે કે તમારું આધાર કાર્ડ છેલ્લા છ મહિનામાં કઈ કઈ જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવ્યું છે.

UIDAI આપે છે આધાર કાર્ડ હિસ્ટ્રી ચેક કરવાની સુવિધા

 આધાર કાર્ડ બનાવતી સંસ્થા UIDAI આધાર કાર્ડ ની હિસ્ટ્રી ચેક કરવાની ઓનલાઇન સુવિધા આપી રહી છે. આધાર કાર્ડ ધારક છેલ્લા છ મહિનાનો રેકોર્ડ ઓનલાઇન જાણી શકે છે અને, ચેક કરી શકે છે કે પોતાનું આધાર કાર્ડ છેલ્લા છ મહિનામાં ક્યાં ક્યાં વપરાયેલું છે. આધાર હિસ્ટ્રી થી દરેક બાબતનો ખ્યાલ આવી જાય છે કે હાલમાં તેનો કઈ કઈ જગ્યાએ ઉપયોગ થઈ રહ્યો છે. આ ઉપરાંત કયા કયા ડોક્યુમેન્ટ સાથે આધાર કાર્ડ લિંક છે તેની પણ માહિતી તમને UIDAI પૂરી પાડે છે, તમે ઓનલાઇન જાણી શકો છો કે તમારુ આધાર કાર્ડ અન્ય કયા કયા ડોક્યુમેન્ટ સાથે લિંક થયેલું છે.

એક સાથે વધુમાં વધુ 50 રેકોર્ડની તપાસ

UIDAI દ્વારા ઓનલાઇન અપાતી સુવિધામાં કોઈપણ વ્યક્તિ પોતાના આધાર કાર્ડના રેકોર્ડ એક સમયે એક સાથે વધુમાં વધુ 50 રેકોર્ડની તપાસ જાણી શકે છે,  અને જોઈ શકે છે કે છેલ્લા 50 રેકોર્ડમાં પોતાનું આધાર કાર્ડ કઈ કઈ જગ્યાએ વપરાયેલું છે, જે તેના છેલ્લા છ મહિનાની હિસ્ટ્રી દર્શાવે છે.

Aadhaar card history last 6 month: આ રીતે ચેક કરો આધાર કાર્ડ ની છેલ્લા છ મહિનાની હિસ્ટ્રી

  •  તમારું આધાર કાર્ડ છેલ્લા છ મહિનામાં ક્યાં ક્યાં વપરાયેલું છે તેની હિસ્ટ્રી ચેક કરવા તમારે નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે.
  •  સૌપ્રથમ આધાર કાર્ડ ની અધિકૃત વેબસાઈટ uidai.gov. in પર જવાનું રહેશે.
  •  ત્યાં my adhar નું ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો.
  • Adhar services ઓપ્શન નીચે Adhar Authentication History  લખેલું જોવા મળશે અહીં ક્લિક કરો.
  •  તમારી સામે એક નવી વિન્ડો ઓપન થશે, અહીં તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો.
  •  અહીં આધારકાર્ડ નંબર દાખલ કરી એન્ટર કરતા તમારી સામે છેલ્લા છ મહિનામાં વપરાશ થયેલ તમારા આધાર કાર્ડ ની હિસ્ટ્રી જોવા મળશે.
  •  આ ઉપરાંત તમે mAadhar App દ્વારા પણ સંપૂર્ણ આધારકાર્ડ ની હિસ્ટ્રી જાણી શકો છો 

આધાર કાર્ડની હિસ્ટ્રી ચેક કરતા કઈ કઈ વિગતો જાણવા મળશે?

 આધાર કાર્ડ હિસ્ટ્રીમાં નીચે મુજબની વિગતો જાણી શકાશે.

1) પ્રમાણિકરણની પદ્ધતિ : તમને જાણવા મળશે કે આધાર કાર્ડ ની વિગતો બાયોમેટ્રિક, વસ્તી વિષયક અથવા ઓટીપી પરથી લેવામાં આવી છે.

2)  તારીખ અને સમય: આધાર ઓથેન્ટીકેશન હિસ્ટ્રી દ્વારા તમને જાણવા મળશે કે કઈ તારીખ અને સમયે તમારા આધાર નો ઉપયોગ કરવામાં આવ્યો હતો

3) UIDAI રિસ્પોન્સ કોડ: જ્યારે પણ આધારનો ઉપયોગ કોઈપણ હેતુ માટે કરવામાં આવે છે ત્યારે UIDAI પ્રતિસાદ કોડ જારી કરે છે.

