SMC Recruiment 2024: સુરત મહાનગરપાલિકા ભરતી : સુરતમાં રહેતા અને સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે શહેરમાં હાજર નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગમાં વિવિધ પોસ્ટ માટે ભરતી ની જાહેરાત બહાર પડી છે. આ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા રસ ધરાવતા અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા તારીખ 3 ડિસેમ્બર 2024 થી શરૂ થઈ ગયેલ છે.
સુરત મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત વિવિધ પોસ્ટની વિગતો ઉંમર મર્યાદા પગાર ધોરણ અરજી પ્રક્રિયા અને અરજી કરવાની છેલ્લી તારીખે તેમ જ પસંદગી પ્રક્રિયા અનુભવ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારો એ આ આર્ટિકલ અંત સુધી વાંચવો. માહિતી સારી લાગે તો તમારા દરેક ગ્રુપમાં આ મેસેજ આગળ શેર કરજો.
સુરત મહાનગરપાલિકા ભરતી માટેની મહત્વની વિગત.
ભરતી સંસ્થા | સુરત મહાનગરપાલિકા |
પોસ્ટ | ફાયર ઓફિસર સહિત વિવિધ |
વિભાગ | ફાયર વિભાગ |
જગ્યા | 32 |
અરજી મોડ | ઓનલાઇન |
અરજી શરૂ થયા તારીખ | 03-12-2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 07-12-2024 |
ઓફિસિયલ વેબસાઈટ | https://www.suratmunicipal.gov.in/ |
પોસ્ટ વાઇઝ ખાલી જગ્યાઓની માહિતી
- એડી ચીફ ફાયર ઓફિસર : 1 જગ્યા
- ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર : 1 જગ્યા
- ફાયર ઓફિસર : 9 જગ્યા
- સબ ઓફિસર (ફાયર ): 21 જગ્યા
એડી ચીફ ફાયર ઓફિસર
- શૈક્ષણિક લાયકાત : ઇન્સ્ટિટયૂટ ઓફ ફાયર એન્જિનિયર ભારતના સ્નાતક અથવા માન્ય યુનિવર્સિટીમાંથી કેમેસ્ટ્રી અથવા ફિઝિક્સ સાથે બીએસસી પાસ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુર દ્વારા ચાલતો ડિવિઝનલ ઓફિસર્સ નો કોર્સ પાસ
- અથવા માન્ય યુનિવર્સિટી માંથી બી ઈ ફાયર / બી ટેક ફાયર, બી ઈ ફાયર એન્ડ સેફટી / બીટેક ફાયર એન્ડ સેફટી.
- અનુભવ: ફાયર સેવાને લગતી કેડરમાં કામગીરીનો કુલ ૧૪ વર્ષનો અનુભવ હોવો જોઈએ. જે પૈકી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની અથવા તેની સમકક્ષ જગ્યા ઉપર નો ત્રણ વર્ષનો ઓછામાં ઓછો અનુભવ અથવા ડિવિઝનલ ઓફિસર નો કોર્સ પાસ કર્યા બાદ કોઈપણ પીએસયુ અથવા સરકારી સંસ્થામાં ઓછામાં ઓછા છ વર્ષનો અનુભવ.
ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર.
- શૈક્ષણિક લાયકાત : ઇન્સ્ટિટયૂટ ઓફ ફાયર એન્જિનિયર ભારતના સ્નાતક અથવા માન્ય યુનિવર્સિટીમાંથી કેમેસ્ટ્રી અથવા ફિઝિક્સ સાથે બીએસસી પાસ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુર દ્વારા ચાલતો ડિવિઝનલ ઓફિસર્સ નો કોર્સ પાસ.
- અથવા માન્ય યુનિવર્સિટી માંથી બી ઈ ફાયર / બી ટેક ફાયર, બી ઈ ફાયર એન્ડ સેફટી / બીટેક ફાયર એન્ડ સેફટી.
- અનુભવ : સ્ટેશન ઓફિસર – ફાયર ઓફિસર ના દરજ્જાની નીચે નહીં તેવી જગ્યાનો ત્રણ વર્ષનો અનુભવ.
ફાયર ઓફિસર
- શૈક્ષણિક લાયકાત : માન્ય યુનિવર્સિટી માંથી બી ઈ ફાયર / બી ટેક ફાયર, બી ઈ ફાયર એન્ડ સેફટી / બીટેક ફાયર એન્ડ સેફટી.
- અનુભવ : ઉક્ત લાયકાત પ્રાપ્ત કર્યા બાદ ફાયર કેડર ને લગતી કામગીરીનો ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ હોવો જોઈએ.
સબ ઓફિસર (ફાયર )
- શૈક્ષણિક લાયકાત : માન્ય યુનિવર્સિટી માંથી બી ઈ ફાયર / બી ટેક ફાયર, બી ઈ ફાયર એન્ડ સેફટી / બીટેક ફાયર એન્ડ સેફટી.
- અનુભવ : ઉક્ત લાયકાત પ્રાપ્ત કર્યા બાદ ફાયર કેડર ને લગતી કામગીરીનો ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ હોવો જોઈએ.
વય મર્યાદા અને પગાર
પોસ્ટ | વય મર્યાદા | પગાર |
એડી ચીફ ફાયર ઓફિસર | 45 વર્ષથી વધુ નહીં | પે મેટ્રિક્સ 67,700 થી 2,08,700 |
ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર. | 45 વર્ષથી વધુ નહીં | પે મેટ્રિક્સ રૂપિયા 56,100 થી 1,77,500 |
ફાયર ઓફિસર | 35 વર્ષથી વધુ નહીં | પે મેટ્રિક્સ 39 900 થી 1,26,600 |
સબ ઓફિસર (ફાયર ) | 35 વર્ષથી વધુ નહીં | પે મેટ્રિક્સ ₹35,400 થી 1,12,400 |
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- સૌપ્રથમ ઉમેદવારે સંસ્થાની વેબસાઈટ https://www.suratmunicipal.gov.in/ પર જવું.
- જ્યાં રિક્રુટમેન્ટ ઓપ્શન પર ક્લિક કરવું અને એપ્લાય ના બટન ઉપર જવું.
- ત્યારબાદ ફોર્મ માં માંગેલી જરૂરી તમામ માહિતી ભરવી.
- ફોર્મ ભરાઈ ગયા બાદ સબમીટ બટન પર ક્લિક કરવું અને ભવિષ્યના ઉપયોગ માટે પ્રિન્ટ મેળવવી.
સત્તાવાર નોટિફિકેશન.
સુરત મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત વિવિધ પોસ્ટની વિગતો ઉંમર મર્યાદા પગાર ધોરણ અરજી પ્રક્રિયા અરજી કરવાની છેલ્લી તારીખ પસંદગી પ્રક્રિયા અનુભવ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ અરજી કરતાં પહેલાં નીચે આપેલ નોટિફિકેશન ને જરૂરથી વાંચવું.
ઉમેદવારોને સૂચન છે કે ઉમેદવારોએ સુરત મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું સંસ્થાનું ભરતી અંગેનું નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચવું.
વિશેષ નોંધ: માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા દરેક ગ્રુપમાં આ મેસેજ વધુને વધુ આગળ શેર કરવા વિનંતી છે