હાલમાં સોશિયલ મીડિયા પર અલગ અલગ વસ્તુને માઇક્રોસ્કોપની નીચે રાખીને જોવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લોકો ખાવા પીવાની વસ્તુથી લઈને કેટલાય પ્રકારની આઈટમ્સને માઈક્રોસ્કોપની નીચે રાખીને જોતા હોય છે. હકીકતમાં જોઈએ તો જે કીટાણુ આપણે નરી આંખે જોઈ શકતા નથી તે માઈક્રોસ્કોપ દ્વારા જોઈ શકાય છે. આ જ ક્રમમાં x અક્ષ છે ગંગાજળની શુદ્ધતા ચેક કરવાનો નિર્ણય લીધો.
શખ્સ જ્યારે હરિદ્વાર ગયો ત્યારે તેને ગંગાજળાના પાણીની શુદ્ધતા ચેક કરવાનો વિચાર આવ્યો, ગંગાજળની શુદ્ધતા ચેક કરવા માટે હરિદ્વાર માંથી પાણી ભર્યું હતું. ત્યાં વહેતી ગંગા નદીમાંથી પાણીના સેમ્પલ લીધા. ત્યારબાદ સકસે ઘરે પહોંચી સૌથી પહેલા સેમ્પલને પોતાના ઘરમાં રાખેલા માઇક્રોસ્કોપ ની મદદ થી જોયું. રીઝલ્ટ જોઈ તેને વિશ્વાસ ન આવ્યો એટલે તેણે મોટી હોસ્પિટલના લેબોમાં પાવરફુલ માઈક્રોસ્કોપના લેન્સની નીચે સેમ્પલ ના ટેસ્ટ કરાવ્યા. બંને રીઝલ્ટ ચોંકાવનારા હતા.
સેમ્પલ માં એક પણ કીટાણું જોવા મળ્યા નહીં.
ખાસ કરીને જ્યારે નદીનું પાણી માઇક્રોસ્કોપની મદદથી જોવામાં આવે તો તેમાં કીટાણુ અને જીવાણુ દેખાતા હોય છે. પરંતુ જ્યારે આ શકશે ગંગાજળના નદીમાં વહેતા પાણીના સેમ્પલ લીધા અને માઈક્રોસ્કોપ દ્વારા તેનું ટેસ્ટિંગ કરાવવામાં આવ્યું તો રીઝલ્ટ આખું પહોળી કરી નાખે તેવું હતું, આ પાણીમાં કોઈપણ જીવાણુ અથવા કીટાણુ હતા જ નહીં. ત્યારબાદ શખ્સને હોસ્પિટલમાં પાવરફુલ લેન્સ દ્વારા ગંગાજળના પાણીનો ટેસ્ટ કરાવ્યો તો તેમાં પણ પાણીમાં કોઈપણ જાતના કીટાણું જોવા મળ્યા નહીં.
બાદમાં આ પાણીને ચાર દિવસ માટે કલ્ચર કર્યું, ચાર દિવસ બાદ જ્યારે સેમ્પલ નો ટેસ્ટ થયું અને તેમાં પણ કોઈ કીડા દેખાણા નહીં ત્યારે લેબોરેટરી એક્સપર્ટ ના જણાવ્યા અનુસાર આ પાણી પી શકાય તેટલું શુદ્ધ હતું. એટલે કે ગંગાજળ શુદ્ધ હોય છે અને તે ક્યારેય સડતું નથી. આ વાત ખોટી નથી પણ એકદમ સાચી છે. આ વ્યક્તિએ પોતાનો વિડીયો instagram માં શેર પણ કર્યો છે. વીડિયો જોયા બાદ લોકોએ ગંગાજળની શોધતા અને મહિમાના વર્ણન કરવા લાગ્યા. સાથે કેટલાય લોકોએ ગંગા મૈયા ની જય લખીને કોમેન્ટ પણ કરી.
આને પણ વાંચો IPL 2025 માં કઈ ટીમથી ક્યો ખેલાડી રમશે જાણો સંપૂર્ણ ટીમનું લિસ્ટ માત્ર એક જ પેજમાં અહીં ક્લિક કરો
જુઓ instagram નો આ વિડીયો.
https://www.instagram.com/reel/DCzAXPmyt86/?igsh=dzNycHlpeDBzbDhk