4) AUA નું નામ : ઓથેન્ટીકેશન યુઝર એજન્સી એ એજન્સી છે જે તમારા આધાર નો ઉપયોગ કરે છે, જેમકે ટેલિકોમ કંપની, બેંક, રાશન માટે ખાદ્ય વિભાગ વગેરે 

5) AUA ટ્રાન્ઝેક્શન આઈડી : જ્યારે પણ આધારનું પ્રમાણિકરણ થાય છે ત્યારે કોડ સાથેનો વ્યવહાર આઈડી જનરેટ થાય છે, AUA આ ID UIDAI સાથે શેર કરે છે.

6) પ્રમાણિકરણ પ્રતિસાદ (સફળ કે નિષ્ફળ ): આધાર ઓથેન્ટીકેશન હિસ્ટ્રી દ્વારા જાણવા મળે છે કે તમારું આધાર કાર્ડ નું પ્રમાણિકરણ  સફળ થયું કે નિષ્ફળ

7) UIDAI એરર કોડ : જો પ્રમાણિત કરણ નિષ્ફળ જાય તો UIDAI એરર કોડ બતાવે છે. આ ભૂલ કોડ બતાવે છે કે શા માટે પ્રમાણિકરણ નિષ્ફળ થયું છે.

 આમ આધાર ઓથેન્ટીકેશન હિસ્ટ્રી દ્વારા ઉપર જણાવેલ તમામ માહિતી તમે UIDAI ની સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન જાણી શકો છો જે તમારા આધાર કાર્ડ ની છેલ્લા છ મહિનાની ઉપયોગ હિસ્ટ્રી દર્શાવે છે.

અગત્યની લિંક

આધાર કાર્ડ ની હિસ્ટ્રી ઓનલાઈન ચેક કરવા માટે વેબસાઈટ

તમારા સિવાય અન્ય કોઈ આધાર કાર્ડનો ઉપયોગ કરતા હોય તો કોને જાણ કરવી?

 આધાર હિસ્ટ્રી દ્વારા તમારા આધાર કાર્ડ નો ઉપયોગ અન્ય કોઈ બીજી વ્યક્તિ કરી રહ્યો છે તેની જાણ થાય તો UIDAI ટોલ ફ્રી નંબર 1947 પર કોલ કરી ફરિયાદ દાખલ કરી શકો છો અથવા ઈમેલ આઈડી  help@uidai.gov.in પર મેલ કરીને ફરિયાદ દાખલ કરી શકો છો.

વારંવાર પૂછાતા પ્રશ્નો

આધાર કાર્ડ ની હિસ્ટ્રી જાણવા માટેની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

 આધાર કાર્ડ હિસ્ટ્રી કેટલા સમયની જાણી શકાય છે?

  •  છેલ્લા છ મહિનાની

 આધારકાર્ડ ઓથેન્ટીકેશન હિસ્ટ્રી કેટલા રેકોર્ડ એક સાથે દર્શાવે છે?

  •  એક સાથે 50 રેકોર્ડ

 આધારકાર્ડ ઓથેન્ટીકેશન હિસ્ટ્રી ચેક કરવા માટે એપ્લિકેશન કઈ છે?

  • mAadhar App

 આધાર કાર્ડ હિસ્ટ્રી માં જાણવા મળેલ ખોટી વીગતો માટે ફરિયાદ દાખલ કરવા માટે ટોલ ફ્રી નંબર કયો છે?

  • 1947

 આશા છે અહીં દર્શાવવામાં આવેલ માહિતી તમને ઉપયોગી થશે અને તમે તમારા આધાર કાર્ડ ને દર છ મહિને કઈ કઈ જગ્યાએ ઉપયોગ થયો છે તેની હિસ્ટ્રી ઓનલાઇન આ સ્ટેપ અનુસરીને જોઈ શકશો.

 આવી ઉપયોગી અવનવી તમામ માહિતી નિયમિત મેળવવા માટે અમારી વેબસાઈટ મારું ગુજરાત ભરતી.in ની નિયમિત વિઝીટ કરો.

Leave a Comment